ETV Bharat / bharat

IAS અધિકારી જિતેન્દ્ર નારાયણ પર લાગ્યા આરોપ, ગૃહ મંત્રાલયે કર્યા સસ્પેન્ડ - Jitendra Narayan Allegation

ગૃહ મંત્રાલયે (Union Ministry of Home Affairs) 1990 બેચના અધિકારી જિતેન્દ્ર નારાયણને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. એક મહિલાએ તેના પર શોષણનો આરોપ લગાવ્યો છે. જિતેન્દ્ર નારાયણ મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે. નોકરી અપાવવાના નામે જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે.

IAS અધિકારી જિતેન્દ્ર નારાયણ પર લાગ્યા આરોપ, ગૃહ મંત્રાલયે કર્યા સસ્પેન્ડ

author img

By

Published : Oct 18, 2022, 7:55 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Ministry of Home Affairs) યૌન શોષણના આરોપી IAS અધિકારી જિતેન્દ્ર નારાયણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જિતેન્દ્ર નારાયણ થોડા સમય પહેલા સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મુખ્ય સચિવ તરીકે કામ કરતા હતા.

  • MHA today placed Jitendra Narain, a 1990-batch senior IAS officer of AGMUT Cadre & then Chief Secretary of Andaman & Nicobar Islands, under suspension with immediate effect over allegation of an alleged sexual assault of a woman: Jt Secy (UT Division) in MHA Ashutosh Agnihotri

    — ANI (@ANI) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

IAS અધિકારી પર આરોપ: ગૃહ મંત્રાલયે કહ્યું કે, 16 ઓક્ટોબરે તેમને આંદામાન અને નિકોબાર પોલીસ તરફથી એક મહિલાની કથિત જાતીય સતામણી અંગેનો રિપોર્ટ મળ્યો હતો. જેમાં જીતેન્દ્ર નારાયણ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે, જીતેન્દ્ર નારાયણ દ્વારા ગંભીર ગેરવર્તણૂક અને સત્તાવાર પદનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) કાયદા મુજબ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, જે બાદ ગૃહ મંત્રાલયે જિતેન્દ્ર નારાયણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (Home Ministry suspends IAS Jitendra Narayan) કરી દીધા છે અને તેમની સામે શિસ્તભંગના આદેશ આપવામાં આવ્યા છે. આંદામાન અને નિકોબાર પોલીસની SIT દ્વારા એક અલગ ફોજદારી કેસમાં FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીતેન્દ્ર નારાયણ 1990 બેચના IAS અધિકારી છે.

જાતીય સતામણીનો આરોપ: ગૃહ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર તેના અધિકારીઓ દ્વારા અનુશાસનહીન કૃત્યો પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે, પછી ભલે તે તેમના હોદ્દા અને દરજ્જાને ધ્યાનમાં લીધા વિના, ખાસ કરીને મહિલાઓની ગરિમા સાથે સંકળાયેલી ઘટનાઓના સંદર્ભમાં. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક મહિલાએ જીતેન્દ્ર નારાયણ અને અન્ય લોકો પર નોકરી અપાવવાના નામે જાતીય સતામણીનો આરોપ (Jitendra Narayan Allegation) લગાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.