- રવિવારે સવારથી દિલ્હી NCRમાં મૂશળધાર વરસાદ
- હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
- નોએડામાં વીજળી પડતા ઘર ધરાશાયી, 2ને કરાયા રેસ્ક્યૂ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં હવામાન અચાનક પલટતું જોવા મળ્યું છે. રવિવારે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મૂશળધાર વરસાદ જોવા મળ્યો હતો. જોકે, હવામાન વિભાગે અગાઉથી રવિવારે દિલ્હી અને NCRમાં વરસાદની આગાહી કરી હતી. રવિવારે ભારે વરસાદ વરસતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. એવામાં નોએડામાં એક ઘર પર વીજળી પડતા માતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: બાલ્કનીમાં રમતા જોડિયા બાળકો 25 માં માળેથી પડતા બન્નેના કરૂણ મોત
કાટમાળમાં દટાયેલા માતા-પુત્ર કરાયા રેસ્ક્યૂ
નોએડા ફેઝ-3ના સેક્ટર 70ના બસઈ ગામમાં વીજળી પડવાથી એક ઘર ધરાશાયી થયું હતું. જેના કારણે તે સમયે ઘરમાં હાજર માતા-પુત્ર કાટમાળમાં દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવીને બન્નેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ પણ વાંચો: ગરીબી, અંધવિશ્વાસ અને તાંત્રિક વિધિ: પરિવારે જે બાળકોને છાતી સરસા ચાંપીને રાખ્યા, તેમને કફનમાં લપેટવા પડ્યા
હજુ 2 દિવસ વરસાદનો સિલસિલો રહેશે યથાવત
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દિલ્હી NCRમાં 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદનો સિલસિલો યથાવત છે. આ સાથે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે પણ વરસાદ તેમજ ઠંડીની આગાહી કરી છે. આ સાથે દિલ્હીમાં અચાનકથી પ્રદૂષણમાં રાહત મળવાની આશા સેવાઈ રહી છે. આ સિવાય રવિવારે દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને અધિકતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે.