- બ્રિટને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની કરી ટિકા
- ભારતીય હાઈકમિશને બ્રિટન સામે નારાજગી વ્યક્ત કરી
- 1 લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળી ઈ-એપ્લિકેશન થઈ હતી
લંડનઃ બ્રિટને ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની ટિકા કરી છે. આ અંગે ભારતીય હાઈકમિશને નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોના આંદોલન વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર અને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દા અંગે પણ ઈ-એપ્લિકેશન પર કેટલાક સાંસદો વચ્ચે થયેલી ચર્ચાની ભારતીય હાઈકમિશને ટિકા કરી છે.
આ પણ વાંચોઃ ભારતમાં ઈઝરાયેલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટમાં અમારો હાથ નહતોઃ ઈરાન
ભારતીય હાઈકમિશને સોમવારે સાંજે બ્રિટનના સંસદ પરિસરમાં થયેલી ચર્ચાની ટિકા કરી હતી. ભારતીય હાઈકમિશને જણાવ્યું હતું કે, એક તરફી ચર્ચામાં ખોટા દાવા કર્યા છે. અમને ખૂબ જ અફસોસ છે કે, સંતુલિત બહેસ વિના કોઈ ઠોસ પૂરાવાના ખોટા દાવા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સ્વિત્ઝર્લેન્ડમાં જાહેર સ્થળ પર ચહેરો ઢાંકવા પર લાગશે પ્રતિબંધ
બ્રિટને ભારતના ખેડૂત આંદોલનને ગણાવ્યો હતો અંગત મામલો
આ ચર્ચા એક લાખથી વધુ લોકોના હસ્તાક્ષર વાળી ઈ-એપ્લિકેશન પર કરવામાં આવી. ભારતીય હાઈકમિશને આ ચર્ચા પર પોતાની નારાજગી જાહેર કરી છે. જોકે, બ્રિટનની સરકાર પહેલાથી જ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને અંગત મામલો કહી ચૂકી છે.