ETV Bharat / bharat

Journey Of Radio In India: જાણો તેમાં કેટલું પરિવર્તન આવ્યું - એઆઈઆરની પ્રથમ મહિલા સમાચારવાચક સઇદા બાનો

બ્રિટિશ સરકારે ભારતનો કબજો લઇ લીધાં પછી સૌથી પહેલાં પ્રેસ પર ધાપ મારી હતી. આ સેન્સરશિપથી રેડિયો ( Radio ) પણ બચી શક્યો ન હતો અને બ્રિટિશરોએ તેની કમાન પણ હાથમાં લઇ લીધી હતી. ત્યારથી લઇને આજ સુધી, આઝાદીની ચળવળથી માંડીને મન કી બાત સુધી, જાણો રેડિયોની સફર 94 વર્ષમાં કેટલી બદલાઈ ગઈ?

Journey Of Radio In India: જાણો તેમાં કેટલું પરિવર્તન આવ્યું

author img

By

Published : Jul 27, 2021, 7:55 PM IST

  • રેડિયોની મોજીલી સફરની યશગાથા
  • રેડિયોની શરુઆત બ્રિટિશ શાસનના સમયથી થઈ હતી
  • 23 જુલાઈ 1927ના રોજ બોમ્બે કેન્દ્રથી થઈ હતી શરુઆત

આજના યુગમાં ભલે સ્માર્ટ ફોન્સ ( Smart Phones ) તમામ પ્રકારનાં માધ્યમોને ભારે પડી રહ્યા હોય, પરંતુ રેડિયો ( Radio ) આજે પણ લોકોને પ્રિય છે. ખાસ કરીને એફએમ રેડિયોની ( FM Radio ) શરૂઆતથી લોકો હજી પણ તેમના ફોનમાં અથવા વાહનોમાં પ્રેમથી નવાજૂના સદાબહાર ગીતો સાંભળવાનું પસંદ કરે છે. માત્ર વાહનોમાં જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં પણ આજે રેડિયો એ મનોરંજન અને માહિતીનું મુખ્ય માધ્યમ છે. દેશની આઝાદી પહેલા બ્રિટીશ સરકારે તેનું મહત્વ સમજી લીધું હતું અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) તેની ઉપયોગિતાને સમજીને લોકોને જોડવાનું પસંદ કર્યું છે. આજે તત્કાલીન બોમ્બેમાં રેડિયોની યાત્રાની શરૂઆતના પ્રસંગે ચાલો આપણે તેના વિશે કેટલીક વિશેષ વાતો જાણીએ.
પ્રારંભિક અવસ્થામાં રેડિયોની શી હતી સ્થિતિ

ભારતીય રેડિયો બ્રોડકાસ્ટિંગની (Indian Radio Broadcasts) પ્રથમ શરૂઆત 23 જુલાઈ 1927 ના રોજ ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપનીના ( Indian Broadcasting Company ) બોમ્બે (હાલના મુંબઈ) કેન્દ્રથી થઈ હતી, જેણે એક સદીની યાત્રા પૂર્ણ કરી છે. વર્ષ 1930માં, તત્કાલીન બ્રિટીશ સરકારે, આ માધ્યમના મહત્વને સમજીને, તેને તેના નિયંત્રણમાં લઈ લીધું અને તેનું નામ ભારતીય રાજ્ય પ્રસારણ સેવા રાખ્યું, જેણે 1936 પછીથી ઓલ ઈન્ડિયાના નામથી દરેક ઘરમાં તેના અવાજનો જાદૂ પાથરવાનું શરૂ કર્યું. રેડિયોને ( Radio ) આઝાદી પછી માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ જાહેર પ્રસારણ માધ્યમને ઓલ ઇન્ડિયા રેડિયો- એઆઈઆર ( AIR ) તરીકે નામ આપ્યું. સવારે, બપોરે, સાંજના સમાચાર, ગીતો, નાટકો, ખેડૂતો અને લશ્કરી ભાઈઓ, મિત્રો, યુવાનો અને બાળકો માટે વિવિધ કાર્યક્રમો, વાતો, મુલાકાતો પ્રસારિત કરવામાં આવી હતી. પત્રો વાંચવામાં આવતાં હતાં. પ્રાદેશિક કેન્દ્રો સાથે વિવિધ ભારતી દરેક ઘરમાં ખૂબ જ પ્રખ્યાત હતું.

