ETV Bharat / bharat

કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે શ્રીનગરની NIA કોર્ટ સમક્ષ જૈશ મોડ્યુલ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 4:14 PM IST

કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે શ્રીનગરની NIA કોર્ટ સમક્ષ જૈશ મોડ્યુલ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી છે. CIK પ્રવક્તા પાસેથી મળતી માહિતી અનુસાર શ્રીનગર સ્પેશિયલ NIA કોર્ટમાં પાકિસ્તાનના આતંકી હેન્ડલર મોહમ્મદ બશીરના પુત્ર એબ રહેમાન ઉર્ફે રિયાઝ ઉર્ફે ઉમર અને જીગર ઉર્ફે અશફાક ઉર્ફે લુકમાન અલી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી છે. આરોપી પાકિસ્તાનમાં નારોવાલના મોમીન ઝફરવાલનો રહેવાસી છે. તે કાશ્મીર ખીણમાં તેના ત્રણ સહયોગીઓ અને બે કિશોરો સાથે રહેતો હતો.

NIA કોર્ટ
NIA કોર્ટ

જમ્મુ અને કાશ્મીર : કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર CIK દ્વારા સોમવારના રોજ કાશ્મીર ખીણમાં કથિત પાકિસ્તાનના આતંકવાદી હેન્ડલર અને તેના ત્રણ સહયોગીઓ ઉપરાંત બે કિશોર વિરુદ્ધ શ્રીનગરની સ્પેશિયલ NIA કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

આ અંગે CIK પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાની આતંકી હેન્ડલર મોહમ્મદ બશીરના પુત્ર એબ રહેમાન ઉર્ફે રિયાઝ ઉર્ફે ઉમર અને જીગર ઉર્ફે અશફાક ઉર્ફે લુકમાન અલી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી છે. આરોપી પાકિસ્તાનમાં નારોવાલના મોમીન ઝફરવાલનો રહેવાસી છે. તે JeM સંગઠનના તેના ત્રણ સહયોગીઓ અને બે કિશોરો સાથે કાશ્મીર ખીણમાં રહેતો હતો.

આ સહયોગીઓમાં ગુલામ નબી દારના પુત્ર જુનૈદ-ઉલ-ઈસ્લામ પુલવામા જિલ્લાના સાઈલ અવંતીપોરાનો નિવાસી છે. મોહમ્મદ રમઝાન શેખનો પુત્ર શેખ નજમુ સાકીબ બાંદીપોરા જિલ્લાના ગણસ્તાન સુમ્બલનો રહેવાસી છે. ફિરોઝ અહમદ શેખનો પુત્ર વસીમ ફિરોઝ શેખ પુલવામા જિલ્લાના કરીમાબાદનો રહેવાસી છે. આ ત્રણ સહયોગી અને બે કિશોરો વિરુદ્ધ પણ શ્રીનગર ખાતે NIA હેઠળ નિયુક્ત વિશેષ ન્યાયાધીશની કોર્ટ સમક્ષ કેસ FIR નંબર 06/2023 U/S 153-A, 505,121 અને 120-B IPC r/w 13 અને 39 UA(P) એક્ટ ઓફ P/S CIK શ્રીનગર હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

CIK અનુસાર વિશ્વસનીય ઇનપુટને પગલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ FIR નંબર 06/2023 પોલીસ સ્ટેશન CI કાશ્મીરમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં JeM આતંકવાદી સંગઠનનો પાકિસ્તાની આતંકવાદી અબ રહેમાન ઉર્ફે રિયાઝ ઉર્ફે ઉમર અને જીગર ઉર્ફે અશફાક ઉર્ફે લુકમાન અલી અન્ય કાશ્મીર સ્થિત સહયોગીઓ સાથે મળીને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવર્તતી શાંતિમાં ખલેલ પહોંચાડવાના અને ભારત સંઘની સાર્વભૌમત્વ અને અખંડિતતાને પડકારવાના હેતુથી આતંકવાદી કૃત્યો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

CIK એ જણાવ્યું હતું કે, નાપાક યોજનાઓ હાથ ધરવા માટે તેના કાશ્મીર સ્થિત સહયોગીઓની મદદ સાથે આતંકવાદી હેન્ડલરને તપાસ ટાળવા અને તેમની પ્રવૃત્તિની ગુપ્તતાની ખાતરી કરવા માટે ગુપ્ત સંદેશાવ્યવહાર એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયિક નિર્ણય માટે કેસના તાર્કિક નિષ્કર્ષ માટે ઝડપી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે ISIના કહેવાથી પાકિસ્તાની આતંકવાદી હેન્ડલરે OGWs નું મોડ્યુલ બનાવ્યું હતું. જેના થકી આરોપી યુવાનોને ભારતના સાર્વભૌમત્વ સામે હથિયાર ઉઠાવવા માટે અલગ-અલગ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા તેમને દિશા આપતો હતો.

વધુમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ મુખ્યત્વે એન્ક્રિપ્ટેડ ઈન્ટરનેટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન પર સ્વિચ કરી રહ્યા હતા, જેથી તેઓ એકબીજાના સંપર્કમાં રહી શકે. ઉપરાંત સરહદ પારના હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવીને તેનો ઉદ્દેશ્ય નિર્દોષ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદ તરફ લલચાવવાનો હતો. તેઓ શસ્ત્ર, દારૂગોળો અને સાયકોટ્રોપિક પદાર્થોના કુરિયર તરીકે ઉપયોગ કરવા વધુમાં વધુ યુવાનોને આતંકવાદી રેન્કમાં ભરતી કરે છે. ઉપરાંત શાંતિને ખલેલ પહોંચાડવાના અંતિમ ઉદ્દેશ્ય સાથે ખીણની લંબાઈ અને પહોળાઈમાં આતંકવાદી એક્ટિવિટી કરે છે.

CIK ના જણાવ્યા મુજબ આ બધું ગુપ્તતા જાળવીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને કરવામાં આવે છે. આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર ઉશ્કેરણી, પ્રલોભન સહિતની વિવિધ પદ્ધતિઓ દ્વારા સતત નવા આતંકવાદી મોડ્યુલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. J&Kમાં વધુ આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધારવા કેટલાક આતંકવાદી એજન્ટ તરીકે કામ કરવા બળજબરી સાથે જોડાયેલા હતા.

તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે, હેન્ડલરો દ્વારા તેમને મોકલવામાં આવેલી રાજદ્રોહ સામગ્રી વાંચ્યા અને અવલોકન કર્યા બાદ સંખ્યાબંધ યુવાનોએ OGWs તરીકે કામ કરવા અને ખીણના યુવાનોને વધુ કટ્ટરપંથી બનાવવામાં તેમની રુચિ દર્શાવી ન હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, યુવાનોને આ દુનિયામાં પૈસા અને ગ્લેમર ઉપરાંત શહાદત પછી સ્વર્ગ કમાવવાના વિચાર સાથે ઉશ્કેરવામાં અને લાલચવામાં આવે છે. કાશ્મીર ખીણના યુવાનોને ખાસ કરીને તેમના માતાપિતાને તેમના વોર્ડ પર નજીકથી નજર રાખવાની અપીલ કરવામાં આવે છે અને યુવાનોએ પણ આવી ઉશ્કેરાટની જાળમાં ન ફસાય તે માટે સાવધ રહેવું જોઈએ.

CIK એ ઉમેર્યું હતું કે, કેસની સંપૂર્ણ તપાસ કર્યા પછી અને પ્રથમ દૃષ્ટિએ ચાર આરોપીઓ વિરુદ્ધ કલમ 120-B IPC, 13, 38, 39 UA(P) એક્ટ હેઠળ કેસ સાબિત થયો છે. જેમાં એક પાકિસ્તાની આતંકવાદી એબ રહેમાન ઉર્ફે રિયાઝ ઉર્ફે ઉમર અને જીગર ઉર્ફે અશફાક ઉર્ફે લુકમાન અલીનો સમાવેશ થાય છે. તેના વિરુદ્ધ Cr. PC કલમ 299 હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

  1. NIAને બેંગલુરુ રાજભવનમાં બોમ્બની ધમકીનો કોલ મળ્યો, સઘન શોધખોળમાં કંઈ મળ્યું નહીં
  2. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષનો ઈતિહાસ એક સદી જૂનો; શું તમે જાણો છો કે અત્યાર સુધીમાં કેટલા મોત અને લડાઈ થઈ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.