ગુવાહાટી: ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે શુક્રવારે કહ્યું કે મુસ્લિમ પુરુષો 21 વર્ષની ઉંમરે લગ્ન કરી લે છે. (HINDU MEN MARRY LATE )જ્યારે હિંદુ પુરુષો 40 વર્ષની ઉંમર સુધી અપરિણીત રહે છે જેથી ઓછામાં ઓછી ત્રણ મહિલાઓ સાથે ગેરકાયદે સંબંધો બાંધી શકાય. તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે આજકાલ હિન્દુઓમાં ઓછા બાળકો છે. તેમણે કહ્યું, હિંદુઓ 40 વર્ષની ઉંમર પછી લગ્ન કરે છે. જો તે આટલા મોડેથી લગ્ન કરશે તો તેને બાળકો કેવી રીતે થશે?
પરિણામોની આશા: તેમણે કહ્યું કે જ્યારે તમે માત્ર ફળદ્રુપ જમીન પર જ વાવણી કરો છો ત્યારે તમે સારા પરિણામોની આશા રાખી શકો છો. અજમલે હિંદુઓને સલાહ આપી હતી કે, તેઓ યોગ્ય ઉંમરે લગ્ન કરવા માટે મુસ્લિમોની જેમ જ ફોર્મ્યુલા અનુસરે.
વ્યાપક ટીકા: તેમણે કહ્યું કે, જો હિંદુ છોકરીઓ 18-20 વર્ષની ઉંમરમાં પુરૂષો સાથે લગ્ન કરે છે તો તેમને સારી સંખ્યામાં બાળકો થઈ શકે છે. AIUDF ચીફની ટિપ્પણીની પહેલેથી જ વ્યાપક ટીકા થઈ છે.