ETV Bharat / bharat

Exclusive interview: સાંસદ રાજ્યવર્ધનસિંહ રાઠૌરે કોરોનામાં સરકારની કામગીરી અંગે ખુલાસા કર્યાં - નેતૃત્વહીન કોંગ્રેસને આત્મમંથનની જરુર

દેશ આરોગ્ય અને આર્થિક મોરચે સતત એક વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છે. કોરોના રોગચાળા (Corona Pandemic) સામે લડતાં લડતાં દેશના લાખો નાગરિકો કાળની ગર્તામાં સમાઈ ગયાં છે. વારંવાર લોકડાઉન (Lockdown In Corona Pandemic) પડવાથી કરોડો લોકોની રોજગારી છીનવાઈ અને તેમની સામે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. દરમિયાનમાં કેન્દ્ર સરકારના (Central Government) કેટલાક નિર્ણયોને લોકોએ આવકાર્યાં તો કેટલાકની ભરપેટ ટીકા પણ થઈ છે. અમારી સાથે આ બધા મુદ્દે વાત કરતાં રાજસ્થાનથી સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌરે જવાબો આપ્યાં હતાં. તેમની સાથે વાતચીત કરી ETV Bharatના પ્રાદેશિક ન્યૂઝ કોઓર્ડિનેટર સચીન શર્માએ. વાંચો સમગ્ર મુલાકાત....

કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોર સાથે ખાસ વાતચીત

author img

By

Published : Jun 15, 2021, 6:29 PM IST

  • સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌર સાથે એક્સક્લૂસિવ વાતચીત
  • રાજસ્થાનના રાજકારણ સહિત કોરોના કામગીરી અંગે પણ કર્યા ખુલાસા
  • મીડિયાની આઝાદી પર કાતર ફેરવવાના આક્ષેપો અંગે પણ કરી વાત

જયપુરઃ (રાજસ્થાન) કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠૌર (Rajyavardhan Singh Rathore) ઓલિમ્પિક ચંદ્રકવિજેતા (Olympic medalist) છે અને તેમને રાજનીતિનો પણ સરસ અનુભવ છે. મોદી સરકારની પ્રથમ ટર્મમાંં તેઓ માહિતી અને પ્રસારણ રાજ્યપ્રધાન અને રમત અને યુવા બાબતોના કેબિનેટ પ્રધાન પણ રહી ચૂક્યાં છે. રાઠૌર રાજસ્થાનના હોવાથી રાજસ્થાનના રાજકારણ (Rajasthan Politics) પર તેમની સાથે ખુલીને વાત થઈ શકી. તેમની સાથેના વાર્તાલાપના મુખ્ય અંશો અહીં જણાવીએ છીએ.

સવાલઃ કોરોના રોગચાળાની બીજી લહેરને (second wave of corona pandemic) લઈને ઘણું રાજકારણ ખેલાયું હતું. કેન્દ્ર સરકારે કોરોના રસી (corona vaccine) વિદેશમાં મોકલવાના નિર્ણય પર પણ વિપક્ષે સવાલો ઉઠાવ્યાં હતાં. શું તમને નથી લાગતું કે સરકારે ઉતાવળ કરી હતી?

જવાબઃ કોરોનાની પ્રથમ લહેરના સમયેે વિશ્વના વિકસિત દેશોમાં આ રોગચાળાની કાયમી સારવાર નહોતી. તે સ્થિતિમાં પણ ભારત જેવા વિકાસશીલ દેશએ વધુ સારી વ્યવસ્થાઓ ગોઠવી હતી. ઉદાહરણ તરીકે જોઇએ તો કોવિડ -19 પહેલાં પીપીઇ કિટ્સ ખૂબ મર્યાદિત માત્રામાં બનાવવામાં આવતી હતી. કોરોના રોગચાળાની પ્રથમ લહેરમાંથી બોધપાઠ લઇ વેન્ટિલેટરનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું. વિકસિત દેશોની જેમ અમે અહીં અટક્યા નહીં અને વિકસિત દેશોથી પણ એક ડગલું આગળ વધી અને રસી બનાવી લીધી. તબીબીક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરતાં જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન અનેકગણું વધાર્યું છે. કોરોનાની બીજી લહેરમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે અમને ઘરી સંવેદના છે તેમ છતાં હું એમ કહેવા ઇચ્છું છું કે વિશ્વના ઘણા દેશોની તુલનામાં વસતીની દ્રષ્ટિએ દેશમાં મૃત્યુદર ઓછો છે.

કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોર સાથે ખાસ વાતચીત

સવાલઃ ન્યુ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલાં કોરોનાથી થયેલા મૃત્યુનાં આંકડાઓ વિશે વાત કરીએ તો તેમાં કોરોનાથી મોતના આંકડા પર સવાલ ઉઠાવવામાં આવ્યાં હતાં. તાજેતરમાં જ બિહારમાં કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યામાં વધારો થયો છે. એવી દલીલ કરવામાં આવી હતી કે આંકડાને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ થયો છે. તો શું હવે એવું માનવું જોઈએ કે મોતના આંકડા હવે આખરી છે?

જવાબઃ માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણા દેશોમાં પણ કોરોનાને કારણે થયેલા મોતના આંકડાને ફરીથી ચકાસી લેવાની જરૂર છે. રાજસ્થાન સરકાર આ આંકડાઓમાં ગેરરીતિ કરી રહી હતી. રાજ્યના અધિકારીએ જ કહ્યું હતું કે અમારા રેકોર્ડમાં હોસ્પિટલોમાં કોરોનાને કારણે થતા મોતની સંખ્યાને જ અમારી પાસે છે. જેઓના પોતાના ઘરમાં મોત થયાં તેના આંકડા અમારી પાસે નથી.

સવાલઃ રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે તો શું એવું માનવું જોઇએ કે જે રાજ્યોમાં ભાજપ છે ત્યાં અને કેન્દ્ર સરકારે પણ મૃત્યુઆંકને ઓછો આંક્યો છે?

જવાબઃ જૂઓ, આપણે આરોગ્ય સુવિધાઓના વિકાસમાં ઘણી પ્રગતિ કરી છે. દેશમાં જ્યાં માસ્કનું ઉત્પાદન ખૂબ ઓછું થયું હતું ત્યાં કોવિડ રસીનું ઉત્પાદન ખૂબ ટૂંકા સમયમાં દેશમાં શરૂ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી ઉત્પાદનની દિશામાં ભાવિ સ્થિતિ સમજી લીધી હતી. સમયસર સાર્થક પ્રયત્નો કરવાને કારણે આજે આપણે રસીના મામલે સ્વનિર્ભર છીએ. આપણે આવી રસી બનાવી છે જેનો ઉપયોગ વિશ્વના 80 દેશોમાં કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ પૂણેના એક સ્ટાર્ટઅપે થ્રીડી પ્રિન્ટિંગની મદદથી કોરોનાને નિષ્ક્રિય કરતું માસ્ક બનાવ્યું

સવાલઃ દેશમાં રસી ઉત્પાદનના પ્રારંભિક મહિનાઓમાં 6 કરોડથી વધુ રસી ડોઝ અન્ય દેશોમાં મોકલવાનું પગલું શું યોગ્ય હતું? કારણ કે બીજી લહેરમાં મોતનું પ્રમાણ વધુ રહ્યું. આને કારણે વિપક્ષે પણ સરકારની ઘણી ટીકા કરી હતી.

જવાબઃ આપણે સમજવું પડશે કે રસી બનાવવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં વપરાતો કાચો માલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આ સ્થિતિમાં કાચા માલની આયાત કરવામાં આવે છે તે દેશોની કેટલીક શરતો હોય છે. એે ખૂબ મહત્વનું છે કે કાચા માલના બદલામાં આ દેશોએ રસી આપવી પડતી હોય છે. વૈશ્વિક સ્તરે આ નિશ્ચિત સંખ્યાની દ્રષ્ટિએ અન્ય દેશોમાં રસીના ડોઝ મોકલવા જરૂરી છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ભયાનક બની હતી ત્યારે કેન્દ્ર સરકારે સમયસર યોગ્ય પગલાં લીધાં હતાં અને રસી અંગે વૈશ્વિક સંમતિ મેળવીને રસીની નિકાસ બંધ કરી દીધી હતી.

સવાલ- રાજસ્થાનમાં ઓક્સિજન અને રેમડિસિવીર ઇન્જેક્શનના (Remdesivir Injection) અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે કોરોનાની બીજી લહેર વખતે રાજ્ય સરકારે સ્થાનિક ભાજપ સાંસદોને મદદ ન કરવા અને કેન્દ્ર સરકારની ઉપેક્ષાનો આક્ષેપ કર્યો હતો. ગહેલોત સરકારે કોવિડને કારણે થતાં મૃત્યુ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. તો આ આરોપો અંગે આપને શું કહેવું છે?

જવાબઃ આ વાત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોરોનાકાળમાં રાજસ્થાન સરકારે પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી ભાજપના સાંસદોને જવાબદાર ગણાવ્યાં છે. રાજસ્થાન સરકારના તમામ આક્ષેપો તથ્યહીન છે, કારણ કે સાંસદોએ સમયસર તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવી છે. કેન્દ્ર સરકારની અનેક ચેતવણીઓ છતાં રાજસ્થાનના મુખ્યપ્રધાન પોતાની સત્તા બચાવવા માટે રાજકીય સંકટ સંભાળતાં રહ્યાં હતાં. કોરોનાની બીજી લહેર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન માટે ચાર ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) સ્થાપવા માટે પીએમ કેર ફંડમાંથી નાણાં આપ્યાં હતાં પણ સરકારે કંઈ કર્યું નહીં. રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકારની દરેક મદદ અને સલાહોની અવગણના કરી હતી.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના

સવાલઃ આપ સચીન પાયલોટ વિશે શું માનો છો... શું તેઓ ભાજપમાં આવી રહ્યાં છે? સૌને પાછલા સમયની ઘટનાઓની જાણ છે. તે પછી પણ બે કેમ્પ (એટલે કે ગહેલોત અને પાયલોટ) વચ્ચેની નિવેદનબાજી સામે આવતી રહી છે. ફોન ટેપીંગનો મામલો તો તાજેતરનો જ છે. ભાજપની રણનીતિ શું છે?

જવાબઃ કોંગ્રેસમાં કેન્દ્રીય નેતૃત્વ નબળું છે તેથી તેથી તેઓમાં અશિસ્તતા જબરદસ્ત છે. આનું ઉદાહરણ પંજાબ સહિત અન્ય રાજ્યોમાં જોઇ શકાય છે કે કોંગ્રેસ પાર્ટીના સત્તા અને સંગઠન વચ્ચે મોટી તકરાર ચાલે છે. કોંગ્રેસ આ સમયે નબળી છે તેનો લાભ વિપક્ષ ચોક્કસપણે લેશે.

સવાલઃ જ્યારે ગહેલોત સરકાર સત્તામાં આવી ત્યારે તેની પાસે સંપૂર્ણ બહુમતી નહોતી. પરંતુ હવે બસપા અને અપક્ષ ધારાસભ્યોનો ટેકો લીધા બાદ તે બાહ્ય રીતે મજબૂત દેખાઈ રહી છે. પરંતુ તેના પોતાના જ ધારાસભ્યો નારાજ થયાં હતાં. હવે કેબિનેટ વિસ્તરણની બાબતો સામે આવી રહી છે એટલે કદાચ આવા ધારાસભ્યોને સંતુષ્ટ કરવા શુ ભાજપ ફાયદો ઉઠાવી રહ્યો છે? આપની પાર્ટીના લોકો કહેતાં રહે છે કે ગહેલોત સરકાર તેની મુદત પૂરી નહીં કરે.

જવાબઃ કટોકટી લાદવાથી લઇને કોંગ્રેસે જ રાજ્યોમાં મહત્તમ રાષ્ટ્રપતિશાસન લાદવાનું કામ કર્યું છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કોંગ્રેસ જ તે લોકોની યુનિવર્સિટી છે કે જેઓ સરકારને અસ્થિર કરવાનું કામ કરે છે. ભાજપને લોકોના નિર્ણય પર વિશ્વાસ છે જેઓ સમય આવે ત્યારે આવી પાર્ટીઓને અરીસો બતાવે છે. રાજસ્થાનમાં જનહિતની અવગણના કરવામાં આવી રહી છે, જેને અમેે સહન નહીં કરીએ. જ્યારે સમય આવશે ત્યારે તેનો જવાબ લોકતાંત્રિક ઢબેે આપવામાં આવશે. કોંગ્રેસમાં આ સમયે અસ્થિરતાનું વાતાવરણ છે તેથી ભાજપ તેને નિયંત્રિત કરવા અને સંભાળવાનું કરવાનું કામ કરશે નહીં.

સવાલઃ તમે કોંગ્રેસના જૂથોમાં વિખવાદનો આરોપ લગાવતાં રહો છો પરંતુ તમારી સાથે પણ બધું બરાબર નથી. પક્ષ વસુંધરાને સાઈડલાઈન રાખવા માગે છે તેનું પરિણામ તો તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીઓમાં જણાયું છે. આ જૂથવાદમાંથી બહાર નીકળવામાં આપની પાસે શું ઉકેલ છેે? વસુંધરાના મામલે આખરે પક્ષ શું કરવા માગે છે?

