ETV Bharat / bharat

કુદરતની કરામત: અહીં દેશનું સૌથી મોટું પતંગિયું મળી આવ્યુ, જ્યાથી સૌથી નાનું પણ મળી આવ્યુ હતું - રાધાનગરી અભયારણ્યના બટરફ્લાય ગાર્ડનમાં સૌથી મોટું પતંગિયું

મહારાષ્ટ્રમાં રાધાનગરી અભયારણ્યના બટરફ્લાય ગાર્ડનમાં સૌથી મોટું પતંગિયું (Indias Largest Butterfly) જોવા મળ્યું છે. આ બટરફ્લાયને સહ્યાદ્રી બર્ડવિંગ પણ કહેવામાં આવે છે. દેશનું સૌથી નાનું પતંગિયું પણ આ જ બગીચામાં જોવા મળ્યું હતું. સધર્ન બર્ડવિંગ દેશની સૌથી મોટી બટરફ્લાય તરીકે નોંધાયેલ છે. તે અન્ય પતંગિયા કરતાં કદમાં અનેક ગણું મોટું છે.

કુદરતની કરામત: અહીં દેશનું સૌથી મોટું પતંગિયું મળી આવ્યુ, જ્યાથી સૌથી નાનું પણ મળી આવ્યુ હતું

author img

By

Published : Jun 16, 2022, 7:03 PM IST

કોલ્હાપુરઃ દેશનું સૌથી મોટું પતંગિયું (Indias Largest Butterfly) કોલ્હાપુર જિલ્લાની રાધાનગરી ખાતેથી મળી આવ્યું છે. આ બટરફ્લાયનું નામ સધર્ન બર્ડવિંગ છે. રાધાનગરી અભયારણ્યના બટરફ્લાય (Maharastra Indias Largest Butterfly) ગાર્ડનમાં સૌથી મોટું પતંગિયું જોવા મળ્યું છે. આ બટરફ્લાયને સહ્યાદ્રી બર્ડવિંગ (Maharashtra Sahyadri Birdwing) પણ કહેવામાં આવે છે. દેશનું સૌથી નાનું પતંગિયું પણ આ જ બગીચામાં જોવા મળ્યું હતું. સધર્ન બર્ડવિંગ દેશની સૌથી મોટી બટરફ્લાય તરીકે નોંધાયેલ છે. તે અન્ય પતંગિયા કરતાં કદમાં અનેક ગણું મોટું છે.

આ પણ વાંચો: રોહતકમાં યુવકે ફાંસી લગાવી, 7 રાજ્યોમાં વિરોધની જ્વાળા યુવાનોએ બનાવ્યો અગ્નિપથ

સંશોધકો કહે છે કે, લગભગ 150 થી 200 મી.મી.નું (Largest Butterfly Size) આ પતંગિયું વિવિધ રંગોમાં જોઈ શકાય છે. આ પતંગિયું સોનેરી રંગનું છે અને તેની પાંખો વાદળી રંગની છે. આ પતંગિયાનો વીડિયો ફોરેસ્ટ વિભાગના સ્ટાફે કેમેરામાં કેદ કર્યો છે.

આ પણ વાંચો: થાણે કોર્ટે અભિનેત્રી કેતકી ચિતાલેને જામીન આપ્યા, જાણો શું હતો મામલો

અગાઉ જોવા મળેલું સૌથી નાનું પતંગિયું - રાધાનગરી ખાતેના બટરફ્લાય ગાર્ડન (Radha nagari butterfly garden)માં હવે વિવિધ પ્રકારના પતંગિયા છે. આજ સુધીમાં આ ઉદ્યાનમાં 55 અને દાજીપુર અભયારણ્યમાં 140થી વધુ પતંગિયા નોંધાયા છે. આ બગીચામાં દેશનું સૌથી નાનું 'ગ્રાસ જ્વેલ' પતંગિયું રેકોર્ડ કરવામાં આવ્યું છે. રાધાનગરી બાઇસન નેચર ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ રૂપેશ બોમ્બડેએ જણાવ્યું હતું કે, આ પતંગિયું માત્ર 5 થી 7 મીમીનું કદ ધરાવે છે.

સધર્ન બર્ડવિંગ બટરફ્લાયની વિશેષતાઓ - સધર્ન બર્ડવિંગ કદમાં સૌથી મોટું પતંગિયું છે. અન્ય પતંગિયાથી વિપરીત, તેની પૂંછડી નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે, આ સ્વેલોટેલ પરિવારનું પતંગિયું છે, આ પતંગિયું ખાસ કરીને વરસાદની મોસમમાં જોવા મળે છે. નોંધનીય છે કે, આ પતંગિયું તમામ વાતાવરણમાં રહી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.