ETV Bharat / bharat

Karnataka Girl in Burqa : જમિયતે ઉલેમા એ હિન્દ આ વિદ્યાર્થિનીને 5 લાખની ઇનામી રકમ આપશે - Karnataka Girl in Burqa

જમીયત ઉલમા-એ-હિંદ (JuH) કર્ણાટકની બુરખો પહેરેલી વિદ્યાર્થિનીને 5 લાખ રૂપિયાનું ઇનામ આપશે. તેણે વિરોધ કરતાં વિદ્યાર્થીઓનો સામનો કરી પોતાના બુરખો પહેરવાના અધિકારને જાળવી (Karnataka Girl in Burqa) રાખવા બદલ પ્રસિદ્ધિ મેળવી હતી.

Karnataka Girl in Burqa : જમિયતે ઉલેમા એ હિન્દ આ વિદ્યાર્થિનીને 5 લાખની ઇનામી રકમ આપશે

author img

By

Published : Feb 10, 2022, 2:13 PM IST

લખનૌ (યુપી): જમીયત ઉલમા-એ-હિંદ (JuH) એ કર્ણાટકની બુરખો પહેરેલી વિદ્યાર્થિની માટે (Bibi Muskan Khan) 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત (Rs 5L for Karnataka girl in burqa: Jamiat Ulama-i-Hind ) કરી છે જેણે આ અઠવાડિયાની શરૂઆતમાં સેંકડો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો સામનો કરતી વખતે બુરખો પહેરવાનો પોતાનો અધિકાર જાળવી રાખવા (Karnataka Girl in Burqa) બદલ પ્રસિદ્ધિ મેળવી હતી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ પણ કર્ણાટક સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધ પર ટીકા કરી હતી અને તેને વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ ગણાવી હતી.

મદનીએ શું કહ્યું?

JuH પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ (Maulana Mahmood Madani ) જણાવ્યું હતું કે વિદ્યાર્થિની બીબી મુસ્કાન ખાને (Bibi Muskan Khan ) વિરોધ સામે તેના બંધારણીય અને ધાર્મિક અધિકારો માટે બહાદુર વલણ અપનાવ્યું હતું. મદનીએ કહ્યું કે 5 લાખ રૂપિયા તેની બહાદુરી માટે પ્રોત્સાહન રકમ છે. JUH બીબી મુસ્કાન ખાનને રૂ. 5 લાખ રોકડ આપશે. તેણે પોતાના બંધારણીય અને ધાર્મિક અધિકારો માટે વિરોધનો વિરોધ (Karnataka Girl in Burqa) કર્યો હતો," મદનીએ કહ્યું.

હિજાબ વિવાદ સૌહાર્દને ખલેલ પહોંચાડવાની કોશિશઃ રહેમાની

AIMPLBના જનરલ સેક્રેટરી મૌલાના ખાલિદ સૈફુલ્લા રહેમાનીએ પણ હિજાબ પર પ્રતિબંધ મૂકવાના વિવાદને દેશમાં શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. મુસ્લિમ મહિલાઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાથી અટકાવવી એ વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ સમાન છે. કર્ણાટક સરકારની નિંદા કરતા રહેમાનીએ કહ્યું કે ધર્મનિરપેક્ષ રાજ્ય અને દેશમાં વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાની અને તેના કપડાં (Karnataka Girl in Burqa) જેવા પ્રતીકોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે. પરંતુ બિનસાંપ્રદાયિક રાજ્યમાં કોઈપણ સરકારે તેના નાગરિકો પર કોઈ ચોક્કસ ડ્રેસ કોડની ફરજ પાડવી જોઈએ નહીં. અમે માગ કરીએ છીએ કે કર્ણાટક સરકાર તેના વિદ્યાર્થીઓ અને નાગરિકો પર ડ્રેસ કોડ લાગુ ન કરે."

આ પણ વાંચોઃ Karnataka Hijab Row: કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ હાયર બેન્ચને મોકલ્યો

ઘટના શું હતી?

વાઈરલ થયેલા એક વીડિયોમાં બુરખો પહેરેલી મુસ્કાન કેસરી ખેસ પહેરેલા યુવક સામનો કરતી જોવા (Karnataka Girl in Burqa) મળી હતી. જેઓ 'જય શ્રી રામ'ના નારા લગાવી રહ્યો હતો અને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેની સામે માંડ્યાની પીઈએસ કોલેજના કોમર્સના બીજા વર્ષની વિદ્યાર્થિની બીબી મુસ્કાન ખાન (Bibi Muskan Khan ) “અલ્લાહ હુ અકબર” ના નારા લગાવીને વળતો વિરોધ કરતી જોવા મળી હતી. મુસ્કાને પ્રેસ મીટમાં પોતાની વાત મૂકી હતી. "જ્યારે હું કૉલેજમાં દાખલ થઇ ત્યારે તેઓ મને માત્ર એટલા માટે આવવા દેતાં ન હતાં કારણ કે મેં બુરખો પહેર્યો હતો. હું મારું અસાઇનમેન્ટ આપવા કૉલેજ ગઇ હતી. હું કૉલેજમાંથી બહાર આવી ત્યારે કેટલાક છોકરાઓએ મને બુરખો ઉતારવાનું કહ્યું. તેઓ જય શ્રી રામના નારા કરવા લાગ્યાં હતાં. તેથી સામે મેં “અલ્લાહ હુ અકબર” ની બૂમો પાડવાનું શરૂ કર્યું. મને ચિંતા નહોતી. હું કોર્ટના આદેશનું પાલન કરીશ."

મુસ્કાનનું મહત્ત્વનું નિવેદન

મુસ્કાને (Karnataka Girl in Burqa) કહ્યું કે " ભારત એક આઝાદ દેશ છે જ્યાં દરેકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. મારા હિંદુ મિત્રો બધાં મારા હિજાબ પહેરવાના અધિકારનું સમર્થન કરી રહ્યાં છે અને મને ઘેરાવ કરી રહેલા મોટાભાગના લોકો બહારના હતાં. હું (Bibi Muskan Khan ) મારા ધર્મનું પાલન કરીશ. મારા મિત્રો તેમના ધર્મનું પાલન કરશે. તેમાં કંઈ ખોટું નથી."

આ પણ વાંચોઃ Karnataka hijab controversy : કર્ણાટક હાઇકોર્ટમાંથી કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી, તાત્કાલિક સુનાવણીનો ઇનકાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.