મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણીની(IND vs AUS T20 series) પ્રથમ મેચ આજે મોહાલીમાં રમાઈ હતી. ત્રણ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું(Australia beat India). ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ઓસ્ટ્રલિયાનો પ્રથમ મેચમાં વિજય હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19.2 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેમેરોન ગ્રીને 30 બોલમાં 61 રન અને મેથ્યુ વેડે 21 બોલમાં 45 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આગામી મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
હાર્દિક રાહુલની ઇનિંગ કામ ન આવી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી. હાર્દિકે 30 બોલમાં 71 રન અને રાહુલે 35 બોલમાં 55 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે ત્રણ, જોશ હેઝલવુડે બે અને કેમેરોન ગ્રીને એક વિકેટ લીધી હતી.
ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટમેન), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થયો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ: એરોન ફિન્ચ (સી), કેમેરોન ગ્રીન, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટ), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડનો સમાવેશ થયો હતો.