ETV Bharat / bharat

જેલમાંથી મુક્ત થયો "બર્માનો બિન લાદેન", જે એક બૌદ્ધ સાધુ છે - ભગવાન બુદ્ધ

શું કોઇ બૌદ્ધ સાધુની તુલના આતંકી ઓસામા બિન લાદેનથી થઇ શકે છે? એવા જ એક બૌદ્ધ સાધુ છે મ્યાનમારના અશિન વિરાથુ, જેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આખરે કોણ છે આ બૌદ્ધ સાધુ, એમના વિશે બધુ જાણો ઇટીવી ભારત એક્સપ્લેનરમાં (etv bharat explainer).

બર્માનો બિન લાદેન
બર્માનો બિન લાદેન
author img

By

Published : Sep 7, 2021, 10:26 PM IST

  • વિરાથુને સોમવાર, 6 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા
  • માંડલેમાં જન્મેલા અશીન વિરાથુએ માત્ર 14 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી
  • વિરાથુ મ્યાનમારમાં '969 ચળવળ' માં જોડાયા

હૈદરાબાદ: જ્યારે બૌદ્ધ સાધુનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે મરૂન રંગના વસ્ત્રો પહેરેલા તિબેટીયન ધાર્મિક નેતા દલાઈ લામાની છબી મનમાં ઉભરી આવે છે. શાંતિપૂર્ણ મન, એકાગ્ર, સત્યવાદી, અહિંસક, સર્વજન હિતાય સર્વજન સુખાય છબી, પરંતુ અત્યારે આપણે આવા બૌદ્ધ સાધુ વિશે વાત કરીશું જે અહિંસા નહીં પણ હિંસા વિશે ચર્ચામાં હતા. આ કારણોસર, તેમણે ટાઇમ મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન બનાવ્યું અને લાદેનનું બિરુદ પણ મેળવ્યું. હાલમાં, તે જેલમાંથી મુક્ત થયો છે. છેવટે, આ બૌદ્ધ સાધુઓ કોણ છે? જેલમાં કેમ જવું પડ્યું હતું? બૌદ્ધ સાધુનું બિન લાદેન કનેક્શન શું છે? જાણવા માટે વાંચો ETV Bharat એક્સપ્લેનર (etv bharat explainer)

મામલો શું છે?

મ્યાનમારના બૌદ્ધ સાધુ અશીન વિરાથુને સોમવાર, 6 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ તેમની મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓ માટે જાણીતા છે અને મે 2019 માં યંગૂન સરકારનો વિરોધ કરવા અને નેતા આંગ સાન સૂ કી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાગેડુ જાહેર થયા બાદ નવેમ્બર 2020 માં તેણે પોતાને કાયદાના હવાલે કરી દીધો. આ વર્ષે ફેબ્રુઆરીમાં સેના મ્યાનમારની સત્તા પર આવી અને હવે તેમની સામેના તમામ આરોપો હટાવી દેવામાં આવ્યા છે.

એક બૌદ્ધ સાધુ જેના પર હિંસા ભડકાવવાનો આરોપ છે

કોણ છે અશિન વિરાથુ?

10 જુલાઈ, 1968 ના રોજ બર્માના માંડલેમાં જન્મેલા અશીન વિરાથુએ માત્ર 14 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી અને બૌદ્ધ સાધુ બન્યા. આ બૌદ્ધ સાધુ પ્રથમ વખત નજરમાં ત્યારે આવ્યા જ્યારે વર્ષ 2001 દરમિયાન, તેઓ મ્યાનમારમાં '969 ચળવળ' માં જોડાયા. તે એક રાષ્ટ્રવાદી ચળવળ હતી અને બૌદ્ધ દેશ મ્યાનમારમાં વધતી મુસ્લિમ વસ્તીની વિરુદ્ધ હતો. આ સંગઠન અને આંદોલન સાથે સંકળાયેલા લોકોને કટ્ટરવાદી માનવામાં આવતા હતા, જોકે તેના સમર્થકો આ વાતને નકારી રહ્યા છે.

