ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કોવિડ કેસ નોંધાયા, 509ના મોત - કોરોના કુલ આંક

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 46 હજાર 759 નવા કેસ નોંધાયા છે. જ્યારે 509 લોકો મૃત્યુ પામ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કોવિડ કેસ નોંધાયા, 509ના મોત

author img

By

Published : Aug 28, 2021, 12:05 PM IST

  • છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 46 હજાર 759 નવા કેસ નોંધાયા
  • જ્યારે છેલ્લા 24 કલાકમાં 509 લોકો મૃત્યુ
  • અત્યાર સુધીમાં કુલ 4 લાખ 37 હજાર 370 લોકો મૃત્યુ પામ્યા

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા હજુ પણ ઓછી થઈ રહી નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 46 હજાર 759 નવા કેસ નોંધાયા છે. જ્યારે 509 લોકો મૃત્યુ છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજાર 374 લોકો સ્વસ્થ થયા છે. જે બાદ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 18 લાખ 52 હજાર 802 થઈ ગઈ છે, ત્યારે સક્રિય કેસ વધીને ત્રણ લાખ 59 હજાર 775 થયા છે. ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 26 લાખ 49 હજાર 947 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લાખ 37 હજાર 370 લોકો મૃત્યુ પામ્યા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

રસીકરણનો કુલ આંકડો

કોરોના રસીના 62 કરોડ 29 લાખ 89 હજાર 134 ડોઝ આપવામાં આવ્યા હતા, જ્યારે અગાઉના દિવસે દેશમાં 90 લાખથી વધુ કોરોના રસી આપવામાં આવી હતી. જે બાદ રસીકરણનો કુલ આંકડો 62 કરોડ 29 લાખ 89 હજાર 134 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાઇરસ માટે 17 લાખ 61 હજાર 110 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલ સુધી કુલ 51 કરોડ 68 લાખ 87 હજાર 602 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

કેરળમાં 33 હજાર નવા કેસ

બીજી બાજુ, સમગ્ર દેશમાં કેરળમાં સૌથી વધુ કેસ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 હજાર 801 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 179 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 37 લાખ 30 હજાર 198 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 20 હજાર 313 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.