બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે દુબઈ સ્થિત એક મહિલા વિરુદ્ધ તેના નામે ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ પર અશ્લીલ વીડિયો અપલોડ કરવા બદલ નોંધાયેલ કેસને રદ કરવાનો ઈન્કાર કરી (Karnataka High Court refuses to quash obscene video case against a woman) દીધો છે. દુબઈમાં 13 વર્ષથી રહેતી આ મહિલાએ બેંગ્લોર ઈસ્ટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં (Bangalore East Cyber Crime Police) અરજી દાખલ કરીને તેની સામે નોંધાયેલા કેસને રદ કરવાની માંગ કરી હતી.
અરજદાર શંકાસ્પદ આરોપી છે: જસ્ટિસ કે. નટરાજનની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી ફગાવી દીધી હતી અને તેમને તપાસ એજન્સીઓને સહકાર આપવા જણાવ્યું હતું. બેન્ચે વધુમાં કહ્યું હતું કે, ગુના માટે વપરાયેલ સિમ કાર્ડ અરજદારના નામે ખરીદવામાં આવ્યું હતું, તેથી તેનું નામ સામેલ કરવાનો અર્થ એ નથી કે તે દોષિત છે. અરજદાર શંકાસ્પદ આરોપી છે અને કેસમાં વાસ્તવિક ગુનેગારો સુધી પહોંચવા માટે તેની તપાસ કરવાની જરૂર છે. કોર્ટે એમ પણ કહ્યું કે, મહિલાએ કેસમાંથી (Dubai based woman uploaded the obscene video) પોતાનું નામ હટાવવા માટે તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવું પડશે. તેણીએ સત્તાવાર રીતે પ્રમાણિત કરવું પડશે કે, કોઈએ તેના નામે સિમ કાર્ડ ખરીદ્યું છે અને આ વાસ્તવિક ગુનેગારો સામે ચાર્જશીટ દાખલ કરવામાં મદદ કરશે.
સિમકાર્ડ તેની જાણ વગર ખરીદાયું: મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે મહિલા વિરુદ્ધ કેસ (Obscene video case against a woman) નોંધવામાં આવ્યો હતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 67 અને 67 (B) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાના વકીલે કહ્યું કે, અરજદાર 13 વર્ષથી દુબઈમાં રહે છે અને જો તેની જાણ વગર બેંગ્લોરમાં તેના નામે સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું હોય તો તે જવાબદાર નથી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, તપાસમાં સત્ય બહાર આવવું જોઈએ કે સિમકાર્ડ તેની જાણ વગર ખરીદવામાં આવ્યું હતું કે પછી તેણે તે ખરીદીને અન્ય વ્યક્તિને આપ્યું હતું.