હૈદરાબાદઃ IPLમાં હંમેશા મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને લઈને ઘણી વાતો થતી રહે છે. IPL 2022 ની ફાઇનલ મેચમાં, નવી IPL ટીમ ગુજરાત ટાઇટન્સે સૌથી જૂની રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ IPLની ફાઈનલ મેચને લઈને હેરાફેરીનો આરોપ લગાવ્યો છે.
-
There is widespread feeling in intelligence agencies that the Tata IPL Cricket outcomes were rigged. It may require a probe to clear the air for which PIL may be necessary since Govt will not do it as Amit Shah’s son is defacto dictator of BCCI
— Subramanian Swamy (@Swamy39) June 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">There is widespread feeling in intelligence agencies that the Tata IPL Cricket outcomes were rigged. It may require a probe to clear the air for which PIL may be necessary since Govt will not do it as Amit Shah’s son is defacto dictator of BCCI
— Subramanian Swamy (@Swamy39) June 2, 2022There is widespread feeling in intelligence agencies that the Tata IPL Cricket outcomes were rigged. It may require a probe to clear the air for which PIL may be necessary since Govt will not do it as Amit Shah’s son is defacto dictator of BCCI
— Subramanian Swamy (@Swamy39) June 2, 2022
IPL પર લાગ્યું લાંછણ - સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર સીધો હુમલો કર્યો છે. વાસ્તવમાં, સ્વામીએ IPL 2022ની ફાઈનલમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો છે. સુબ્રમણ્યમે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ શેર કર્યું છે, જેમાં લખ્યું છે કે ગુપ્તચર એજન્સીઓ માને છે કે IPLના પરિણામોમાં છેડછાડ કરવામાં આવી હતી. આ માટે તપાસ જરૂરી છે અને તપાસ માટે જાહેર હિતની અરજી દાખલ કરવાની જરૂર છે.
કોણે લગાવ્યા આરોપ - સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવેલા સવાલો બાદ IPLમાં હેરાફેરીની ચર્ચાને વધુ હવા મળી છે. સ્વામીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ BCCI અને રાજસ્થાન રોયલ્સને સવાલો પૂછી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટેગ કરતા એક યુઝરે લખ્યું - સવાલ એ છે કે ટોસ જીત્યા પછી પણ સંજુ સેમસને અણધારી રીતે બેટિંગ કરવાનો નિર્ણય કેમ લીધો?
ગુજરાતે જીત્યું હતું ટાઇટલ - IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. રાજસ્થાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. ગુજરાતે 18.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.