ETV Bharat / bharat

જો આવું થયું તો તીરથ સિંહ પછી મમતા બેનરજી પણ છોડી દેશે મુખ્યપ્રધાનની ખુરશી? - ચૂંટણીની પરિસ્થિતિ

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Uttarakhand Chief Minister Tirath Singh Rawat) રાજ્યના મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપ્યું છે. આનું મોટું કારણ તેમણે પેટા ચૂંટણી અંગે બંધારણીય સંકટ બતાવ્યું છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું બંગાળ ફેક્ટરના બહાને તીરથ સિંહને મુખ્યપ્રધાનની ખુરશી છોડવી પડી રહી છે.

tirath singh
tirath singh
author img

By

Published : Jul 3, 2021, 10:43 AM IST

  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પદેથી તીરથસિંહ રાવતે (Uttarakhand Chief Minister Tirath Singh Rawat) આપ્યું રાજીનામું
  • બંધારણીય સંકટ (Constitutional crisis)ની પરિસ્થિતિને જોતા ધરી દીધું રાજીનામું (Resignation)
  • બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (West Bengal Chief Minister Mamata Banerjee) પર પણ આવું સંકટ આવી શકે છે

હૈદરાબાદઃ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Uttarakhand Chief Minister Tirath Singh Rawat) મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે, બંધારણીય સંકટ (Constitutional crisis)ની પરિસ્થિતિઓને જોતા તેમણે રાજીનામું આપવું યોગ્ય ગણ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી આયોગ માટે ચૂંટણી કરાવવી મુશ્કેલ હતી. હવે વાત પશ્ચિમ બંગાળની કરીએ તો મમતા બેનરજીની સામે પણ આ જ સમસ્યા છે. જો 4 નવેમ્બર સુધી વિધાનસભાની સભ્યતા ન મળી તો તેમણે પણ મુખ્યપ્રધાનની ખુરશી છોડવી પડી શકે છે.

નિયમ શું છે?

આપને જણાવી દઈએ કે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (Representation of the People Act, 1951)ની ધારા 151-એ અનુસાર, ચૂંટણી આયોગ સંસદના બંને ગૃહ અને રાજ્યોના વિધાનસભા ગૃહો (Legislative Houses of the States)માં ખાલી બેઠકોની તિથિથી 6 મહિનાની અંદર પેટા ચૂંટણી (By-election) દ્વારા તેને ભરવા અધિકૃત છે, પરંતુ કોઈ ખાલી જગ્યાથી જોડાયેલા કોઈ સભ્યનો બાકીનો કાર્યકાળ એક વર્ષ અથવા તેનાથી વધારે હોવો જોઈએ.

નિયમ શું છે?
નિયમ શું છે?

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 - દિલ્હી અને પંજાબ બાદ કેજરીવાલ ગુજરાતમાં ફ્રી વીજળીનું વચન આપે તો શું? કેટલો બોજો પડશે

નંદીગ્રામથી તેમની હાર હજી પણ મમતાનો પીછો નથી છોડી રહી

મમતા બેનરજી (Mamata Banerjee) એ રાજ્ય વિધાનસભા ચૂંટણી જીતી ત્રીજી વખત રાજ્યની સત્તા હાંસલ કરી છે, પરંતુ નંદીગ્રામથી તેમની હાર હજી પણ તેમનો પીછો નથી છોડી રહી. જાણકારોની માનીએ તો, કોરોના મહામારી ટળવા સુધી ચૂંટણી આયોગ પેટા ચૂંટણીને ટાળવાની જાહેરાત કરી શકે છે. જોકે, અત્યાર સુધી આ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ.

આ પણ વાંચોઃ Gujarat Assembly election 2022: પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાનની ચોતરફથી માગ ! શું કરશે ભાજપ ?

પેટા ચૂંટણી ઝડપથી કરાવવા મમતા બેનરજીનો આગ્રહ

આ જ આશંકાઓને જોતા પશ્ચિમ બંગાળ સરકારે (Government of West Bengal) ચૂંટણી આયોગથી રાજ્યમાં બાકીની પેટા ચૂંટણી ઝડપથી કરાવવાનો આગ્રહ કર્યો છે. તો બીજી તરફ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન (Following the anti covid19 protocol) કરવામાં આવશે.

સાત બેઠકો પર પેટા ચૂંટણી (elections for seven seats) થશે

જે સાત બેઠકો પર પેટા ચૂંટણી (elections for seven seats) થશે. તેમાંથી એક ભવાનીપૂર પણ છે. નંદીગ્રામમાં હારનો સામનો કરનારા મુખ્યપ્રધાન મમતા બેનરજી (Chief Minister Mamata Banerjee) આ બેઠકથી ચૂંટણી લડે તેવી અટકળ છે. આપને જણાવી દઈએ કે, કાયદાકીય જવાબદારી મુખ્યપ્રધાન રાવતના વિધાનસભા પહોંચવામાં સૌથી મોડી અડચણરૂપ સામે આવી છે. કારણ કે, વિધાનસભા ચૂંટણી (Assembly elections)માં એક વર્ષથી ઓછો સમય બચ્યો છે. આમ પણ કોરોના મહામારીના કારણે પણ અત્યારે ચૂંટણીની પરિસ્થિતિ નથી બની શકી. આ અંગે મુખ્યપ્રધાન રાવતે કહ્યું હતું કે, તેઓ કોરોના સંક્રમિત હોવાથી એટલે તેમને સમય નહતો મળ્યો. મુખ્યપ્રધાન રાવતની સાથે હાજર પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું હતું કે, ચૂંટણી આયોગે કહ્યું હતું કે, પેટા ચૂંટણી ન કરાવી શકાય. આ માટે અમે લોકો સમજ્યા કે બંધારણીય સંકટની સ્થિતિ ઉભી ન થાય.

મમતા બેનરજી કઈ રીતે પોતાની ખુરશી બચાવશે તે સમય બતાવશે

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી (West Bengal Chief Minister Mamata Banerjee)ની વાત કરીએ તો, સંવિધાનના અનુચ્છેદ 164 (4)ની જોગવાઈઓનો લાભ ઉઠાવતા મમતા બેનરજી 5 મેએ ચૂંટણી જીત્યા વગર જ મુખ્યપ્રધાન બની ગયા હતા, પરંતુ આ અનુચ્છેદની ઉપધારામાં આ જોગવાઈ પણ છે કે જો સતત 6 મહિનાની અંદર વિધાનસભાની બિન-સભ્ય પ્રધાન સભ્યપદ ગ્રહણ ન કરી શકે તો આ સમયગાળા પછી તેઓ પ્રધાન પદનો લાભ નહીં લઈ શકે. તેવામાં મમતા બેનરજી (Mamata Banerjee) કઈ રીતે પોતાની ખુરશી બચાવશે તે સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.