રેડિયો આજે પણ 99 ટકા વસતી સુધી પહોંચતું સૌથી અસરકારક માધ્યમ

માહિતીની વિશ્વસનીયતા માટે બીબીસી ( BBC ) પર આંધળો વિશ્વાસ મૂકવામાં આવતો હતો. ઇન્દિરા ગાંધીની હત્યા સમયે આ દુઃખદ સમાચાર પર કોઈ માનતું ન હતું. જ્યારે બીબીસીએ આ અંગે જાણ કરી ત્યારે દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ તે સમય હતો જ્યારે દૂરદર્શને મધ્યમવર્ગના ઘરોમાં પ્રવેશવાનું શરૂ કર્યું. નવ દાયકામાં, રેડિયો મહાનગરના ડ્રોઇંગ રૂમથી લઈને ગામના ચોક અને ખેડૂતોના ખેતરો સુધી ગયો છે. છેલ્લા અઢી દાયકામાં મનોરંજન અને શીખવાના સંસાધનોના વિસ્ફોટક વિસ્તરણ છતાં, રેડિયો ( Radio ) દેશની લગભગ 99 ટકા વસતી સુધી પહોંચતું પ્રાથમિક સંદેશાવ્યવહારનું સૌથી અસરકારક માધ્યમ છે. આથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય તમામ માધ્યમોને છોડીને દેશની જનતા સાથે પોતાના મનની વાત વહેંચવા માટે આ માધ્યમ પસંદ કર્યું.
એક નજર રેડિયોની ( Radio ) દિલચશ્પ સફર ઉપર
રેડિયો ( Radio ) ટ્રાન્સમિશન માટે 'બ્રોડકાસ્ટિંગ' શબ્દનો ઉપયોગ મૂળ તો કૃષિ સંબંધિત હતો. જેનો અર્થ 'બીજને વિખેરવા' એવો થતો હતો. બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ અને અન્ય રેડિયો ક્લબના કાર્યક્રમોથી બ્રિટિશ રાજ દરમિયાન જૂન 1923માં પ્રારંભ થયો. 23 જુલાઈ 1927 ના રોજ કરાર મુજબ ખાનગી ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ (IBC) ને બે રેડિયો સ્ટેશન ચલાવવાની સત્તા આપવામાં આવી હતી. બોમ્બે સ્ટેશન 23 જુલાઈ 1927ના રોજ અને કલકત્તા સ્ટેશન 26 ઓગસ્ટ 1927ના રોજ શરૂ થયું. 1 માર્ચ 1930ના રોજ બ્રિટીશ સરકાર દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો અને 1 એપ્રિલ 1930ના રોજ, ભારતીય રાજ્ય પ્રસારણ સેવા (ISBS) બે વર્ષ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી. ઓલ ઇન્ડિયા રેડિયો કાયમી ધોરણે મે 1932માં શરૂ થયો.

AIR નાં પ્રથમ મહિલા સમાચાર વાચક, સઇદા બાનો

1 ઓક્ટોબર 1939 ના રોજ પશ્તો ભાષામાં રેડિયો ( Radio ) પ્રસારણોથી બાહ્ય સેવાની શરૂ થઈ. તેનો ઉદ્દેશ અફઘાનિસ્તાન, પર્શિયા અને અરબ દેશોમાં નિર્દેશિત જર્મન રેડિયો પ્રચાર સામે લડવાનો હતો. 1939માં, પૂર્વ ભારતમાં ઢાકા સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરાયું, જે હવે બાંગ્લાદેશમાં છે. જ્યારે 1947માં ભારત સ્વતંત્ર થયું, ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયોએ તેની પ્રથમ મહિલા સમાચારવાચક, સઇદા બાનોની ( Radio's first female newscaster Saida Bano ) નિમણૂક કરી. જેમણે ઉર્દૂમાં સમાચાર વાંચ્યા હતાં.એ સમયે AIR નેટવર્ક પાસે ફક્ત 6 સ્ટેશન હતાં. ( દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, લખનઉ અને તિરુચિરાપલ્લી ) એ સમયે ભારતમાં રેડિયો સેટની કુલ સંખ્યા લગભગ 275,000 હતી. રેડિયો સિલોનને ટક્કર આપવા માટે 3 ઓક્ટોબર 1957ના રોજ વિવિધ ભારતી સેવા શરુ કરવામાં આવી. ડેક્કન રેડિયો( નિઝામ રેડિયો 1932 ) હૈદરાબાદ રાજ્ય (તેલંગાણા રાજ્ય )નું પહેલું રેડિયો સ્ટેશન 3 ફેબ્રુઆરી 1935ના દિવસે ઓન એર થયું હતું. તેને હૈદરાબાદના 7માં નિઝામ મીર ઉસ્માન અલીખાને લોન્ચ કર્યું હતું. 1 એપ્રિલ 1950માં ડેક્કન રેડિયોને કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લઇ લીધું હતું અને 1956માં તેને ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) માં ભેળવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Google Meet : ફ્રી સર્વિસના ઉપભોક્તાઓ 1 કલાકથી વધુ સમય માટે વીડિયો કોલ નહિ કરી શકે

આ પણ વાંચોઃ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરના તળાવ કદાચ ખરેખર નથી!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.