ચંદીગઢઃ શહેરના સેક્ટર 22માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જરા વિચારો કે શું કોઈ છોકરી છુપાયેલ કેમેરા લગાવીને તેની સાથે રહેતી છોકરીઓનો અશ્લીલ વીડિયો બનાવી શકે છે. કદાચ ના. પરંતુ હકીકતમાં આવું બન્યું છે અને આ મામલો ચંદીગઢના એક પીજીમાંથી પ્રકાશમાં આવ્યો છે.
શું છે આખો મામલોઃ મળતી માહિતી મુજબ ચંદીગઢના સેક્ટર 22માં પીજીમાં કેટલીક યુવતીઓ રહે છે. આરોપ છે કે પીજીમાં રહેતી એક યુવતીએ પીજીના બાથરૂમમાં છુપો કેમેરો લગાવી દીધો હતો અને તે અન્ય યુવતીઓના અશ્લીલ વીડિયો બનાવી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી યુવતી અન્ય 4 યુવતીઓ સાથે પીજીમાં રહેતી હતી. તેના પર આરોપ છે કે તેના બોયફ્રેન્ડના કહેવા પર તેણે એક નાનો વેબકેમ લીધો, તેને પીજીના બાથરૂમમાં ફીટ કરી દીધો અને છોકરીઓનો અશ્લીલ વીડિયો બનાવ્યો. આ સનસનાટીભર્યો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે પીજીમાં રહેતી એક યુવતીએ બાથરૂમમાં છુપાયેલા કેમેરાને જોયો અને પછી પીજી માલિકને સમગ્ર મામલાની ફરિયાદ કરી. આ પછી પીજી માલિકે સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરી. ચંદીગઢ પોલીસ ફરિયાદ મળતાની સાથે જ એક્શનમાં આવી અને આરોપી યુવતી અને તેના બોયફ્રેન્ડની તુરંત ધરપકડ કરી. પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી ટેસ્ટિંગ માટે CFSL લેબમાં મોકલી આપ્યા છે. ચંદીગઢ પોલીસે સેક્ટર 17 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
ધરપકડ બાદ જામીન મંજૂર: ચંદીગઢ પોલીસના ડીએસપી રામ ગોપાલે કહ્યું, "બાથરૂમમાં વેબકેમ લગાવવાની ફરિયાદ મળી હતી, જે બાદ અમે વેબકેમ રીકવર કર્યો છે. અમને જાણવા મળ્યું છે કે કેમેરો ક્યાંથી ખરીદ્યો હતો. આ સમગ્ર મામલો એક છોકરી અને પીજીમાં રહેતા અન્ય એક છોકરાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ બંનેને જામીન મળી ગયા છે. કેમેરા અને મોબાઈલ ફોન જપ્ત કરીને તપાસ માટે એફએસએલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. બાબતે કાર્યવાહી કરવામાં આવશે."
'ધ કેરલા સ્ટોરીમાંથી આ આઈડિયા આવ્યો': પીજીના માલિક યશપાલ બજાજના જણાવ્યા અનુસાર, એક છોકરીએ સૌથી પહેલા બાથરૂમમાં કાળા રંગનું ડિવાઈસ જોયું. તેણીની ફરિયાદ મળતા જ તેણે તરત જ ચંદીગઢ પોલીસને જાણ કરી હતી. ફરિયાદ બાદ પોલીસ આવી અને આરોપી યુવતીએ કબૂલ્યું કે તેણે કેમેરા લગાવ્યો હતો. આરોપી યુવતીની સાથે તેના એક મિત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી કેમેરા કે મોબાઈલમાં કોઈ વિડિયો જોવા મળ્યો નથી. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેણે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' જોઈ હતી અને તેને આ ફિલ્મ પરથી જ આવો વિચાર આવ્યો હતો. યુવતીએ એમ પણ જણાવ્યું કે, તે પૈસા માટે આવું કરી રહી છે. આરોપી યુવતી યુપીના સહારનપુરની રહેવાસી છે.
આ પણ વાંચો: