હૈદરાબાદઃ સોનું અને ચાંદી એક એવી કિંમતી મેટલ (Gold and silver precious metal) છે, જે ભારતીયોની સાથે હંમેશા જોડાયેલી રહી છે. રોકાણ માટે પણ સોનું અને ચાંદી લોકોને સૌથી વધુ (Gold and silver for investment) આકર્ષિત કરે છે. એ જ કારણ છે કે, ગોલ્ડ ETF લોન્ચ થયા પછીથી લોકપ્રિયતા મેળવી રહી છે. તે તમને સીધું સોનું ખરીદ્યા વગર ETFમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. હવે બજાર સિલ્વર ETFથી (Invest in Silver ETFs) ગુલઝાર છે.
આ પણ વાંચો- Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે
સિલ્વર ETF ફંડઃ નવી ટેક્નોલોજી 5G, ઈલેક્ટ્રિક વાહનો અને ગ્રીન એનર્જીમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આનું કારણ એ છે કે, ધાતુઓ વીજળીના વધુ સારા વાહક છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં ચાંદીની માગમાં (Invest in Silver ETFs) વધારો થવાની સંભાવના છે. માર્કેટ રેગ્યુલેટર SEBIએ રોકાણકારોને પ્રોત્સાહિત કરવાનો અને નાના રોકાણકારોને તકો પૂરી પાડવાનો (Invest in Silver ETFs) નિર્ણય કર્યો છે.
SEBIએ નવેમ્બરમાં સિલ્વર ETFમાં રોકાણ માટે મોડલિટી જાહેર કરી હતી
આ માટે તેણે સપ્ટેમ્બર 2021માં સિલ્વર મંજૂર ETF (Invest in Silver ETFs) માટે મંજૂરી આપી હતી. નવેમ્બરમાં SEBIએ સિલ્વર ઈટીએફમાં (Invest in Silver ETFs) રોકાણ માટે મોડલિટીની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ઘણી ફંડ કંપનીઓ નવા વર્ષમાં સિલ્વર ETF (Invest in Silver ETFs) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ હેઠળ પ્રથમ ફંડ ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યૂઅલ ફંડમાંથી ICICI સિલ્વર ETF (Invest in Silver ETFs) નામથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તમે આમાં ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરી શકો છો.
આ પણ વાંચો- INCOME TAX RETURN : કરદાતાઓ માટે રાહતના સમાચાર, રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારાઇ
કંપનીઓએ સિલ્વર ETF કસ્ટોડિયન પાસે રહેલા આ ચાંદીના સ્ટોકની નિયમિત તપાસ કરવી પડશે
આ ઉપરાંત કોઈ ચાંદી અને ચાંદી સંબંધિત સ્કિમ્સમાં 95 ટકા સુધીનું રોકાણ સિલ્વર ETF (Invest in Silver ETFs) માટે કરી શકે છે. આ હેઠળ તેને 99.9 ટકા ક્વોલિટી સાથે 30 કિલો ચાંદીના બાર ખરીદવાની છૂટ છે. શરત એ છે કે, ચાંદીની ગુણવત્તા લંડન બુલિયન માર્કેટ એસોસિએશનના ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરે છે. SEBIએ પારદર્શકતા માટે તેને ફરજિયાત બનાવ્યું છે. નિયમો અનુસાર, ફંડ કંપનીઓએ સિલ્વર ઈટીએફ (Invest in Silver ETFs) કસ્ટોડિયન પાસે રહેલા આ ચાંદીના સ્ટોકની નિયમિત તપાસ કરવી પડશે. જ્યારે મ્યુચ્યૂઅલ ફંડના ઓડિટર્સે દર છ મહિને ફંડ ટ્રસ્ટીઓને તેમનો રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે.
સિલ્વર ETFમાં 100 રૂપિયા સુધીનું પણ કરી શકાય છે રોકાણ
અત્યાર સુધી ચાંદીમાં રોકાણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) દ્વારા જ શક્ય બન્યું છે, પરંતુ દરેક માટે આ ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવું શક્ય નથી. તેના રોકાણકારોને ખરીદવેચાણની બાબતમાં ખૂબ જ કુશળ હોવું જરૂરી છે. સિલ્વર ETFની (Invest in Silver ETFs) વિશેષતા એ છે કે, તેમાં તમે 100 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ માટે તમારે ચાંદી ખરીદવાની પણ જરૂર નથી. જ્યારે તમે સિલ્વર ETF (Invest in Silver ETFs) દ્વારા ખરીદી કરો છો. ત્યારે ચાંદીની રકમ ઈલેક્ટ્રોનિક રીતે જમા થાય છે. ત્યારબાદ તમે તેને તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ ખરીદી અને વેચી શકો છો. સામાન્ય રીતે, ચાંદીની કિંમત પ્રદેશ પ્રમાણે બદલાય છે, પરંતુ ETF (Invest in Silver ETFs)માં તેની કિંમત સમાન છે.
ETFમાં ટ્રેડિંગ માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ જરૂરી છે
નિયમિત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ડીમેટ એકાઉન્ટની જરૂર નથી. મહેરબાની કરીને ધ્યાન રાખો કે, ETFમાં ટ્રેડિંગ માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે, ટૂંક સમયમાં ફંડ કંપનીઓ સિલ્વર ફંડ ઓફ ફંડ્સ પણ જાહેર (Invest in Silver ETFs) કરશે, જેથી લોકો ડીમેટ ખાતા વગર સિલ્વર ETFમાં (Invest in Silver ETFs) રોકાણ કરી શકે.
કુલ રોકાણના 5 ટકાથી વધુ સિલ્વર ETFમાં રોકાણ ન કરવું
ડેટા અનુસાર, વર્ષ 2020માં ઉદ્યોગ ક્ષેત્રમાં 79,816 કરોડ રૂપિયાની ચાંદીનો ઉપયોગ થયો હતો. એ જ રીતે લોકોએ ઘરેણાં માટે 34,985 કરોડ રૂપિયાની ચાંદી ખરીદી હતી. તેમ જ 38,711 કરોડ રૂપિયાની ચાંદી રોકાણના હેતુ માટે ખરીદવામાં આવી હતી. એક વાત યાદ રાખવા જેવી છે કે, ચાંદીમાં વોલેટિલિટી વધુ જોવા મળે છે. લાંબા ગાળે શું વળતર મળશે. તેનું યોગ્ય વિશ્લેષણ હજી ઉપલબ્ધ નથી. જો તમે સિલ્વર ETFમાં (Invest in Silver ETFs) રોકાણ કરવા માગો છો તો નિષ્ણાતની સલાહ પણ લો. તે તમને યોગ્ય ભાવે કેવી રીતે ખરીદવું અને યોગ્ય સમયે વેચવું તેની માહિતી આપશે. એક બીજી વાત ધ્યાનમાં રાખો કે, તમારે તમારા કુલ રોકાણના 5 ટકાથી વધુ સિલ્વર ઈટીએફમાં (Invest in Silver ETFs) રોકાણ ન કરવું જોઈએ.