અમદાવાદ: 3 જાન્યુઆરી 2023ના (3 JANUARY 2023 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Tomorrow HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Tomorrow Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આવતીકાલનું રાશિફળ (Tomorrow rashifal) ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપનું શારિરીક માનસિક સ્વાસ્થ્ય જળવાશે. આજે આપ પરિવારજનો સાથે સ્વાદિષ્ટ ભોજન અને આનંદ માણી શકશો. આર્થિક બાબતોનું વ્યવસ્થિત આયોજન કરી શકશો. આપની આવકમાં વધારો થઇ શકશે. કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળશે,અને તેમની કલાની કદર થશે. આપે નકારાત્મકતાથી દૂર રહેવું જોઇએ.
વૃષભ: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનો દિવસ સ્ફૂર્તિ અને ઉત્સાહથી ભરપૂર રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપ આનંદ અનુભવી શકશો. મિત્રો અને સગા સંબંધીઓ તરફથી ભેટ સૌગાદો મેળવી શકશો. આપનો દિવસ પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજનથી વધુ સારો બનશે. આપને નાણાંકીય લાભ થઇ શકે. આપ ઘણું સારું દાંપત્યજીવન પણ માણી શકશો.
મિથુન: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે સંયમિત વર્તન આપને ઘણી તકલીફોમાંથી ઉગારી લેશે,એમ જણાઈ રહ્યું છે. આપના વર્તનને કારણે કોઈની સાથે ગેરસમજ થઈ હોય તો હવે સમાધાન લાવી શકો છો. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશન અને કસરત કરવાની સલાહ છે. પરિવારનું વાતાવરણ ખુશહાલ બનાવવા માટે સહકારની ભાવના વધારવી અને દરેકની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખર્ચમાં વધારો થાય પરંતુ સારા કામ માટે ખર્ચ થશે તેથી મનમાં દુઃખ નહીં હોય. ધાર્મિક પ્રવૃત્તિઓને કારણે માનસિક શાંતિની અનુભૂતિ થશે.
કર્ક: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આપને અચાનક ધનલાભ થઇ શકે તેમજ મિત્રો, સગાઓ અને સ્નેહીજનો સાથે આપનો દિવસ આનંદ અને રોમાંચથી ભરપૂર બની રહેશે તેમ જણાઈ રહ્યું છે. આપની આવકમાં વધારો થઇ શકશે. વેપારીઓ ધંધામાં લાભકારક લેવડદેવડ અને સોદા કરી શકશે. પુત્ર અને પત્નીથી પણ ફાયદો થઇ શકે. પ્રવાસના યોગ છે. લગ્નોત્સુક પાત્રોના લગ્ન થઇ શકશે. સ્વાદિષ્ટ ભોજન અને સાંસારિક સુખ માણી શકશો.
સિંહ: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપના કાર્યોમાં વિલંબ થશે છતાં કામ સફળતાથી પાર પડશે. ઘરમાં અને ઓફિસમાં જવાબદારી વધી જશે. જીવન વધુ ગંભીર બનતું જણાશે. નવા સંબંધો કે કાર્યો અંગે મહત્વના નિર્ણયો હમણાં ન લેશો. પિતા સાથે મતભેદ થઇ શકે. સારા પ્રસંગના આયોજન માટે પણ સમય અનુકૂળ જણાતો નથી.
કન્યા: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આપને શારીરિક સુસ્તી અને માનસિક કંટાળો દૂર કરીને નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધવાની સલાહ છે. સંતાનોને પોતાની વાત મનાવવા માટે આદેશના બદલે સમજાવટનો માર્ગ અપનાવજો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ પણ સૌમ્ય વર્તન અને વાણી સાથે સહકારપૂર્વક આગળ વધવું. રાજકીય બાબતોમાં કોઇ સમસ્યાઓથી બચવા માટે ખોટા કાર્યોથી દૂર રહેવું. ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. સહોદરો દ્વારા લાભ થવાની પણ શક્યતા છે.
તુલા: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી પડશે. ખરાબ વાણી અને વર્તનને કારણે વિવાદ કે મતભેદ થઇ શકે છે માટે ગરમ સ્વભાવ અને ખર્ચ પર અંકુશ રાખવો પડશે. આપના વિરોધીઓ સામે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે, આર્થિક મોરચે અચાનક લાભ થઇ શકે છે. ભોજન સમયસર લેવાની સલાહ છે.
વૃશ્ચિક: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનો દિવસ આનંદ અને મોજ મસ્તીથી ભરપૂર રહેશે. આપ વિજાતીય પાત્રોનું સાન્નિધ્ય માણશો. નવા વસ્ત્રો અને અલંકારો પહેરવાનો અવસર પ્રાપ્ત થાય.સાથે જ આપ સ્વાદિષ્ટ ભોજન, પ્રવાસ અને મનોરંજન પણ માણશો. લગ્નજીવનમાં આનંદ પ્રાપ્ત થશે. ભાગીદારીથી આપને ફાયદો થશે અને લોકોમાં આપનું માન આદર વધશે.
ધન: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને નાણાંકીય લાભ મળવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે. પરિવારમાં સુખશાંતિ અને આનંદ પ્રવર્તશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકર્મીઓનો સહકાર મળશે. હાથ નીચેના માણસોનો સાથ સહકાર મેળવી શકશો. કાર્યમાં સફળતા અને યશ મળે. તંદુરસ્તી સારી રહે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. શત્રુઓ અને હરીફોને મ્હાત કરી શકશો. સંયમિત વાણીથી અનર્થ સર્જાતા અટકશે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
મકર: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનું મન વિચારોમાં ખૂબ જ પરોવાયેલું હોવાથી આપ કોઇપણ બાબતમાં ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. મહત્વના નિર્ણયો ટાળવાની અથવા બીજા સાથે ચર્ચા કર્યા પછી લેવાની સલાહ છે. માત્ર નસીબના ભરોસે રહેવું નથી, તેના બદલે કામ પણ કરવું. સંતાનો અને ઘરના વડીલોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની સલાહ છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચાથી દૂર રહેવું. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.
કુંભ: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. સ્વભાવમાં વધારે પડતા ઊર્મિશીલ બનવાને કારણે આપ માનસિક વ્યગ્રતા અને બેચેની અનુભવશો. આ સ્થિતિથી બચવું હોય તો તમારો અભિગમ વ્યવહારુ રાખવો. ભવિષ્ય માટે નાણાંનું આયોજન કરવા માટે સારો સમય છે. સ્ત્રીઓને સૌંદર્ય પ્રસાધનો, અલંકારો અને વસ્ત્રો પાછળ ખર્ચ થશે. માતા થકી લાભ થાય. જો કે આપને જમીન, મકાન, વાહન વગેરેના સોદા કરતી વખતે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળ સમય છે. જાહેરમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું.
મીન: આજે વૃષભ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. વૈચારિક સ્થિરતા આપને મહત્વના નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. આપની સર્જનશક્તિ અને કલાત્મકતા વિકસશે. જીવનસાથી સાથે આત્મીયતા વધે. નજીકના સ્થળે પ્રવાસ કે પર્યટનનું આયોજન થાય. ભાઇબહેનોથી લાભ થાય. કોઇ સાથે લાગણીના તાંતણે બંધાશો. હરીફો પર વિજય મળે.