- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે કર્યો એગ્રિમેન્ટ
- 4,667 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે અદાણીનો પાવર પરચેઝ એગ્રિમેન્ટ
- વર્ષ 2030માં સૌર ઊર્જા માટે વિશ્વની સૌથી મોટી કંપની બનવા તરફ એક પગલું
અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જી લિમિટિડે સૌર ઊર્જા વિકાસકાર તરીકે વિશ્વની સૌથી વિશાળ કંપની તરીકેની નામના મેળવી છે. ત્યારે હવે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમની સાથે (India's Solar Energy Corporation) 4,667 મેગાવોટ રિન્યુએબલ એનર્જી પૂરી પાડવા માટે પાવર પરચેઝ એગ્રિમેન્ટ (Adani Green Energy Limited signs world's largest power purchase agreement) કર્યો છે, જે અત્યાર સુધી વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ (The world's largest power purchase agreement) છે.
સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપવા એક પ્રયાસઃ ગૌતમ અદાણી
આ અંગે અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત હેઠળ (Solar energy Aatmanirbhar Bharat) સ્થાનિક ઉત્પાદનને ઉત્તેજન આપવા અને ભારતને રિન્યુએબલ એનર્જીના (India's Renewable Energy) ક્ષેત્રમાં સ્વાવલંબી બનાવવા તરફ અમારી યાત્રામાં આ એક પગલું છે. આ એગ્રિમેન્ટ વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ ક્ષેત્રમાં અમને વિશ્વની સૌથી મોટી કંપની બનવા માટેની મહત્ત્વની કડી બનશે.
આ પણ વાંચો- ગુજરાતના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કરાર થયા
2,000 મેગાવોટ માટે 2થી 3 મહિનામાં થશે એગ્રિમેન્ટ
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (Adani Green Energy Limited signs world's largest power purchase agreement) અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (India's Solar Energy Corporation) વચ્ચે 4,667 મેગાવોટ સૌર ઊર્જાનો પૂરવઠો પૂરો પાડવા માટે આ કરાર થયા છે, જે વિશ્વનો સૌથી મોટો સોલાર ડેવલપમેન્ટ ટેન્ડર (The world's largest power purchase agreement) બન્યો છે. અત્યાર સુધી 8,000માંથી 6,000 મેગાવોટ માટેના એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર થયા છે. જ્યારે આગામી 2-3 મહિનામાં અન્ય 2,000 મેગાવોટ માટે એગ્રિમેન્ટ થશે.