- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ
- મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો
- પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ થયો હતો
હૈદરાબાદ: ભારતના ઈતિહાસમાં 2 ઓક્ટોબરના દિવસ મહત્વપૂર્ણ છે. આ દિવસ દેશની 2 મહાન હસ્તીઓના જન્મદિવસ તરીકે ઈતિહાસમાં કંડારાયેલો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આજના દિવસે જન્મ લીધો હતો. જેમણે ભારતની આઝાદી તેમજ સ્વતંત્ર ભારતને આકાર આપવામાં સિંહફાળો આપ્યો છે.
આ પણ વાંચો : જાણો કોણ હતા 'રંભા' જેમણે મહાત્મા ગાંધીને રામ નામનું મહત્વ સમજાવ્યું...
શિક્ષા અને જન જાગૃતતા દ્વારા અહિંસાના સંદેશને પ્રસારિત કરવાનો અવસર
વિશ્વભરમાં બાપુને તેમના અહિંસાત્મક આંદોલનો માટે ઓળખવામાં આવે છે. આજના દિવસે આપણે જેમનો જન્મદિવસ ઉજવીએ છીએ, તેમણે જ અહિંસાની ધારણાને આગળ ધપાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. તેમના આ પ્રયોગનો વિશ્વભરમાં ખૂબ સારો એવો પ્રભાવ પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ શિક્ષા અને જન જાગૃતતા દ્વારા અહિંસાના સંદેશને પ્રસારિત કરવાનો અવસર છે. આ સિવાય આ સાર્વભૌમિકતા, શાંતિ, સહિષ્ણુતા, સમજ અને અહિંસાની સંસ્કૃતિની રક્ષા કરવાની ઈચ્છાની પણ પુષ્ટિ કરે છે.
અહિંસા એક દર્શન છે, એક સિદ્ધાંત
વિશ્વ અહિંસા દિવસ, મહાત્મા ગાંધી પ્રત્યે વૈશ્વિક કક્ષાએ સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. બાપુનું કહેવું હતું કે, અહિંસા એક દર્શન છે, એક સિદ્ધાંત છે અને એક અનુભવ છે. જેના આધાર પર સમાજને વધારે સારો બનાવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે મહાત્મા ગાંધીના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવા માટેનો ઉદ્દેશ્ય પણ મહત્વપૂર્ણ છે. ભારતની સ્વતંત્રતા, બાપુની પ્રતિબદ્ધતા વિશ્વભરમાં નાગરિક અને માનવ અધિકારોની પહેલની આધારશિલા રહી છે. સીધા શબ્દોમાં કહીએ તો મહાત્મા ગાંધીએ હિંસાના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે પોતાના કાર્યો કર્યા. આ એક એવો બોધપાઠ છે, જેને આપણે સૌ પોતાના જીવનમાં ઉતારી શકીએ છીએ.
આ પણ વાંચો : ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન
સત્યાગ્રહ
સત્યાગ્રહ, આ સંસ્કૃત શબ્દ સત્ય અને અગ્રા (પકડવું અથવા રાખવું) માંથી લેવામાં આવ્યો છે. ગાંધીજીનું માનવું હતું કે, જે લોકો સત્યાગ્રહ કરતા હતા, તેઓ ખુદને નૈતિક બનાવવાની સાથે સાથે એક દિવ્ય બળ સાથે ખુદને જોડતા હતા. આ એક પ્રકારે આત્મબળનો જ એક પ્રકાર છે. 1908ના એક લેખમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, એક સત્યાગ્રહીએ પોતાના મનના ડરથી છૂટકારો મેળવ્યો અને અન્ય લોકોના દાસ બનવાની ના પાડી દીધી. સત્યાગ્રહ મનનો એક દ્રષ્ટિકોણ હતો અને જે કોઈ આ ભાવનામાં કાર્ય કરે તો વિજયી થવા માટે દાવેદાર બની જાય છે.