ETV Bharat / bharat

India vs Srilanka T-20: ભારતની વિજયી શરૂઆત, શ્રીલંકાને હરાવી સતત 10મી T20 મેચ જીતી

ભારતીય ટીમે લખનૌમાં રમાયેલી પ્રથમ T20 મેચ (India vs Srilanka T-20) 62 રને જીતીને સિરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ઓપનર ઈશાન કિશન (89) અને શ્રેયસ ઐયર (અણનમ 56)ની અડધી સદીની મદદથી ભારતે બે વિકેટે 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

India vs Srilanka T-20: ભારતની વિજયી શરૂઆત, શ્રીલંકાને હરાવી સતત 10મી T20 મેચ જીતી
India vs Srilanka T-20: ભારતની વિજયી શરૂઆત, શ્રીલંકાને હરાવી સતત 10મી T20 મેચ જીતી
author img

By

Published : Feb 25, 2022, 12:06 PM IST

લખનૌઃ રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. લખનૌના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચની સિરિઝની પ્રથમ મેચ (India vs Srilanka T-20)માં ગુરુવારે શ્રીલંકાએ 62 રનના વિશાળ માર્જિનથી 1-0થી લીડ મેળવી હતી.

20 ઓવરમાં 199 રન

તમને જણાવી દઈએ કે, ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India bating)એ ઈશાન કિશન (89), શ્રેયસ અય્યર (57) અને રોહિત શર્મા (44)ની વિસ્ફોટક ઈનિંગ્સના કારણે 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 6 વિકેટે 137 રન બનાવી શકી અને 62 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ. શ્રીલંકા તરફથી ચરિથ અસલંકા સૌથી સફળ બેટ્સમેન રહ્યો, તેણે 53 (47) રન બનાવ્યા.

સતત દસમી T20 જીત

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને વેંકટેશ અય્યરે 2-2 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારતીય ટીમની આ સતત દસમી T20 જીત છે. વર્લ્ડ કપમાં છેલ્લી ત્રણ મેચ જીત્યા બાદ ભારતે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0ના અંતરથી જીત મેળવી છે. આ ક્રમમાં ભારતની આ સતત દસમી T20 જીત છે.

આ પણ વાંચો: IPL 2022: IPLની 15મી સિઝન 26 માર્ચથી થશે શરૂ, 29 મે ના રોજ રમાશે ફાઇનલ

30 બોલમાં અડધી સદી

ભારતને રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડી (Rohit Sharma Ishan Kishan)એ શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 111 રનની ભાગીદારી કરી હતી. 12મી ઓવરના પાંચમા બોલ પર રોહિત શર્મા 32 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા ઈશાન કિશને 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિતના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા શ્રેયસે કિશનની સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી. સદી પહેલા 11 રન બનાવીને ઈશાન શનાકાના બોલ પર કેચ આઉટ થયો હતો. આ સાથે ઈશાન અને અય્યરની ભાગીદારીનો અંત આવ્યો.

આ પણ વાંચો: T20 World Cup : શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ભારત વિશ્વના દાવેદાર પર દાવ રમશે

ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પ્રથમ T20માં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 6 ફેરફાર સાથે મેદાનમાં ઉતરી હતી. દીપક હુડાએ ટી-20 ડેબ્યૂ કર્યું, સૂર્યકુમાર યાદવ અને ઝડપી બોલર દીપક ચહર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ ત્રીજી ટી20 દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. BCCIએ બંનેને બદલે અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કર્યા નથી. વિરાટ કોહલી અને ઋષભ પંતને પહેલાથી જ આરામ આપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.