મૈસૂર (કર્ણાટક): કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP)ની એક મહિલા કાર્યકર્તાએ રોડ શો દરમિયાન 'ઉત્સાહમાં' પોતાનો ફોન મૂકી દીધો હતો, જોકે તેણે કોઈ દ્વેષથી આવું કર્યું ન હતું. ફોન કારના બોનેટ પર પડ્યો હતો. જો કે, વડા પ્રધાને તેની નોંધ લીધી અને સાથેના સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) અધિકારીઓને આ વાંધો દર્શાવ્યો.
-
#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
— ANI (@ANI) April 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
— ANI (@ANI) April 30, 2023#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
— ANI (@ANI) April 30, 2023
જવાનોએ ફોન પરત કર્યો: અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે કહ્યું, 'વડાપ્રધાન એસપીજીના સુરક્ષા કવચ હેઠળ હતા. મહિલા (જેનો ફોન પીએમના વાહન પર પડ્યો હતો) ભાજપની કાર્યકર હતી. બાદમાં એસપીજીના જવાનોએ તેમને ફોન પરત કર્યો હતો. તેણે કહ્યું, 'તે ઉત્સાહથી ફેંકવામાં આવ્યો હતો અને મહિલાનો કોઈ ખરાબ ઈરાદો નહોતો. જો કે અમે મહિલાને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ઘટના ત્યારે બની જ્યારે મૈસુર-કોડાગુના સાંસદ પ્રતાપ સિમ્હા અને પૂર્વ મંત્રીઓ કે. એસ. ઈશ્વરપ્પા અને એસ. એ. રામદાસની સાથે જ વડાપ્રધાન મોદી રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને હાથ લહેરાવતા હતા.
Karnataka Election 2023: દાવણગેરે દક્ષિણ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર
ચૂંટણી પ્રચારની સમાપ્તિ: આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં પોતાના બે દિવસીય ચૂંટણી પ્રચારની સમાપ્તિ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે મૈસુરમાં એક વિશાળ રોડ શો કર્યો હતો. વડાપ્રધાને બે દિવસમાં છ જાહેરસભાઓને પણ સંબોધી હતી. વાર્ષિક મૈસુર દશેરાના છેલ્લા દિવસે લોકપ્રિય 'જંબુ સાવરી' વચ્ચે વડાપ્રધાનનો રોડ શો શહેરના વિવિધ ભાગોમાંથી પસાર થયો હતો. મોદી રવિનાર સાંજે રાજ્યમાં તેમની ત્રીજી જાહેર સભાને સંબોધિત કર્યા બાદ હાસન જિલ્લામાંથી અહીં પહોંચ્યા હતા અને ખાસ ડિઝાઇન કરેલા વાહનમાં રોડ શોમાં ભાગ લીધો હતો.
Telangana New Secretariat: હેવ તમામ અધીકારીનુ નવુ સરનામું, નવા સચિવાલયનો આજે ઉદ્ઘાટન સમારોહ
લોકોનું અભિવાદન સ્વીકાર્યું: રોડ શો દરમિયાન મોદીએ પરંપરાગત મૈસૂર 'પેટા' અને કેસરી શાલ પહેરી હતી. તેમણે રસ્તાની બંને બાજુએ મોટી સંખ્યામાં ઉમટેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. પરંપરાગત વેશભૂષામાં પુરુષો અને સ્ત્રીઓની સાંસ્કૃતિક ટુકડી પણ સમગ્ર માર્ગ પર ચાલી હતી. રોડ શોના માર્ગ પર ભાજપના ઝંડા અને પોસ્ટરો અને વડાપ્રધાનના કટઆઉટ જોવા મળ્યા હતા. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે.