ETV Bharat / bharat

મૃતબાળક સાથે મા એ 7 કલાક વીતાવ્યા છતાં પિતાને અંતિમદર્શન ન થયા - चतरा न्यूज

ઝારખંડ રાજયના ચતરાના માંડલ કારા પાસે એક 'મા' છ કલાક સુધી વેદના ભોગવી રહી હતી. પરંતુ પથ્થર હૃદયના અધિકારીઓ કોઈ કાળે ટસના મસ થયા નહીં. કાયદો અને વ્યવસ્થાની એવી દિવાલો ઊભી કરી કે આંસુઓનું પૂર અને ડૂસકાના અવાજ દિવાલો ઓળંગીને એક કેદીના હૃદય સુધી પહોંચી શક્યા નહીં. આખરે પિતાએ મૃત પુત્રને છેલ્લી ઝલક આપ્યા વગર પરત ફરવું પડ્યું હતું.

મૃતબાળક સાથે મા એ 7 કલાક વીતાવ્યા છતાં પિતાને અંતિમદર્શન ન થયા

author img

By

Published : Aug 16, 2022, 7:02 PM IST

ચતરા ઝારખંજમાંથી એક દિલ હચમચી જાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાની લાગણી હતાશામાં ફેરવાઈ ગઈ હતી. નિયમો અને કાયદાઓની દિવાલોએ લોકોને હૃદયને પથ્થર બનાવી દીધા છે. ચતરામાં મા નો પોકાર કોઈ અધિકારીના કાન સુધી પહોંચ્યો ન હતો. જેલના અધિકારીઓને કોઈ મૃતકની પણ દયા આવી ન હતી. જોકે, મૃતબાળ સાથે આવેલી માતાની જાણકારી પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપી દેવમાં આવી હતી. છતાં જેલના નિયમોનું પાલન કરવા માટે આદેશ દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો નજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો સારવાર દરમિયાન થયું મોત

બાળક મૃત્યું પામ્યો ઝારખંડના ચતરાના વશિષ્ઠ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના બંધ ચુવાન ગામના રહેવાસી 27 વર્ષીય ચુમન મહતોની પત્ની ફૂલ દેવીએ શુક્રવારે રાત્રે બાળકને જન્મ આપ્યો હતો. પ્રતાપપુરના ઘોરદૌડાના પ્રાઈવેટ ક્લિનિકમાં પ્રસૂતિ તેના મામાના ઘરે થઈ હતી. જન્મ સમયે માતા અને બાળક બંને સ્વસ્થ હતા. શનિવારે રાત્રે અચાનક નવજાત શિશુની તબિયત લથડી હતી. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર હોવાથી વાહનવ્યવહારની યોગ્ય વ્યવસ્થા ન હતી.

અંતિમ દર્શન ન થયા આથી તે સવારની રાહ જોવા લાગ્યો. પરંતુ પરિવારના સભ્યો માટે દરેક ક્ષણ વિતાવવી ખૂબ મુશ્કેલ હતી. સવારે તેઓ નવજાત શિશુને સારવાર માટે લેવા જતા હતા. આ પહેલા પણ રાત્રે જ નવજાતનું મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. નવજાત શિશુના પિતા ચુમન મહતો છેલ્લા સાત મહિનાથી NDPS એક્ટના કેસમાં માંડલ જેલમાં બંધ હતા. નવજાત પુત્રના મૃત્યુ બાદ નાની કુલેશ્વરી દેવી તેના પુત્ર સાથે બાઇકમાં નવજાત શિશુનો મૃતદેહ લઈને જેલમાં બંધ ચુમનને જોવા લાવ્યા હતા.

આ પણ વાંચો પુત્રની હત્યા કરવા પિતાએ આપી સોપારી

સાત કલાક મૃતદેહ સાથે રવિવારે સવારે આઠ વાગ્યાથી તે જેલના મુખ્ય દ્વાર પર મૃતદેહ સાથે શોક કરતી રહી. પરંતુ માતાની હાકલને અવગણીને સૌએ જેલ મેન્યુઅલને અનુસરવાનું વધારે યોગ્ય માન્ય હતું. બપોરે બે વાગ્યે મૃત બાળકના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી. અહીં અધિકારીઓનું કહેવું છે કે નવજાત શિશુના મૃતદેહ સાથે એક મહિલાના ગેટ પાસે હોવાની માહિતી મળી હતી. આ અંગેની માહિતી ડિવિઝનલ જેલ સુપ્રિટેન્ડેન્ટને આપવામાં આવી હતી. તેમણે જેલ મેન્યુઅલનું પાલન કરવા સૂચના આપી હતી. આ કારણોસર મહિલાને મળવા દેવામાં આવી ન હતી. ચત્રાના જેલર દિનેશ વર્માએ કહ્યું કે રવિવારે કેદીઓને મળવાની કોઈ જોગવાઈ નથી. હકીકત એવી પણ છે કે બાળકના મૃતદેહ સાથે માતાએ સાત કલાકનો સમય પસાર કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.