ETV Bharat / bharat

Karnataka News : કર્ણાટક હાઈકોર્ટે ફેસબુકને લીધું ઝપેટમાં, તપાસમાં સહકાર નહીં આપે તો ભારતમાં બંધ થશે ફેસબુક - facebook fake account

કર્ણાટક હાઈકોર્ટે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જાયન્ટ ફેસબુકને ચેતવણી આપી હતી કે તે એક સાઉદી અરેબિયામાં ભારતીય નાગરિકની કેદના કેસની તપાસમાં રાજ્ય પોલીસ સાથેના તેના કથિત અસહકારને પગલે ભારતમાં સોશિયલ મીડિયા જાયન્ટની પ્રવૃત્તિઓને બંધ કરવાનો આદેશ જારી કરવાનું વિચારશે.

Karnataka News : કર્ણાટક હાઈકોર્ટે ફેસબુકને લીધું ઝપેટમાં, તપાસમાં સહકાર નહીં આપે તો ભારતમાં બંધ થશે ફેસબુક

author img

By

Published : Jun 15, 2023, 7:44 PM IST

બેંગ્લુરુ : કર્ણાટક હાઈકોર્ટે બુધવારે ફેસબુકને ચેતવણી આપી હતી કે તે ભારતમાં સોશિયલ મીડિયા જાયન્ટની પ્રવૃત્તિઓને બંધ કરવાનો આદેશ જારી કરવા પર વિચાર કરશે. જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની બેન્ચે ફેસબુકને આ ચેતવણી આપી છે. તેઓ દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગ્લુરુ નજીક બિકર્નાકટ્ટેની રહેવાસી કવિતા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહ્યાં હતાં. બેન્ચે ફેસબુકને એક સપ્તાહમાં જરૂરી માહિતી સાથેનો સંપૂર્ણ રિપોર્ટ સબમિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

22 જૂને થશે વધુ સુનાવણી : કોર્ટે વધુ સુનાવણી 22 જૂન સુધી મુલતવી રાખતાં એમ પણ કહ્યું કે એ પણ દુઃખદ છે કે ખોટા કેસમાં ભારતીય નાગરિકની ધરપકડના મામલામાં શું કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેની માહિતી કેન્દ્ર સરકારે આપવી જોઈએ. મેંગલુરુ પોલીસે પણ યોગ્ય તપાસ હાથ ધરવી પડશે અને રિપોર્ટ સબમિટ કરવો પડશે. અરજીકર્તા મહિલા કવિતાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેના 52 વર્ષીય પતિ શૈલેષ કુમાર 25 વર્ષથી સાઉદી અરેબિયામાં એક કંપનીમાં કામ કરતાં હતાં, અને તે તેમના બાળકો સાથે તેમના વતનના ઘરમાં રહેતી હતી.

નકલી ફેસબુક એકાઉન્ટ : કવિતાના જણાવવા પ્રમાણે ેણે 2019માં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) ના સમર્થનમાં ફેસબુક પર એક સંદેશ મૂક્યો હતો. પરંતુ અજાણ્યા લોકોએ તેના નામે નકલી ફેસબુક એકાઉન્ટ ખોલ્યું અને સાઉદી અરેબિયાના રાજા અને ઇસ્લામ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ્સ પોસ્ટ કરી. તેની જાણ થતાં જ શૈલેષ કુમારે પરિવારને જાણ કરી હતી અને કવિતાએ આ અંગે મેંગલુરુમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે સાઉદી પોલીસે શૈલેષ કુમારની ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો હતો.

ફેસબુકે પોલીસને જવાબ ન આપ્યો : આ મામલામાં મેંગ્લુરુ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફેસબુકને પત્ર લખીને નકલી ફેસબુક એકાઉન્ટ ખોલવા અંગે માહિતી માંગી હતી. પરંતુ ફેસબુકે પોલીસને જવાબ આપ્યો ન હતો. 2021માં અરજદાર કવિતાએ તપાસમાં વિલંબ પર સવાલ ઉઠાવતા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં અને તેના પતિ શૈલેષ કુમારેને જેલમાંથી મુક્ત કરાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો હતો.

કેન્દ્ર સરકારને રીપોર્ટ કરવા કહ્યું : કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ કહ્યું છે કે આ મામલામાં રીપોર્ટ કરે કે એક ભારતીય નાગરિકને ખાટા કેસમાં વિદેશમાં ધરપકડ કરી જેલમાં રખાયો છે તેના કેન્દ્ર સરકારે શી કાર્યવાહી કરી છે.

  1. Wrestlers Protest: દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કેન્સલેશન રિપોર્ટ ફાઈલ કર્યો
  2. Twitter Office Shutdown : ટ્વિટરના માલિકને ગરીબી આંટો લઈ ગઈ કે શું? અમેરીકામાં ઓફિસનું ભાડું ચૂકવવામાં ફાંફાં
  3. Karnataka HC warns Facebook: કર્ણાટક હાઈકોર્ટે ફેસબુકને ચેતવણી આપી છે કે.... ભારતમાં બંધ થઈ જશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.