ETV Bharat / bharat

International News : US પ્રમુખની હત્યાનો પ્રયાસ કરનાર ભારતીય મૂળના કિશોરને થઈ શકે છે 10 વર્ષની જેલ - US પ્રમુખ જો બિડેનની હત્યાનો પ્રયાસ

વ્હાઇટ હાઉસના બેરિકેડ્સમાં ટ્રક ઘુસાડવા બદલ ધરપકડ કરાયેલા વર્ષિતને ફેડરલ કોર્ટના ન્યાયાધીશ રોબિન મેરીવેધર સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો અને ન્યાયાધીશે તેને 30 મે સુધી કસ્ટડીમાં રિમાન્ડ આપવાનો આદેશ જારી કર્યો હતો.

White House:
White House:
author img

By

Published : May 26, 2023, 5:37 PM IST

Updated : May 26, 2023, 5:55 PM IST

વોશિંગ્ટન: ભારતીય મૂળના સાઇ વર્ષિત કંડુલા (19) પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેને 10 વર્ષની સજા થઈ શકે છે. વર્ષિત કે જે હાલમાં ચેસ્ટરફિલ્ડ મિઝોરીમાં રહે છે. તેના પર આરોપ છે કે તેણે 22 મે સોમવારની રાત્રે ઇરાદાપૂર્વક ભાડે લીધેલી યુ-હોલ ટ્રકને વ્હાઇટ હાઉસના અવરોધ સાથે અથડાવી દીધી હતી.

યુએસ પ્રમુખને મારીને સત્તા કબજે કરવાની યોજના: તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે આરોપી કિશોરે સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તે હવેલીની અંદર જઈને "સત્તા કબજે કરવા" અને યુએસ પ્રમુખ જો બાઈડનને "મારવા" માંગે છે. તેની ધરપકડ બાદ વર્ષિત પર મિલકતના વિનાશ, બેફામ ડ્રાઇવિંગ, રાષ્ટ્રપતિને મારી નાખવાની ધમકી અને પરવાનગી વગર પેશકદમી કરવા સંબંધિત વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો: વર્ષિતને ફેડરલ કોર્ટના જજ રોબિન મેરીવેધર સમક્ષ હાજર કરવામાં આવ્યો અને જજે તેને 30 મે સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ જારી કર્યો છે. કેસરી રંગના જમ્પસૂટમાં કોર્ટમાં હાજર થઈને વર્ષિતે ન્યાયાધીશ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નમ્રતાપૂર્વક જવાબ આપ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે સજા આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે અને વર્ષિતને 10 વર્ષની જેલ અને 2,50,000 ડોલરનો દંડ થઈ શકે છે.

  1. Pm modi in Australia: આ સહન નહી કરીએ, મોદીએ ફરી ઉઠાવ્યો ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો
  2. White House: ભારતીય મૂળના કિશોરે ઇરાદાપૂર્વક વ્હાઇટ હાઉસના બેરિકેડ્સમાં ટ્રક ઘુસાડી

હિટલરનું સ્વસ્તિક પ્રતીક ધરાવતો નાઝી ધ્વજ: વર્ષિત સોમવારે રાત્રે વ્હાઇટ હાઉસ તરફ ટ્રક ચલાવીને બેરિકેડ્સ સાથે અથડાયા પછી સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ટ્રકમાં કોઈ વિસ્ફોટકો ન હોવાની પુષ્ટિ કરતી વખતે, પોલીસને જર્મન સરમુખત્યાર હિટલરનું સ્વસ્તિક પ્રતીક ધરાવતો નાઝી ધ્વજ મળ્યો.

છ મહિનાથી હુમલાની યોજના: વર્ષિતનો ઉદ્દેશ્ય જો બાઈડનને બદખાસ્ત કરવાનો અને સત્તા કબજે કરવાનો હોવાનું જાહેર કરીને વર્ષિતે પોતાની જાતને બેરોજગારી ડેટા વિશ્લેષક તરીકે રજૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વર્ષિતે સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તે છ મહિનાથી હુમલાની યોજના બનાવી રહ્યો હતો અને "ગ્રીન બુક"માં યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.

Last Updated : May 26, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.