ભગવાન બુદ્ધના 969ના અર્થનો અનર્થ

અશિન વિરાથુની છબી કટ્ટરવાદી બૌદ્ધ સાધુની છે. તેમના કટ્ટરપંથી ભાષણોને કારણે, તેઓ ઘણી વખત સવાલોના ઘેરાવામાં રહ્યા છે. તેમના સમાન ભાષણો સાથે મુસ્લિમ લઘુમતીઓ સામે વાતાવરણ ઉભું કરવાના આરોપો લાગ્યા છે. 969 નો અર્થ ભગવાન બુદ્ધના ઉપદેશોનો સાર છે, પ્રથમ 9 નો અર્થ બુદ્ધના નવ વિશેષ ગુણો, 6 નો અર્થ બુદ્ધ દ્વારા ઉલ્લેખિત છ કાર્યો અને છેલ્લા 9 નો અર્થ બુદ્ધ દ્વારા સ્થાપિત નવ વિશેષ પાત્રો છે. કુલ મળીને 969 ને બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધના 3 રત્નો માનવામાં આવે છે પરંતુ તેનો અર્થ મ્યાનમારની 969 ની ચળવળમાં ખોવાઈ ગયો હતો.

અશીન વિરાથુએ આંગ સાન સૂ કી અને તેમની સરકાર પર અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી

આંદોલન દ્વારા મ્યાનમારના મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા

આ આંદોલન દ્વારા મ્યાનમારના મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. વિરાથુએ લોકોને મુસ્લિમ દુકાનદારોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હોવાનું કહેવાય છે, બૌદ્ધોના ઘરો અને દુકાનો 969 સાથે ચિહ્નિત કરવામાં આવ્યા હતા અને બૌદ્ધોને અપીલ કરવામાં આવી હતી કે, તેઓ માત્ર બૌદ્ધ દુકાનોમાંથી જ સામાન ખરીદે. કહેવાય છે કે, આ આંદોલન દરમિયાન વિરાથુના ભાષણોની સીડી વેચવાનું શરૂ થયું અને રોહિંગ્યા મુસ્લિમો સામે નફરતથી હિંસાને જન્મ આપ્યો. જેમાં મુસ્લિમ સમુદાયના 10 લોકો માર્યા ગયા. વિરાથુને 2003 માં 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

વિવાદો સાથે છે જૂનો સંબંધ

2003 માં, '969 ચળવળ' ના બે વર્ષ પછી, તેમને તેમના પ્રચાર માટે 25 વર્ષની સજા થઈ. પરંતુ લગભગ 9 વર્ષ પછી, તે અન્ય રાજકીય કેદીઓ સાથે મુક્ત થયો. આ પછી, જ્યારે મ્યાનમારમાં સરકાર તરફથી ઢીલ આપવામાં આવી તો તે ફેસબુક સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય થયો. ચેતવણી બાદ પણ ફેસબુકે ધાર્મિક રીતે ભડકાઉ કન્ટેન્ટ પોસ્ટ કરવા બદલ તેનું પેજ બંધ કરી દીધું હતું.

તેઓ તેમના ભાષણોને કારણે ચર્ચામાં રહ્યા છે.

વિરાથુના નિશાના પર રહે છે રોહિંગ્યા મુસલમાન (rohingya muslims)

વિરાથુએ હંમેશાથી મ્યાનમારમાં વધતી મુસ્લિમ આબાદીનો વિરોધ કર્યો છે, ખાસકરીને રોહિંગ્યા મુસલમાન તેમના નિશાનામાં રહે છે. તેઓ પોતાની રેલીઓમાં રોહિંગ્યા મુસલમાનોને દેશમાંથી કાઢીને કોઇ બીજા દેશમાં મોકલવાની વાત કરે, મ્યાનમારમાં હિંસક અથડામણો માટે મુસ્લિમો અને તેમના પ્રજનન દરને જવાબદાર ઠેરવે છે. આ સિવાય તે બૌદ્ધ મહિલાઓ પર જબરદસ્તી ધર્મપરિવર્તનનો આરોપ પણ લગાવે છે.

એક દિવસ મ્યાનમારમાં મુસ્લિમોની હવે લઘુમતી રહેશે નહીં

2012 માં, જ્યારે રાખિને પ્રાંતમાં રોહિંગ્યા મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચે હિંસા ફાટી નીકળી ત્યારે તે પોતાના ઉશ્કેરણીજનક ભાષણોથી લોકોની લાગણીઓ સાથે સંકળાયેલા હતા. તેઓ કહેતા રહ્યા છે કે, એક દિવસ મ્યાનમારમાં મુસ્લિમોની હવે લઘુમતી રહેશે નહીં, આવા નિવેદનો માત્ર લોકોની ભાવનાઓને જ ભડકાવશે. તેમની છબી અને મંતવ્યો સામે પણ લોકો રહ્યા છે, પરંતુ મ્યાનમારનો મોટો વર્ગ તેમની રાષ્ટ્રવાદી વિચારસરણી સાથે અને રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ ઉભો છે.

રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમારના નથી- વિરાથુ

વિરાથુએ કહ્યું કે, રોહિંગ્યા મુસ્લિમો મ્યાનમારના નથી, તેઓ ઘૂસણખોર છે. તેથી જ તેઓ બૌદ્ધ ધર્મ, સંસ્કૃતિ, ઓળખ અને દેશને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે પોતાના દરેક વિચાર, પગલા, ચળવળને આત્મરક્ષણ તરીકે વર્ણવે છે.

તેઓ રોહિંગ્યાઓને મ્યાનમાર માટે સૌથી મોટો ખતરો ગણાવી રહ્યા છે.

સરકારનો પણ મળ્યો સાથે

મ્યાનમારમાં વિરાથુના મુસ્લિમ વિરોધને જોતા તેને સરકારનું સમર્થન મળતું રહ્યું. વર્ષ 2015 માં એક બૌદ્ધ યુવતી પર દુષ્કર્મ થયાના ખોટા સમાચાર ફેલાયા હતા. જે બાદ વિરાથુએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ભડકાઉ પોસ્ટ લખી હતી. જેમ જેમ અફવા ફેલાઈ, તેમ હિંસા પણ વધી. દરમિયાન, રાષ્ટ્રપતિ થેન સીન(Thein Sein) રોહિંગ્યા મુસ્લિમોને બીજા દેશમાં મોકલવાની યોજના સાથે આવ્યા. તેમની યોજના રોહિંગ્યાઓને UNHCR (United Nations High Commissioner for Refugees) ને સોંપવાની હતી, ત્યારબાદ દેશ રોહિંગ્યાઓને પોતાના આશ્રયમાં લઇ શકે છે, પરંતુ UNHCRએ રાષ્ટ્રપતિની નિંદા કરતા તેને ફગાવી દીધો.

વિરાથુએ મ્યાનમારમાંથી રોહિંગ્યાઓને હાંકી કાઢવાની રાષ્ટ્રપતિ થેન સીન (ડાબે) ની યોજનાનું સમર્થન કર્યું છે

રોહિંગ્યાઓને દેશમાંથી હાંકી કાઢવા માટે ઘણી રેલીઓ કાઢી

વિરાથુએ ખુલ્લેઆમ આ યોજનાને ટેકો આપ્યો અને રોહિંગ્યાઓને દેશમાંથી હાંકી કાઢવા માટે ઘણી રેલીઓ કાઢી. જેની અસર મોટા પાયે હિંસાના રૂપમાં બહાર આવી. વિરાથુની લોકપ્રિયતા સતત વધતી રહી અને તેમની યોજનાને સમર્થન મળતા જોઈને સરકારે પણ તેને પ્રોત્સાહન આપ્યું. ઘણી જગ્યાએ રમખાણો થયા અને રોહિંગ્યાઓને નિશાન બનાવવામાં આવ્યા અને એક તબક્કે એવું પણ આવ્યું કે, રોહિંગ્યા મુસ્લિમોનું બર્માથી અન્ય દેશોમાં સ્થળાંતર કરવું ભારત સહિત પડોશી દેશો માટે મુશ્કેલી બની ગયું.

ટાઇમ મેગેઝિનના કવર પર વિરાથુ

1 જુલાઈ, 2013 ના રોજ, પ્રખ્યાત ટાઇમ મેગેઝિને તેમને કવર પેજ પર દર્શાવ્યા હતા અને 'ધ ફેસ ઓફ બુદ્ધિસ્ટ ટેરર' અથવા બૌદ્ધ આતંક નો ચહેરા તેની હેડલાઇન આપી હતી. મ્યાનમારમાં મેગેઝિનના આ અંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટાઇમ લેખના જવાબમાં, રાષ્ટ્રપતિએ વિરાથુને 'ભગવાન બુદ્ધનો પુત્ર' જણાવ્યો હતો.

ટાઇમ મેગેઝિન કવર (ફોટો ટ્વિટર)
ટાઇમ મેગેઝિન કવર (ફોટો ટ્વિટર)

દુનિયા અલ્પસંખ્યકોના રૂપમાં મુસ્લિમોને દયાના ભાવથી જોવે છે

ટાઇમના કવર પેજને લઇને વિરાથુએ કહ્યું કે, મને જાણી જોઇને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. દુનિયા અલ્પસંખ્યકોના રૂપમાં મુસ્લિમોને દયાના ભાવથી જોવે છે, પરંતું તેમને જાણીએ તો ખબર પડે છે કે, આ નાનો સમૂહ કેટલો ખોટો છે. આ લોકો કેટલું નુક્સાન પહોંચાડે છે. માત્ર અમારો ધર્મ ખતરામાં નથી. આખો દેશ ખતરામાં છે. જેવી રીતે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવ્યો, તેવી જ રીતે 2010થી તેઓ બર્માને ઇસ્લામિક સ્ટેટ બનાવવાની કોશિશમાં છે.

