અમદાવાદ: 16 મે 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો સમય પસાર થાય. અનિર્ણાયકતાના કારણે યોગ્ય નિર્ણય ન લઇ શકો. આજે નાણાંની લેવડ દેવડ ટાળવાની સલાહ છે. શરીર અને મનમાં અજંપો અનુભવાશે. ધાર્મિક કાર્યો પાછળ નાણાં ખર્ચાશે. વિદેશમાં વસતા સગા સંબંધીઓના સમાચાર મેળવી શકશો.
વૃષભ: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપના વેપારમાં વૃદ્ધિ થશે સાથે વેપાર અંગેના સોદાઓ ફાયદાકારક નિવડશે. આપની આવકના સ્રોત વધશે. આપને મિત્રો અને વડીલોથી લાભ થશે અને તેમની સાથે આનંદની પળો માણી શકશો. લગ્નજીવનમાં ખુશી તેમજ સંતોષ મેળવી શકશો. બહાર ફરવા જવાનું થાય. સ્ત્રીઓ તરફથી આપ સન્માન અને લાભ મેળવી શકશો. અપરીણિતોના લગ્ન થશે અને સંતાનો તરફથી પણ સારા સમાચાર મળશે.
મિથુન: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના શરીર અને મનની પ્રફૂલ્લિતતા જળવાશે. નોકરી કે વ્યવસાયમાં આપની મહેનતનો સારો બદલો મેળવી શકશો. ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળતા આપના ઉત્સાહમાં વધારો થશે. સમાજમાં આપનું માન-પાન વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પિતા તરફથી ફાયદો થશે. સરકારી કામકાજ સરળતાથી પૂરા થઇ શકશે. પારિવારિક જીવનમાં ખુશી અને આનંદ માણી શકશો.
કર્ક: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપનું ભાગ્ય ચમકશે અને આકસ્મિક આર્થિક લાભ થશે. જે લોકો વિદેશ જવા ઇચ્છતા હશે તે સફળતા મેળવી શકશે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધાર્મિક સ્થળની મુલાકાત કે ધર્મને લગતા કામકાજમાં ખર્ચ થશે. પરિવારજનો અને સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. નોકરીમાં લાભ થવાની શક્યતા છે.
સિંહ: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપે સ્વાસ્થ્ય સંભાળવું પડશે. તંદુરસ્તી જાળવવા પાછળ ખર્ચ થાય તેવી શક્યતા છે. મનમાં વધુ પડતા વિચારોના પ્રવાહને સક્રીય થવા દેવાના બદલે શક્ય હોય ત્યાં સુધી કામમાં વધુ પરોવાયેલા રહેવું. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા માટે શાંતિ અને ધીરજ વધારવી અને તેમની વાત ધ્યાનથી સાંભળવી. ખોટા કામથી દૂર રહેવાની સલાહ છે. પ્રભુ સ્મરણ અને ધાર્મિક વિચારો આપને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.
કન્યા: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ પરિવારમાં આનંદની પળો માણી શકશો. આપ સમાજ અને લોકોમાં આદર મેળવી શકશો. મનોરંજનને લગતી બાબતોમાં આપ રસ લેશો. વાહન અને અલંકારોની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથે પ્રણયની શક્યતાઓ છે. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના સંબંધ સુધરશે. આર્થિક લાભ થવાની સંભાવના છે.
તુલા: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનું સ્વાસ્થ્ય જળવાશે અને બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. પરિવારમાં સુખ શાંતિ જળવાશે. કામમાં સફળતા અને કદર બંને આપના ઉત્સાહમાં વધારો કરશે. નોકરીમાં ફાયદો મેળવી શકશો અને સહકર્મચારીઓની મદદ પણ મેળવી શકશો. સ્ત્રી મિત્રોને મળવાનું થાય. આપના વિરોધીઓ કે પ્રતિસ્પર્ધીઓની ચાલ અવળી પડે.
વૃશ્ચિક: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે પ્રવાસ કે યાત્રા કરવા માટે સમય અનુકૂળ નથી. કદાચ પ્રવાસમાં ધારણા કરતા વધુ ખર્ચ થઈ શકે છે તેમજ સ્વાસ્થ્ય પણ ચિંતા કરાવશે. અત્યારે સામાજિક અથવા બીજા લોકોની વાતોમાં વધુ રસ લેવાનું ટાળજો. લાંબાગાળાની આર્થિક યોજના બનાવવા માટે સમય અનુકૂળ છે. બૌદ્ધિક ચર્ચામાં પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડજો. શેર સટ્ટામાં કાળજીપૂર્વક સોદા કરવા.
ધન: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે લાગણીનો અતિરેક ટાળવો અને વ્યવહારું અભિગમ રાખવો. પારિવારિક બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મન બેચેની ટાળવા માટે ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકો છો. માતાનું ધ્યાન રાખવાની અને તેમની સેવા કરવાની સલાહ છે. અનિદ્રાની સમસ્યા ટાળવા માટે આજે તમે મેડિટેશન કરી શકો છો. પાણીજન્ય રોગોથી સંભાળવું.
મકર: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ આપના વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નવા કામની શરૂઆત થશે અને તેમાં સફળતા મેળવશો. શારિરીક માનસિક સ્વસ્થતા જળવાશે. વેપારમાં લાભ મેળવી શકશો. શેરબજારમાં જો નાણાં રોક્યા હોય તો ફાયદો મેળવી શકશો. સગા-સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધમાં સુમેળ જળવાશે. વિદ્યાભ્યાસમાં સારી સફળતા મેળવી શકશો.
કુંભ: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપને માનસિક સમસ્યાઓ અને મુંઝવણો રહેવાને કારણે કોઈપણ નિર્ણય લેવામાં તકલીફ થશે. તેથી આજે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો. બોલવા પર સંયમ રાખવો તેમજ પરિવારજનો સાથે કોઈપણ ચર્ચા કરતી વખતે કોઈપણ બાબતને તેમના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે.
મીન: આજે ચંદ્ર 16 મે, 2023 મંગળવારના દિવસે મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપને શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થશે અને ઉત્સાહ વધશે. નવા કાર્યની શરૂઆત કરશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક હેતુસર પ્રવાસ થાય. જો કોઇ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવાય તો હમણાં નિર્ણય ન લેવાની સલાહ છે. કુટુંબ સાથે સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. પ્રવાસ અને પારિવારિક જીવન આનંદ આપશે.