ETV Bharat / bharat

મોદી સરકાર દ્વારા 'પડ્યા પર પાટુ', ડીઝલ - પેટ્રોલ અને સોના પર લીધો મોટો નિર્ણય

મોંઘવારીની માર સાથે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. રૂપિયામાં સતત થઈ રહેલા ઘટાડા અને વિદેશી ફંડના નુકસાન વચ્ચે કેન્દ્ર (import duty on gold raises) સરકારે સોનુ, ડીઝલ અને પેટ્રોલને અને એવિએશન ફ્યુલ પર ટેક્સ વધારવાનુ નક્કી કર્યુ (export taxes for diesel petrol atf increases) છે. આથી, આ તમામ વસ્તુઓના ભાવ વધારાની સંભાવના છે, જેની અસર સામાન્ય માણસ પર પણ પડી શકે છે.

મહિનાના પહેલા જ દિવસે મોદી સરકારને મોટો ફટકો, સોના, ડીઝલ અને પેટ્રોલ પર લીધો આ નિર્ણય

author img

By

Published : Jul 1, 2022, 1:54 PM IST

નવી દિલ્હીઃ રૂપિયામાં સતત થઈ રહેલા ઘટાડા અને વિદેશી મુદ્રા ભંડારના નુકસાન વચ્ચે કેન્દ્રની (import duty on gold raises) મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. સોનાની માંગને અંકુશમાં લેવા માટે સરકારે સોના પરની આયાત જકાત વધારી દીધી (import duty on gold) છે. આ સાથે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર ટેક્સ વધારવાનો પણ નિર્ણય (export taxes for diesel petrol atf increases) કર્યો છે. તાજેતરના નિર્ણય બાદ દેશમાં સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે. બીજી તરફ, ડીઝલ, પેટ્રોલ અને એટીએફની કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: મૃત્યુ પામેલા વ્યક્તિને કોર્ટે ફટકાર્યો દંડ, કારણ જાણીને તમે પણ ચોકી જશો

રૂપિયા બચાવવાનો પ્રયાસ: મોદી સરકારે સોનાની (Tax on export of diesel and petrol) આયાત પર બેઝિક ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 12.5 ટકા કરી દીધી છે. અગાઉ તેનો દર 7.5 ટકા હતો. એક સત્તાવાર સૂચનામાં આની માહિતી આપવામાં આવી છે. ભારત સોનાનો બીજો સૌથી મોટો ઉપભોક્તા છે. ભારતે મોટાભાગે તેની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સોનાની આયાત કરવી પડે છે. ક્રૂડ તેલ પછી, સોનું ભારતના આયાત બિલના સૌથી મોટા ઘટકોમાંનું એક છે. જો આ નિર્ણય સોનાની માંગમાં ઘટાડો કરે છે, તો તે આખરે રૂપિયાની બચત કરવામાં મદદરૂપ સાબિત થશે.

આ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ: આ સાથે સરકારે પેટ્રોલ, ડીઝલ અને ઉડ્ડયન ઈંધણ પરની નિકાસ ડ્યુટી વધારવાનો પણ નિર્ણય લીધો છે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે, જ્યારે સ્થાનિક રિફાઈનરીઓ ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ કરીને મોટો નફો કમાઈ રહી હતી. સરકારે પેટ્રોલ અને ATFની નિકાસ પર પ્રતિ લિટર 6 રૂપિયાની ડ્યૂટી વધારી છે. એ જ રીતે ડીઝલની નિકાસ પરની ડ્યુટીમાં 13 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે એક અલગ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, સ્થાનિક ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન રૂ. 23,230નો વધારાનો ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જાણો PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શું થયા છે ફેરફાર...

રિફાઈનરી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો: જો કે, તાજેતરના નિર્ણયમાંથી, સરકારે તે રિફાઇનરીઓને બાકાત રાખ્યા છે, જે નિકાસ કેન્દ્રિત છે. સરકારે એવી જોગવાઈ કરી છે કે, નિકાસકારો પહેલા તેમના સ્થાનિક ઉત્પાદનના 30 ટકા સ્થાનિક બજારમાં સપ્લાય કરશે, ત્યારબાદ બાકીની નિકાસ કરી શકશે. સરકારની આ જાહેરાતની અસર રિફાઈનરી બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળી હતી. આ જાહેરાતની થોડી જ મિનિટોમાં દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 04 ટકાનો ઘટાડો થયો હતો. ONGCના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક સમયથી, ખાસ કરીને ખાનગી રિફાઇનરીઓ યુએસ અને યુરોપિયન બજારોમાં ડીઝલ, પેટ્રોલ અને એટીએફની નિકાસ કરીને ભારે નફો કમાઈ રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.