ETV Bharat / bharat

જો ED શિવસેનાને સોંપી દેવામાં આવે, તો ફડનવીસ પણ અમને વોટ કરશે : રાઉત - દેવેન્દ્ર ફડનવીસ

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છઠ્ઠી (Rajya Sabha polls from Maharashtra) બેઠક પર શિવસેના પરાસ્ત થઈ છે. આ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) એકાએક ગરમાવો આવી ગયો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, EDને (Enforcement Directorate) કારણે અમારી હાર થઈ છે. જો 48 કલાક માટે ED અમને સોંપી દેવામાં આવે તો ખુદ દેવેન્દ્ર ફડનવીસ પણ શિવસેનાને વોટ કરશે.

જો ED શિવસેનાને સોંપી દેવામાં આવે તો ફડનવીસ પણ અમને વોટ કરે: રાઉત
જો ED શિવસેનાને સોંપી દેવામાં આવે તો ફડનવીસ પણ અમને વોટ કરે: રાઉતજો ED શિવસેનાને સોંપી દેવામાં આવે તો ફડનવીસ પણ અમને વોટ કરે: રાઉત
author img

By

Published : Jun 12, 2022, 7:06 PM IST

મુંબઈ: શિવસેના સાંસદ સંજય રાઉતે (Shiv Sena MP Sanjay Raut) રવિવારે એવું કહ્યું હતું કે, EDનું સંયાલન (Enforcement Directorate) પાર્ટીને આપી દેવામાં આવે તો ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ (BJP leader Devendra Fadnavis) પણ શિવસેનાના પક્ષમાં મતદાન કરશે. રાઉતની આવી પ્રતિક્રિયાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચોમાસું માહોલમાં ગરમાવો આવ્યો છે. શુક્રવારે રાજ્યસભાની ચૂંટણીમાં છઠ્ઠી બેઠક પર શિવસેનાના ઉમેદવાર સંજય પવારની હાર (Shiv Sena candidate Sanjay Pawar) થઈ છે. આ બેઠક પર ભાજપ અને શિવસેના વચ્ચે (Rajya Sabha polls from Maharashtra) સીધો જંગ હતો. બંને રાજકીય પક્ષ માટે પ્રતિષ્ઠાનો સવાલ હતો.

આ પણ વાંચો: સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

રાઉતનો આરોપ: મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છઠ્ઠી બેઠક પર ભાજપના ધનંજય મહાડિકને જીત મળી છે. આ જીતનો શ્રેય ભાજપ નેતા દેવેન્દ્ર ફડનવીસને દેવામાં આવી રહ્યો છે. મહાડિકે રાજ્યસભાની છઠ્ઠી બેઠક પર સંજય પવારને માત આપી હતી. ચૂંટણી પહેલા રાઉતે એવો આરોપ મૂક્યો હતો કે, ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ વિપક્ષ અને નાના પક્ષના લોકો પર કરે છે. જેથી તેઓ ભાજપના ઉમેદવારને દબાણપૂર્વક મતદાન કરવા કરે. કેટલાક નાના પક્ષો અને વિપક્ષે શિવસેનાને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. પણ ભાજપના ઉમેદવારને જીતાડવામાં તેમણે મોટી ભૂમિકા અદા કરી.

ફડનવીસ પર ટાર્ગેટ કર્યો: રવિવારે આ વિષય પર વાત કરતા રાઉતે કહ્યું હતું કે, જો EDનું સંચાલન માત્ર બે દિવસ માટે અમને આપી દેવાયું હોત તો દેવેન્દ્ર ફડનવીસ પણ અમારા માટે મતદાન કરત. શિવસેનાના મુખ્ય પ્રવક્તા રાઉતે મહારાષ્ટ્રમાં ભાજપની જીતને સારી ભાષામાં વખોડી હતી. તેમણે એવું ઉમેર્યું કે, આ તો ખરીદાયેલી જીત છે. તેમણે ચૂંટણી આયોગ ઉપર પણ ભાજપની તરફદારી કરવાનો આરોપી મૂક્યો હતો. એવું કહ્યું કે, ભાજપ હવે ચૂંટણી પંચ ઉપર પણ દબાણ ઊભું કરે છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 સંબંધિત 'દીદી' ની બેઠકમાં હાજરી નહીં આપે ઉદ્ધવ ઠાકર

હું તો મારો મત કહું છું: રાઉતે કહ્યું કે, કેટલાક ઘોડા ખૂબ ઊંચી કિંમત પર વેચાયા હતા. જેમણે અમારા ઉમેદવારના પક્ષમાં મતદાન કરવાનો વાયદો કર્યો હતો. તેમ છતાં તેમણે પક્ષ બદલી નાંખ્યો. હું મારો મત વ્યક્ત કરતો હતો. ભાજપને એ વાતની ખબર છે કે, શિવસેના ખરેખર શું કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.