- પત્નીના મોતથી દુઃખી પતિએ ટ્રેન નીચે ઝંપલાવ્યું
- સ્યૂસાઇડ કર્યા પહેલા યુવક ફેસબુક પર થયો હતો લાઇવ
- દિવાળી પહેલા પત્નીએ કરી હતી આત્મહત્યા
મહારાષ્ટ્રઃ મળતી માહિતી અનુસાર જલગાંવમાં એક યુવકે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી છે. દિવાળી પહેલા આ શખ્સની પત્નિએ ઝેર ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બંનેએ લવ મેરેજ કર્યા હતા અને બે બાળકો પણ છે.
ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને ફેસબુક લાઇવ કર્યું
સ્યૂસાઇડ કરનારા શખ્સની ઓળખ પ્રમોદ શેટેના રૂપમાં થઇ છે. મંગળવારે આત્મહત્યા કર્યા પહેલા પ્રમોદે ચાલતી ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને ફેસબુક લાઇવ મારફતે એક સંદેશો આપ્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
પ્રમોદ શેટેનો મૃતદેહ રેલવે ટ્રેક પર વિખરાયેલી હાલતમાં મળ્યો હતો. જાણકારી મુજબ તેમણે ટ્રેનમાંથી કુદીને આત્મહત્યા કરી છે. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફેસબુક લાઇવમાં આપ્યો સંદેશો
પ્રમોદે ફેસબુક લાઇવના માધ્યમથી માતા-પિતાના નામે એક સંદેશમાં કહ્યું કે, હું મારે ચહેરો બતાવ્યા વિના આત્મહત્યા કરી રહ્યો છું. હું આ પગલું એટલા માટે ભરી રહ્યો છું કે, મારી પત્ની આ દુનિયામાં નથી.