- આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી થશે બમણી
- ભારત અવકાશમાં બીજી છલાંગ લગાવવા માટે તૈયાર
- 12 ઓગસ્ટના રોજ GSLV-F10 દ્વારા EOS-03 લોન્ચ કરશે
હૈદરાબાદ: પૃથ્વી પર નિરીક્ષણ કરનાર જીસેટ-1ને GSLV-F10 દ્વારા લોન્ચ કરવામાં આવતા જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1નું કોડનેમ EOS-03 રાખવામાં આવ્યું છે. ઉપગ્રહનું લોન્ચિંગ 12 ઓગસ્ટના રોજ સવારે 5:43 વાગ્યે કરવામાં આવશે.
-
First stage of GSLV-F10 on its mobile launch pedestal.
— ISRO (@isro) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Launch on August 12 at 0543 hrs IST#GSLVF10 #EOS03 #ISRO pic.twitter.com/Q1VsPNX43l
">First stage of GSLV-F10 on its mobile launch pedestal.
— ISRO (@isro) August 6, 2021
Launch on August 12 at 0543 hrs IST#GSLVF10 #EOS03 #ISRO pic.twitter.com/Q1VsPNX43lFirst stage of GSLV-F10 on its mobile launch pedestal.
— ISRO (@isro) August 6, 2021
Launch on August 12 at 0543 hrs IST#GSLVF10 #EOS03 #ISRO pic.twitter.com/Q1VsPNX43l
12 ઓગસ્ટના રોજ કરવામાં આવનારો EOS-03 એક અત્યંત અદ્યતન ઉપગ્રહ છે, જે GSLV F10 વાહનની મદદથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે આ ઉપગ્રહનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યુ હતુ. અગાઉ 28 ફેબ્રુઆરી 2021ના રોજ ISROએ 18 નાના ઉપગ્રહોને પણ લોન્ચ કર્યા હતા.
-
GSLV-F10 is slated to launch Earth Observation Satellite, EOS-03 on August 12, 2021 from Satish Dhawan Space Centre SHAR, Sriharikota.
— ISRO (@isro) August 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
For more details visit https://t.co/79hoc9wwMd#ISRO #GSLVF10 #EOS03
">GSLV-F10 is slated to launch Earth Observation Satellite, EOS-03 on August 12, 2021 from Satish Dhawan Space Centre SHAR, Sriharikota.
— ISRO (@isro) August 5, 2021
For more details visit https://t.co/79hoc9wwMd#ISRO #GSLVF10 #EOS03GSLV-F10 is slated to launch Earth Observation Satellite, EOS-03 on August 12, 2021 from Satish Dhawan Space Centre SHAR, Sriharikota.
— ISRO (@isro) August 5, 2021
For more details visit https://t.co/79hoc9wwMd#ISRO #GSLVF10 #EOS03
જાણો શું થશે ફાયદા
- EOS-03 એક ખાસ પ્રકારનો ઉપગ્રહ છે જે એક દિવસમાં ચારથી પાંચ વખત સમગ્ર દેશની તસવીરો લઈ શકે છે. આ ચિત્રો દ્વારા જંગલ વિસ્તારો, જળાશયો, પાક વિશેની ચોક્કસ પરિસ્થિતિ જાણી શકશે. જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે કે, વધી રહ્યો છે તે અંગે સચોટ માહિતી ઉપલબ્ધ થશે.
- EOS -03 પૂર અને ચક્રવાત જેવી કુદરતી આફતોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ સક્ષમ કરશે. આ હવામાનની માહિતી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તેના દ્વારા આગામી હવામાન સંબંધિત આપત્તિઓ વિશે મહત્વની માહિતી મેળવી શકાય છે. અગાઉથી માહિતી મેળવીને, તાત્કાલિક બચાવ અને રાહતનાં પગલાં લઈ શકાય છે.
આ પણ વાંચો: દેશના પહેલા સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર કરશે ISROની મદદ
જીસેટ-1 બાદ વધુ 2 ઉપગ્રહ કરશે લોન્ચ
જીસેટ -1 ના લોન્ચિંગ બાદ ભારત EOS-4 અથવા રીસેટ-1Aના લોન્ચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે એક રડાર ઇમેજિંગ ઉપગ્રહ છે. તે દિવસે અને રાતે તસવીરો લઇ શકે છે. સમગ્ર દિવસ દરમિયાન અને તમામ હવામાન પરિસ્થિતિઓમાં સરખી રીતે ફરવાની ક્ષમતાના આધાર પર આ ઉપગ્રહ દેશના સંરક્ષણમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે.