અમદાવાદ : 23 ઓગસ્ટ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપને આજે સામાજિક અને જાહેરક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે. કુટુંબ તેમજ દાંપત્ય જીવનમાં સુખ સંતોષ અનુભવશો. મિત્રો અને રોમાન્સની પરાકાષ્ટાનો અનુભવ થશે. મોજમજા અને મનોરંજનથી ભાગીદારીમાં લાભ થશે. જીવનસાથી સાથે ખૂબ સારો મનમેળ રહેશે.
વૃષભ: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે વાણી અને વર્તન પર સંયમ રાખવાની સલાહ છે. કોઈની મજાક મશ્કરી કરતાં હસવામાંથી ખસવું થઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થાય માટે બોલવામાં અથવા કોઈના વિશે ટિપ્પણી કરવામાં ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી પારસ્પરિક ગેરસમજ ટાળવી. મોજશોખ મનોરંજન પાછળ ખર્ચો થશે. તબિયતની કાળજી રાખવી. અકસ્માતથી સંભાળવું. માનસિક ઊન્મત્તતા ઘણી સમસ્યા સર્જી શકે છે. તેથી તે અંકુશમાં રહે તેની કાળજી રાખવાનું આપને જણાવવામાં આવે છે.
મિથુન: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજનો દિવસ સાર્વત્રિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. ઊત્તમ ભોજન અને શ્રેષ્ઠ લગ્નસુખની પ્રાપ્તી થાય.
કર્ક: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો થોડો અભાવ વર્તાશે. ખાસ કરીને છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવતા જાતકોને સારવારમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પરિવારમાં સભ્યો સાથે વિવાદ ટાળવા માટે બહુ દલીલબાજીમાં પડવું નહીં. ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી સાચવવાની સલાહ છે. નાણાં ખર્ચની તૈયારી રાખવી. ભોજનમાં અને ઊંઘમાં થોડી અનિયમિતતાનો સામનો કરવો પડશે.
સિંહ: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજના દિવસે આપ શરીરમાં તાજગી અને ચિત્તની પ્રસન્નતાનો અનુભવ કરશો. સહોદરો સાથે વધુ ઘનિષ્ઠતાનો અનુભવો. મિત્રો સ્વજનો સાથે નાનકડું પર્યટન કે પ્રવાસ થાય. આર્થિક લાભ મળે. પ્રિય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે. ભાગ્યવૃદ્ધિના પ્રબળ યોગ છે. નવા કાર્યો કે આયોજનો હાથ ધરવા માટે અનુકૂળ દિવસ છે. સંગીતકલા પરત્વે વિશેષ રૂચિ રહે.
કન્યા: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. પરિવારમાં સુખશાંતિ અને કુટુંબીજનો સાથે આનંદ આજના દિવસને ખુશહાલ બનાવશે. આજે આપની મધુરવાણીના કામણ અન્ય લોકોને પ્રભાવિત કરશે. પ્રવાસની શક્યતા છે. મિષ્ટાન્ન સાથે ભાવતાં ભોજન મળશે. આયાત- નિકાસના વેપારમાં સારી સફળતા મળે. આરોગ્ય સારું રહે. પરંતુ વાદવિવાદ કે ચર્ચામાં ઉગ્ર વલણ ન રાખવાની જણાઈ રહ્યું છે.
તુલા: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપની રચનાત્મક શક્તિઓ પ્રગટ થશે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરશો. વૈચારિક દૃઢતાથી આપના કાર્યો સફળ બનશે. અલંકાર, વસ્ત્રો, મોજશોખના સાધનો તેમજ મનોરંજન પાછળ આજે નાણાં ખર્ચશો. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તથા પ્રિયજન સાથેનું સાનિધ્ય રોમાંચક અને આનંદદાયક રહેશે.
વૃશ્ચિક: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થશે. જો કે આરોગ્ય વિશેની ફરિયાદ રહે. મનની ભીતરમાં આંશિક ચિંતાની લાગણી રહે. અકસ્માતથી સંભાળવું. કુટુંબીજનો, સગાસંબંધીઓ સાથે ગેરસમજ કે અણબનાવ થાય. કોર્ટ કચેરી સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી. દરેક બાબતમાં સંયમિત વલણ અનર્થોમાંથી ઉગારી લેશે.
ધન: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળવા સાથે આપના પારિવારિક જીવનમાં પણ સુખ સંતોષની લાગણી અનુભવશો. આવકમાં વૃદ્ધિ અને વેપારધંધામાં લાભ મળશે. મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણો વીતશે. મિત્રો સાથે રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. અપરિણિતો માટે લગ્નયોગ ઉભા થાય. પત્ની તથા પુત્ર દ્વારા લાભ પ્રાપ્તિની શક્યતા છે.
મકર: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. વ્યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતા પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.
કુંભ: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. તબિયતમાં અસ્વસ્થતા રહેવા છતાં આપ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્સાહ ઓછો રહેવાથી ધારણા કરતા ઓછુ કામ નીકળે. નોકરીમાં ઉપરી અધિકારીઓથી સાથે વધુ પડતી ચર્ચામાં ના પડવાની સલાહ છે. મોજશોખ તેમજ હરવા- ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગેની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવાની સલાહ છે. વિદેશથી સમાચાર મળે.
મીન: ચંદ્ર આજે 23 ઓગસ્ટ, 2023 બુધવારના દિવસે તુલા રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. ક્રોધ પર સંયમ રાખીને વાણી અને વર્તનમાં મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. માનસિક સ્વસ્થતા માટે તમે પરિવારજનો સાથે વધુ સમય વિતાવો અને તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરો તેવી સલાહ છે. ઇષ્ટદેવનું ધ્યાન, જપ અને આધ્યાત્િમક તેમને સાચો માર્ગ દેખાડશે.