ETV Bharat / bharat

Lockdown India Update: હરિયાણા, ઓડિશા, તેલંગાણામાં લોકડાઉન લંબાવાયુ, યુપી, જમ્મુ કશ્મીરમાં કોરોના કરફ્યૂ - ઓડિશામાં લોકડાઉન વધારાયુ

Lockdown India Update દેશના કેટલાંક રાજ્યોએ કોરોના વાઇરસના વધતા જતા કેસોને જોતા લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. પરંતુ કેટલાક રાજ્યો એવા છે કે, જ્યાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણો, દેશના તમામ રાજ્યોના અપડેટ્સ.

હરિયાણા, ઓડિશા, તેલંગાણામાં લોકડાઉન લંબાવાયુ

author img

By

Published : May 31, 2021, 9:23 AM IST

  • ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી
  • કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે
  • ઉત્તર ભારતના કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપી

ન્યુ દિલ્હીઃ Lockdown India Update, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે, તો ઘણા રાજ્યોમાં લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપી છે, ત્યારે દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ ઓડિશામાં લોકડાઉન લંબાવાયું, મુખ્યપ્રધાન પટનાયકે કરી જાહેરાત

દિલ્હી, મધ્યપ્રદેશે પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો

હરિયાણા, કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવાએ કોરોનાની સ્થિતિ પર નજર રાખતા લોકડાઉન અથવા અન્ય પ્રતિબંધોને સોમવારથી આગામી અઠવાડિયાથી એક પખવાડિયા સુધી લંબાવાની જાહેરાત કરી છે, જ્યારે દિલ્હી, મધ્યપ્રદેશે આ પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. ચાલો આપણે જાણીએ કે, દેશના કયા રાજ્યો છે જેણે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે અને કોણે થોડી છૂટછાટ આપવાનું કહ્યું છે.

હરિયાણામાં લોકડાઉન 7 જૂન સુધી લંબાવાયુ

હરિયાણા સરકારે ફરી એકવાર લોકડાઉનમાં વધારો કર્યો છે. રાજ્યમાં હવે 7 જૂન સુધી લોકડાઉન રહેશે. આની જાહેરાત હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ દ્વારા કરવામાં આવી છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર દુકાનો હવે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દુકાનોને ઓડ-ઇવન ફોર્મ્યુલા પર ખોલવામાં આવશે. 15 જૂન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. નાઇટ કરફ્યૂ રાત્રે 10થી સવારે 5 સુધી ચાલુ રહેશે.

દિલ્હીમાં પ્રતિબંધમાં છૂટછાટ, પરંતુ લોકડાઉન ચાલુ

દિલ્હીમાં સોમવારથી છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ લોકડાઉનના પ્રતિબંધ 7 જૂન સુધી લાગુ રહેશે, ડીડીએમએએ હાલના લોકડાઉનને એક અઠવાડિયા સુધી લંબાવી દીધું છે. લોકડાઉન દરમિયાન, કામદારો અને કર્મચારીઓને જવા માટેની અનુમતિ હશે ફક્ત તેમને આવા-જવા માટે ઇ-પાસ લેવો પડશે.

કેરળ

કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજ્યને 9 જૂન સુધીમાં રાજ્યમાં પ્રતિબંધ લંબાવાની જાહેરાત કરી છે

પુડ્ડુચેરી

પુડ્ડુચેરી સરકારે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં લોકડાઉનને 7 જૂન સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

તમિલનાડુ

તમિળનાડુએ લોકડાઉનને પહેલાથી જ 7 જૂન સુધી વધાર્યું છે

કર્ણાટક

કર્ણાટક સરકારે 7 જૂન સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, જો લોકો સહયોગ આપશે અને કોરોનાના કેસમાં ઘટાડો થશે તો લોકડાઉનને વધારવાનો સવાલ જ નહી થાય.

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશમાં 31મે સુધી કરફ્યૂ વધારવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ 14 એપ્રિલથી લાગુ પડતા પ્રતિબંધોને 15 દિવસ માટે લંબાવી દીધા છે. આ પ્રતિબંધો 1 જૂને સમાપ્ત થશે.

ગોવા

ગોવા સરકારે શનિવારે કોરોના કરફ્યૂ 7 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 1 જૂનથી 'કોરોના કરફ્યૂ'ના પ્રતિબંધોમાં 1 જૂનથી તબક્કાવાર છૂટછાટ હોવા છતાં આવતા અઠવાડિયે આખા પ્રદેશમાં લોકડાઉન અમલમાં રહેશે. પ્રદેશમાં પાંચ ટકાથી વધુ અને તેનાથી ઓછા સંક્રમણ દર વાળા જિલ્લા માટે અનલોકના અલગ-અલગ દિશા-નિર્દેશ હશે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશે શુક્રવારે આ પ્રતિબંધને 7 જૂન સુધી વધારવાની જાહેરાત કરી હતી.

પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં વધ્યુ લોકડાઉન

ઉત્તર-પૂર્વના કેટલાંક રાજ્યોએ કોરોના કેસોમાં વધારો થવાના કારણે પ્રતિબંધ વધારાની જાહેરાત કરી છે. 11 જૂન સુધી નાગાલેન્ડમાં લોકડાઉન અમલમાં રહેશે. અરુણાચલ પ્રદેશના સાત જિલ્લામાં 7 જૂન સુધી પ્રતિબંધ રહેશે. તે જ સમયે, મણિપુર સરકારે 11 જૂન સુધી સાત જિલ્લાઓમાં કરફ્યૂ લાગુ રાખવાનો નિર્ણય લીધો છે. મિઝોરમે 6 જૂન સુધીમાં આઈઝોલ કોર્પોરેશન પર પ્રતિબંધ વધારવાની પણ જાહેરાત કરી છે. મેઘાલય સરકારે પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન એક અઠવાડિયા માટે વધાર્યું છે.

બંગાળમાં 15 જૂન સુધી લોકડાઉન

કોરોનાના વધતા જતા કેસને જોતા બંગાળમાં લોકડાઉન 15 જૂન સુધી વધારવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન ટ્રાફિક પર પ્રતિબંધિત રહેશે, ફક્ત આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવશે. તમામ કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. રાશન જેવી જરૂરી ચીજવસ્તુઓ માટે પણ દુકાન ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલશે. રવિવારે દુકાનો સંપૂર્ણ બંધ રહેશે. લોકડાઉન દરમિયાન બંગાળમાં પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે.

ઉત્તર પ્રદેશ

31મે, ઉત્તર પ્રદેશમાં કોરોના કરફ્યૂ માટેની અંતિમ તારીખ છે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, થોડી છૂટછાટ આપવા સાથે, પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે. આ અંગે ટૂંક સમયમાં કોઈ નિર્ણય આવી શકે છે.

બિહાર

કેટલાક પ્રતિબંધોને છૂટ અને નિયમોમાં છૂટછાટ સાથે રાજ્યમાં લોકડાઉન ચાલુ રાખી શકાશે. જિલ્લા મેજિસ્ટ્રેટ્સે કોરોના સંક્રમણને રોકવા આ સૂચન આપ્યું છે.

ઝારખંડ

ઝારખંડમાં લોકડાઉનમાં મોટી રાહત મળવાની છે. મુખ્ય પ્રધાન હેમંત સોરેને કડક નિયંત્રણો અને પ્રતિબંધો સાથે 3 જૂન સવારે 6 વાગ્યા સુધી જ લોકડાઉન લગાવી દીધું છે.

પંજાબ

પંજાબમાં કોરોના સંબંધિત પ્રતિબંધો 10 જૂન સુધી રહેશે. પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, ખાનગી વાહનોમાં પ્રવાસીઓની સંખ્યાની મર્યાદા હટાવી દેવામાં આવી છે.

રાજસ્થાન

રાજસ્થાનએ લોકડાઉનનો સમયગાળો 8 જૂન સુધી લંબાવી દીધો છે. જે જિલ્લાઓમાં સંક્રમણ ઘટ્યું છે, ત્યાં 1 જૂનથી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રાહત મળશે.

ઓડિશા

ઓડિશામાં 1 જૂન સુધી લોકડાઉન ચાલુ છે. 5મેના રોજ પહેલીવાર બે અઠવાડિયાનું લોકડાઉન થયું હતું, જેને વધુ બે અઠવાડિયા વધારવામાં આવ્યું છે.

ગુજરાત

ગુજરાતે નાઇટ કરફ્યૂને 36 શહેરોમાં 28મે સુધી વધારી દીધું છે. પરંતુ દુકાનો અને અન્ય સંસ્થાઓ દિવસના 9થી 3 વાગ્યા સુધી ખુલી રહેશે.

છત્તીસગઢ

છત્તીસગઢના તમામ 28 જિલ્લાઓમાં 31મે સુધી લોકડાઉન છે. રાયપુર, બિલાસપુર સહિત 8ટકા કરતા ઓછા સંક્રમણ દર ધરાવતા 9 જિલ્લાઓમાં છૂટ સાથે રાહત આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ સતત વધી રહેલા કોરોના સંક્ર્મણને લઈને રાજસ્થાન સરકારે લોકડાઉન લંબાવ્યું

જમ્મુ કશ્મીરમાં વધી શકે છે લોકડાઉન

જમ્મુ અને કાશ્મીરમાં હાલનું લોકડાઉન લગભગ 31મેથી આગળ વધવાનું છે, પરંતુ આવતા સપ્તાહે લોકડાઉનમાં કેટલીક વધારાની આર્થિક પ્રવૃત્તિને છૂટ મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.