અશિન વિરાથુ"બર્માનો બિન લાદેન" (bin laden of burma)

એકવાર વિરાથુને પૂછવામાં આવ્યું કે, શું તેઓ બર્માના બિન લાદેન છે. વિરાથુએ કહ્યું, તેઓ આ વાતને લઇને ઇનકાર નહી કરે, જો કે તેમના ઘણા એવા નિવેદન છે જેણે એક બૌદ્ધ સાધુની છબિને અહીં સુધી પહોંચાડી દીધી છે.

  • તમારી અંદર દયા અને પ્રેમ ભરેલો હોઇ શકે છે. એટલે એનો મતલબ એ નહીં કે તમે કોઇ પાગલ કુતરાના બાજુમાં સુઇ જાવ.
  • મુસ્લિમો આફ્રિકન વરુ જેવા છે. તેઓ ઝડપથી વસ્તીમાં વધારો કરે છે. હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેઓ આજુ-બાજુના પ્રાણીઓને ખાઇ જાય છે. તેઓ સંસાધનોને નકામા કરી દે છે.
  • હું તો અમારા પ્રિયજનોની રક્ષા કરી રહ્યો છું. જેવી રીતે તમે તમારા પ્રિયજનની રક્ષા કરશો. હું બસ લોકોને મુસ્લિમ પ્રતિ ચેતવણી આપું છું. વિચાર, કે તમારી પાસે એક કૂતરો હોય. જો તમારા ઘરમાં કોિ અજનબી આવે, તો એ કૂતરો ભસતો. કારણ કે તમને સાવધાન કરી શકે. હું એ જ કૂતરાની જેમ છું. હું ભસીને સાવધાન કરું છું.
  • મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના વિશેષ પ્રતિનિધિ યાંગ લી કોને પણ વિરાથુએ વેશ્યા કહ્યા હતા. રોહિંગ્યા મુસલમાનોના સમર્થનના આરોપમાં વિરાથુએ કહ્યું કે, માત્ર એ કારણ કે તમે સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરો છો, તમે સમ્માનિત મહિલા નથી, અમારા દેશમાં તમે માત્ર એક વેશ્યા છો.
    અશીન વિરાથુની છબી 'રાષ્ટ્રવાદી' બૌદ્ધ સાધુની છે

એક રાષ્ટ્રવાદી બોદ્ધ સાધુ

માંડલે મ્યાનમારનું બીજુ સૌથી મોટું શહેર છે, જ્યાં વિરાથુનો જન્મ થયો. કહેવાય છે કે, વિરાથુનો મઢ આ શહેરમાં જ છે, જેના પ્રવેશ દ્વાર પર કથિત રૂપથી મુસ્લિમો દ્વારા માર્યા ગયેલા બૌદ્ધોની તસવીર લગાવેલી છે. જો આ સત્ય પણ છે તો એક બૌદ્ધ સાધુ આ તસવીરને લગાવીને શું સંદેશ આપવા માંગે છે. તેઓ પોતાના બધા નિવેદનને મ્યાનમારની ભલાઇ સાથે જોડી દે છે.

બૌદ્ધ ધર્મ સત્ય, અહિંસા, ભાઇચારો અને હળીમળીને રહેવાનો સંદેશ આપે છે

વિરાથુ ભલે એક બૌદ્ધ સાધુ હોય, પરંતું બુદ્ધના અહિંસા અને ધર્મના પાઠથી અલગ જ તેમનો રસ્તો હિંસા તરફ જાય છે. બૌદ્ધ ધર્મ સત્ય, અહિંસા, ભાઇચારો અને હળીમળીને રહેવાનો સંદેશ આપે છે, જેવા કે તિબ્બતી ધર્મ ગુરુ દલાઇ લામા. વિરાથુ ભલે પોતાને આ માર્ગે માનતા હતા પરંતું તેમના વિચારો આનાથી બિલકુલ અલગ છે. મ્યાનમારના કેટલાય લોકો માને છે કે, ડર એવાતનો છે કે વિરાથુ બર્માના બૌદ્ધ સમુદાયના ચહેરા તરીકે બહારની દુનિયામાં ઉભરી રહ્યા છે અને એક વાત ચોક્કસ છે કે, તેઓ તેનું પ્રતિનિધિત્વ કરતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.