અમદાવાદ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફિ ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેમાં 4 ટેસ્ટની સિરીઝમાં ભારત 2-1 થી આગળ ચાલી રહ્યું છે. શુભમન ગિલે તેના કરિયરની બીજી સદી ફટકારી હતી. હાલમાં ભારતની સ્થિતિ સારી જોવા મળી રહી છે. 3જા દિવસના અંત સુઘીમાં ભારત સારુ પરફોર્મંસ કરી રહ્યું છે.
-
4TH Test. 95.3: Matthew Kuhnemann to Ravindra Jadeja 6 runs, India 280/3 https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">4TH Test. 95.3: Matthew Kuhnemann to Ravindra Jadeja 6 runs, India 280/3 https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 11, 20234TH Test. 95.3: Matthew Kuhnemann to Ravindra Jadeja 6 runs, India 280/3 https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 11, 2023
ભારતની મજબુત શરુઆત : ગિલે સુકાની રોહિત શર્મા (58 બોલમાં 35) સાથે ઓપનિંગ સ્ટેન્ડ માટે 74 અને ચેતેશ્વર પૂજારા (121 બોલમાં 42) સાથે બીજી વિકેટ માટે 113 રન જોડ્યા હતા. વિરામ સમયે, વિરાટ કોહલી (0 બેટિંગ) ગીલને કંપની આપી રહ્યો હતો અને ભારત હજુ પણ ઓસ્ટ્રેલિયાના 480ના પ્રથમ દાવના સ્કોરથી 292 રન પાછળ છે.
222 રન પાછળ ટીમ ઇન્ડિયા : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાઇ રહી છે. બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટ ગુમાવીને 254 રન થયા છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. આ ઇનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગીલે ઓપનિંગ કર્યું હતું. રોહિત શર્મા 35 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ત્યારબાદ શુભમન ગીલે ટીમની બાગડોર સંભાળી હતી. શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ગિલે 235 બોલમાં 128 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ કરિયરમાં ગિલની આ બીજી સદી છે.
ગીલે કરિયરની બીજી સદી પુરી કરી : 86 ઓવરમાં ભારતનો સ્કોર 3 વિકેટે 254 રન છે. ભારતની શરુઆત સારી જોવા મળી રહી છે. મેદાન પર ગીલ અને પુજારાએ સારુ પર્ફોમશ કર્યું હતું. પૂજારા 42 રન બનાવીને LBW આઉટ થયો હતો. ગિલ અને પૂજારાએ 113 રનની ભાગીદારી નોંધાવી હતી. હાલમાં ક્રિઝ પર વિરાટ કોહલી અને જાડેજા મૌજુદ છે. વિરાટ કોહલી 42 રન બનાવીને તેમજ જાડેજા 03 રન બનાવીને ક્રિઝ પર મૌજૂદ છે. રોહિત શર્માએ 58 બોલમાં 35 રન, શુભમન ગીલે 235 બોલમાં 128 રન, ચેતેશ્વર પુજારા 121 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો છે. ભારત હજી પણ ઓસ્ટ્રેલિયાથી 222 રન પાછળ છે.