ETV Bharat / bharat

લખીમપુર ખેરીના સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ - Khimpur Kheri Internet

બુધવારે લખીમપુર ખેરી અને સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અહેવાલો છે કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પીડિતોના પરિવારોને મળવા જઈ રહ્યા હતા.

લખીમપુર ખેરીના સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

author img

By

Published : Oct 6, 2021, 4:30 PM IST

  • સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ
  • અશુભ બનાવ અટકાવવા માટે કલમ 144 લાગુ
  • તણાવ પેદા કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવીશું

લખનઉ: કોંગ્રેસના કેટલાક નેતાઓ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પીડિતોના પરિવારોને મળવા જઈ રહ્યા હોવાના અહેવાલોને પગલે બુધવારે લખીમપુર ખેરી અને સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો પ્રતિબંધ હટાવી શકાય છે

સેવાઓ બંધ થવાનો કોઈ સત્તાવાર સંચાર ન હોવા છતાં, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ સાવચેતીના પગલા તરીકે કરવામાં આવ્યું રહ્યું છે. "અમે વિસ્તારમાં તણાવ પેદા કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવીશું. જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો સાંજ સુધીમાં પ્રતિબંધ હટાવી શકાય છે."

અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે કલમ 144 લાગુ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પ્રિયંકાને મળવા માટે લખનૌ અને પછી સીતાપુર આવવાના હતા. જો કે, રાજ્ય વહીવટીતંત્રે તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. અગાઉ, લખીમપુર જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ અટકાવી દીધી હતી અને કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM Modi 2 નવેમ્બરે ધનતેરસના દિવસે અયોધ્યા જશે, ઉત્તરપ્રદેશમાં તૈયારીઓ શરૂ

આ પણ વાંચોઃ આખા દેશમાં ખેડૂતો પર યોજનાબદ્ધ આક્રમણ થઈ રહ્યું છે, અમારી શું ભૂલ છે કે અમને લખીમપુર જતાં અટકાવવામાં આવી રહ્યા છે? : રાહુલ ગાંધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.