જવાબઃ કોંગ્રેસે પોતાનું આત્મચિંતન કરવાની જરૂર છે. ભાજપ લોકશાહી પક્ષ છે.તે કોંગ્રેસ જેવી કુટુંબની પાર્ટી નથી. ભાજપ સંપૂર્ણપણેે મજબૂત છે. જે લોકોમાં અંદરોઅંદર વિખવાદ છે તેઓ પોતાનું ધ્યાન રાખે.

આ પણ વાંચોઃ 2021માં કેન્દ્ર સરકાર 80 કરોડ લાભાર્થીઓને આપી રહી છે મફતમાં રાશન, જાણો કઈ રીતે

સવાલઃ તાજેતરમાં જ જયપુરના મેયર સૌમ્ય ગુર્જરના પતિ અને સંઘના એક વરિષ્ઠ કાર્યકર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો દાવો કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ અંગે આપનુંં નિવેદન પણ સામે આવ્યું હતું, એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ આ મામલે તપાસની વાત કરી છે. આ અંગે આપની પાર્ટી શું વલણ અપનાવી રહી છે? અમે તો આવું પહેલીવાર સાંભળ્યું છે કે જયપુર જેવા શહેરના મેયર સસ્પેન્શન હેઠળ છે અને તે જ મેયરના પતિનો લાંચ લેવાની વાત કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જવાબઃ જે રીતે વીડિઓની તોડમરોડ કરવામાં આવ્યો છે અને જે સમયે રજૂ કરવામાં આવ્યો છે કે શંકાસ્પદ છે. આ મામલે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. કૌભાંડોનું બીજું નામ બનેલો કોંગ્રેસ પક્ષ આ આરોપ લગાવી રહ્યો છે. આ આક્ષેપ રાજકીય દ્વેષથી કરવામાં આવ્યો છે. આ મામલે વિગતવાર અને ન્યાયી તપાસ થવી જોઈએ.

સવાલઃ સામાન્ય લોકોનું બજેટ પહેલેથી જ કોરોનાને કારણે ડામાડોળ થઈ ગયું છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસની હાલત કફોડી બનાવી દીધી છે. લોકડાઉન શરૂ થતાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દે છે. છેલ્લાં એક વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ભારે ધરખમ વધારો થયો છે. જે હજુ પણ ચાલુ છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે આ ઘટમાળ ક્યારે બંધ થશે?

જવાબઃ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારાના મુદ્દાને રાજકીય રંગ આપીને કોંગ્રેસ પાર્ટી ઢોંગ કરી રહી છે. જો રાજસ્થાન સરકાર ખરેખર લોકોની ચિંતા કરતી હોય તો તેણે પોતાનો વેટ ટેક્સ ઘટાડવો જોઈએ. જ્યાં સુધી કેન્દ્ર સરકારની વાત છે ત્યાં સુધી દેશના વિકાસ અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કેટલાક પગલાં જરૂરી છે. તેથી દેશમાં વિદેશી રોકાણ આવે છે અને દેશવાસીઓનો વિકાસ થાય છે.

સવાલઃ આપ ત્રણ વર્ષ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યપ્રધાન રહ્યાં. આ મંત્રાલય અમે એટલે કે મીડિયા માટે પણ ખૂબ મહત્વનું છે. આપ એ આરોપો અંગે શું કહેશો જેમાં કહેવાય છે કે મોદી સરકાર સતત મીડિયાને ધમકાવી રહી છે તેમ કહેવાશે. સરકાર પોતાના સમર્થન પ્રમાણે ન્યૂઝ ચેનલો, અખબારો અને ડિજિટલ મીડિયા ચલાવવા માગે છે. અન્યથા તેમને પરિણામનો સામનો કરવા તૈયાર રહેવા કહેવામાં આવે છે. આ કારણે ઘણી ચેનલો પર સરકારી વાંજિત્ર બની જવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.આ મુદ્દા અંગે આપ શું કહેશો?

જવાબઃ દેશના ઇતિહાસમાં જાહેર માધ્યમોને આ સમયે સૌથી વધુ આઝાદી છે. મીડિયા પર કટોકટી લાદનાર કોંગ્રેસ પોતાના શાસનકાળ દરમિયાન મીડિયા પર સૌથી વધુ દબાણ પેદા કરતી રહી છે. દરેક જણને ખુલ્લી છૂટ છે. સોશિયલ મીડિયા (Social Media) પર આઈટી એક્ટ હળવો કરવામાં આવ્યો છે. આવો જૂઠો આરોપ લગાવવાવાળા મૂઠીભર લોકો જ છે જે પ્રજાને ભ્રમિત કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ રાજુલાના MLA અમરીશ ડેરે AAPમાં જોડાવાની અફવાઓનું ખંડન કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.