- ગુજરાતમાં યુનાઇટેડ કિસાન મોર્ચાનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો
- ભાકિયુ જનરલ સેક્રેટરી યુદ્ધવીરસિંહ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતમાં
- ખેડૂત ડરશે નહી. તે પોતાના આંદોલનને વધુ દૃઢતાથી આગળ ધપાવશે: ટિકૈતે
ગાઝિયાબાદ/નવી દિલ્હી: ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું છે કે, શુક્રવારે ગુજરાતમાં યુનાઇટેડ કિસાન મોર્ચાનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો. મોર્ચા દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, ભાકિયુ જનરલ સેક્રેટરી યુદ્ધવીરસિંહ 4 અને 5 એપ્રિલના રોજ યોજાનારા સૂચિત કિસાન મોર્ચાના કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો: હર્બર્તપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયત સંબોધશે
4 અને 5 એપ્રિલે ગુજરાતમાં કાર્યક્રમો યોજાશે
રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ખેડૂત ડરશે નહી. તે પોતાના આંદોલનને વધુ દૃઢતાથી આગળ ધપાવશે. ગુજરાતમાં 4 અને 5 એપ્રિલે સૂચિત કાર્યક્રમો યોજવામાં આવશે. યુનાઇટેડ કિસાન મોર્ચાના બે દિવસીય કાર્યક્રમમાં મંદિર દર્શન અને કિસાન સંવાદનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા યવતમાલમાં યોજાનારી ખેડૂતોની મહાપંચાયત રદ
દેશભરમાં મહાપાંચાયતોનો રાઉન્ડ ચાલુ છે
ગાઝીપુર સરહદે ખેડુતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા રાકેશ ટિકૈત દેશભરની મહાપંચાયતોનો દૌર ચાલુ છે. દેશના જુદા જુદા ભાગોમાં જઇને, રાકેશ ટિકૈત ખેડૂતો સાથે મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે.