નવી દિલ્હી : દક્ષિણ દિલ્હીના ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલી ઈન્ડિયન પબ્લિક સ્કૂલને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. જેના કારણે શાળામાં ચકચાર મચી ગઈ હતી. શાળાને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવી હતી અને સમગ્ર કેમ્પસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકોના વાલીઓને બોલાવીને બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક સ્થાનિક પોલીસ પણ સ્કૂલની અંદર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ બીજી વખત બની રહ્યું છે જ્યારે ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં બોમ્બ હોવાની માહિતી ઈમેલ દ્વારા પોલીસને આપવામાં આવી છે. અગાઉ 28 નવેમ્બરે પણ આવી ઘટના બની હતી.
આ પણ વાંચો : Bomb Threat on IndiGo Flight: આર્મી ઓફિસરે હૈદરાબાદ એરપોર્ટ પર બોમ્બ અંગે ખોટી આપી માહિતી
દિલ્હીની ભારતીય શાળાને બોમ્બની મળી ધમકી : પોલીસે જણાવ્યું હતું કે, બીઆરટી માર્ગ પર સાદિક નગર સ્થિત શાળાના સત્તાવાર ઈ-મેલ આઈડી પર સવારે 10:49 વાગ્યે એક મેઈલ આવ્યો કે, શાળા પરિસરમાં બોમ્બ છે. આ પછી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડોગ સ્કવોડ સાથે શાળામાં શોધખોળ કરવામાં આવી રહી છે. પોતાના બાળકોને લેવા આવેલા પેરેન્ટ્સનું કહેવું છે કે, તેમને સ્કૂલમાંથી ફોન આવ્યો હતો, જેના પછી તેઓ ગભરાઈ ગયા હતા. અમે અમારા બાળકોને લેવા શાળાએ પહોંચ્યા છીએ. દરેક વ્યક્તિ હવે સુરક્ષિત છે. અમને કહેવામાં આવ્યું હતું કે, શાળામાં બોમ્બ કોલ આવ્યો હતો. જે બાદ તમામ વાલીઓ પરેશાન થઈ ગયા અને અહીંથી પોતાના બાળકોને ઘરે લઈ જઈ રહ્યા છે.
આ પણ વાંચો : Hoax Bomb Threat : બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચના પરિસરમાં બોમ્બની અફવા
પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા બોમ્બ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે : શાળામાં ભણતા બાળકોએ પણ જણાવ્યું હતું કે, અચાનક જ અમને વર્ગમાં આ માહિતી આપવામાં આવી હતી. આ પછી તમામ બાળકોને એક જગ્યાએ લઈ જઈને એક તરફ ઉભા કરી દેવામાં આવ્યા હતા. તમામ ક્લાસ રૂમ ખાલી કરાવવામાં આવ્યા હતા. પોલીસ અને ડોગ સ્કવોડ દ્વારા બોમ્બ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.