ETV Bharat / bharat

UAEથી આવેલા વ્યક્તિમાં મળ્યો મંકીપોક્સ, કેરળનો 5મો કેસ - Kerala Health Minister

કેરળમાં મંકીપોક્સનો (monkeypox Cases in Kerala) વધુ એક કેસ સામે આવ્યો છે. અહીં આ કેસ સાથે, કેરળમાંથી કુલ પાંચ કેસની (Kerala Monkeypox Infection) ખાતરી થઈ છે. જે વ્યક્તિમાં ચેપની પુષ્ટિ થઈ છે તે યુએઈથી પાછો આવ્યો હતો. મંકીપોક્સને લઈને કેરળનો આરોગ્ય વિભાગ એકાએક ચિંતામાં મૂકાઈ ગયો છે.

UAEથી આવેલા વ્યક્તિમાં મળ્યો મંકીપોક્સ, કેરળનો 5મો કેસ

author img

By

Published : Aug 2, 2022, 7:11 PM IST

તિરુવનંતપુરમ: ગયા મહિને કેરળમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફરેલા 30 વર્ષીય વ્યક્તિએ મંકીપોક્સ (Monkeypox Cases in Kerala) માટે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે પોઝિટિવ (Kerala Monkeypox Infection) આવતા સંક્રમિત થયો હતો. આ સાથે નવા મળી આવેલા કેસથી વાયરસથી (Monkeypox Virus Precaution) સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા 5 થઈ ગઈ છે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે (Kerala Health Minister) મંગળવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ તારીખ 27 જુલાઈના રોજ કાલિકટ એરપોર્ટ પર ઉતર્યો હતો અને મલપ્પુરમ જિલ્લાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: 35 સાયકલો સાથે ભરૂચ પોલીસે ઝડપ્યા બે શખ્સોને, જે શક્ય બન્યું આ પ્રોજેકટથી

સ્થિતિ સ્થિર: કેરળના આરોગ્ય પ્રધાન વીણાએ કહ્યું કે તેમની હાલત સ્થિર છે. વ્યક્તિના માતા-પિતા અને તેના સંપર્કમાં આવેલા અન્ય લોકો પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં મંકીપોક્સનો આ 5મો કેસ છે. મંકીપોક્સના પ્રથમ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અન્યની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો: દુશ્મનોના છક્કા છોડાવશે MQ9 રીપર ડ્રોન અને R9X હેલફાયર મિસાઇલ

થ્રિસુરમાં પહેલો કેસ: મંકીપોક્સનો પ્રથમ કેસ કેરળના થ્રિસુરમાં નોંધાયો હતો. આરોગ્ય અધિકારીઓ હવે તે જાણવા માટે કેસનો અભ્યાસ કરી રહ્યા છે કે ગયા મહિને જ્યારે તે રાજ્યમાં આવ્યો ત્યારે માહિતી અટકાવવામાં આવી હતી કે કેમ. બીજા દિવસે તેના મિત્ર સાથે ફૂટબોલ રમ્યો હતો. તેના સંપર્કમાં આવેલા કુલ 21 લોકોને આઈસોલેશનમાં રાખવા માટે આદેશ કરાયો હતો. હવે એમનું નિરિક્ષણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.