- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,54,118 છે
- કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,99,75,064 થઇ છે
- પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,08,37,222 થઈ ગઈ છે
હૈદરાબાદ: ભારતમાં કોરોના(Corona)ના 41,506 નવા કેસો(New Case) આવ્યા પછી કુલ પોઝિટિવ કેસ(Positive Case)ની સંખ્યા વધીને 3,08,37,222 થઈ ગઈ છે. 895 નવા મૃત્યુ પછી કુલ મૃત્યુ આંક 4,08,040 પર પહોંચી ગયો છે. 41,526 નવા ડિસ્ચાર્જ(Discherge) પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,99,75,064 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,54,118 છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 56 કેસ
દેશમાં રિકવરી રેટ હવે 97.20 ટકા છે
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ(Corona virus)ની 37,23,367 રસી આપવામાં આવી છે, જેના પછી કુલ રસીકરણ(Vaccination)ની સંખ્યા 37,60,32,586 થઇ છે. ગઈકાલે શનિવારે ભારતમાં કોરોના વાયરસ માટે 18,43,500 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે, ગઈકાલ શનિવાર સુધીમાં કુલ 43,08,85,470 નમૂના પરીક્ષણ કરાઇ ચૂક્યા છે. દેશમાં રિકવરી રેટ હવે 97.20 ટકા છે અને દૈનિક પોઝિટિવ દર 2.25 ટકા છે. સતત 20 દિવસ માટે દૈનિક પોઝિટિવ દર 3 ટકા કરતા ઓછો રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આસામમાં કોવિડ-19ના 2,391 નવા કેસ, 24 દર્દીના મોત
આસામ(Assam)માં 2,391 લોકોને કોરોના વાયરસ(Corona virus)થી સંક્રમિત થયા પછી સંક્રમિતોની સંખ્યા વધીને 5,32,084 થઈ ગઈ છે અને 24 લોકોની મોત થવાના કારણે મૃત્યુઆંક 4,812 પર પહોંચી ગયો છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા બુલેટિન જારી કરીને આ માહિતી આપવામાં આવી છે. હાલમાં આસામ(Assam)માં 21,202 લોકો સારવાર લઈ રહ્યા છે. બુલેટિન અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,854 લોકો સ્વસ્થ થયા છે, જેના કારણે સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને 5,04,723 થઈ ગઈ છે. રાજ્યમાં સ્વસ્થ થયાનો દર 94.86 ટકા છે.
દૈનિક સંક્રમણ દર 1.79 ટકા છે
છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા નવા કેસોમાંથી 234 ગોલાઘાટના, 228 કામરૂપ મેટ્રોના, 206 જોરહટના અને 141 સોનિતપુરના કેસ છે. છેલ્લા 24 કલાકમાં ચકાસાયેલા 1,33,308 નમૂનાઓમાં નવા કેસની પુષ્ટિ થઈ છે અને દૈનિક સંક્રમણ દર 1.79 ટકા છે. હાલમાં, કોવિડ -19થી મૃત્યુ દર 0.90 ટકા છે અને રાજ્યમાં અન્ય રોગથી પીડિત 1,347 દર્દીઓની સંક્રમણના કારણે મોત થઇ છે.
આ પણ વાંચોઃ India Corona Update: 24 ક્લાકમાં નવા 42,766 કેસ, 1,206 મોત
કુલ 79,05,337 લોકોને રસી આપવામાં આવી છે
રાજ્યમાં અત્યાર સુધીમાં 1,60,04,058 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. કુલ 79,05,337 લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી 13,44,806 લોકોએ એન્ટી કોવિડ -19 રસીના બન્ને ડોઝ લઇ લીધા છે.