મુંબઈ : ચાલુ કારોબારી સપ્તાહના દરમિયાન ભારતીય શેરબજાર સતત ઉતાર ચડાવ જોવા મળ્યો છે. ત્યારે આજે 12 જાન્યુઆરી, શુક્રવાર એટલે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex ગતરોજના 71,721 બંધ સામે 427 પોઈન્ટના વધારા સાથે 72,148 પર ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગતરોજના 21,647 બંધ સામે 126 પોઈન્ટના વધારા સાથે 21,773 પર ખુલ્યો હતો.
માર્કેટ ટ્રિગર : અમેરિકામાં ડિસેમ્બર CPI 3.1% થી વધીને 3.4% થયો છે. જ્યારે અમેરિકી બજાર સુધારા સાથે નીચા સ્તરેથી ઉપર ચઢી સપાટ બંધ થયું છે. TCS અને Infosys ના પરિણામો અપેક્ષા કરતા વધારે છે, જ્યારે HCL Tech, Wipro, HDFC લાઇફના પરિણામો આવશે. ભારતીય શેરબજારમાં IT સેક્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. Nifty IT ઈન્ડેક્સ 3.25 ટકા વધ્યો છે. જેમાં ઇન્ફોસિસ 5% અને TCS 2% ઉછળ્યો છે.
વૈશ્વિક શેરબજાર : ભારે ઉતારચઢાવ બાદ અમેરિકી બજારના સપાટ કારોબાર વચ્ચે 375 પોઈન્ટની રેન્જમાં વેપાર સાથે DOW 15 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. DOW અને S&P 500 નો ઇન્ટ્રા ડેમાં નવા રેકોર્ડ બનાવ્યો છે. તમામ 11 સેક્ટર પર દબાણ છે, ત્યારે સ્મોલકેપ્સમાં વેચવાલી સાથે રસેલ 2000 0.75% ગગડ્યો હતો. માઈક્રોસોફ્ટનું માર્કેટ કેપ હવે એપલ કરતા વધતા માઈક્રોસોફ્ટ વિશ્વની સૌથી મોટી કંપની બની છે.
ગ્લોબલ કોમોડિટી માર્કેટ : મધ્ય પૂર્વમાં તણાવ વધવાની ભીતિના કારણે કાચા તેલમાં હડકંપ છે. ક્રૂડ ઓઈલમાં 2% નો બાઉન્સબેક નોંધાયો છે. ઈરાકી તેલને તુર્કી લઈને જઈ રહેલા જહાજને ઈરાને જપ્ત કર્યું છે. બુલિયનમાં સુસ્ત તથા મેટલ્સમાં બંધ કારોબાર છે. એગ્રી કોમોડિટીમાં મિશ્ર ટ્રેડ જોવા મળ્યો હતો.