- જમ્મુ કાશ્મીર રાજ્ય વહીવટીતંત્રનો ઐતિહાસિક નિર્ણય
- રાજયની વતની મહિલાના પતિને મળ્યાં રહેવાસી અધિકાર
- રાજ્યની મહિલાના પતિને પહેલાં આ સુવિધા ઉપલબ્ધ ન હતી
જમ્મુ-કાશ્મીરઃ રાજ્યના વહીવટીતંત્રે લીધેલા એક મોટા નિર્ણયને લઇને રાજ્યની વતની મહિલાના પતિને રહેવાસી હોવાનુંં પ્રમાણપત્ર ( Domicile Certificate ) મળવા જઈ રહ્યું છે. અગાઉ આ સુવિધા જમ્મુ-કાશ્મીરની ( jammu and kashmir ) મહિલાઓના જીવનસાથીઓ માટે ઉપલબ્ધ નહોતી, જેમણે કેન્દ્રશાસિત ક્ષેત્રની બહાર લગ્ન કર્યા હોય. કેન્દ્રીયપ્રધાન ડોક્ટર જિતેન્દ્રસિંહે જમ્મુ-કાશ્મીરના નિયમોની સૂચનાને કેન્દ્રશાસિત ક્ષેત્ર માટે નવા યુગની શરૂઆત ગણાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર ( jammu and kashmir ) સરકાર દ્વારા 31 ડિસેમ્બર, 2020 સુધીમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ ( Domicile Certificate ) આપવા માટે કુલ 35,44,938 અરજીઓ મળી હતી જેમાંથી 32,31,353 અરજદારોને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ અનંતનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર આતંકી હુમલો
તમને જણાવી દઈએ કે નવા નિયમ હેઠળ અન્ય રાજ્યોના નાગરિકો પણ અહીં કાયમી રહેવાસી બની શકે છે. જોકે એવા નાગરિકો માટે કાયદામાં કેટલીક શરતો મૂકવામાં આવી છે. તે પૂર્ણ કર્યા પછી અહીં નિવાસી બની શકાય છે.
જમ્મુ-કાશ્મીર ( jammu and kashmir ) વહીવટીતંત્રએ ડોમિસાઇલ નિયમ સૂચના લાગુ કરી દીધી છે. ( Domicile Certificate ) આ નિયમના અમલ પછી પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ અને અન્ય રાજ્યોમાં લગ્ન કરનારી મહિલાઓના બાળકો પણ નિવાસના હકદાર બનશે.
આ પણ વાંચોઃ Earthquake: રાજસ્થાનના બિકાનેરમાં આવેલા ભૂકંપની નોંધાઈ 5.3ની તીવ્રતા તો લદ્દાખ-મેઘાલયની પણ ધરા ધ્રુજી