વારાણસી: જ્ઞાનવાપી પરિસરમાં (Gyanvapi controversy) આવેલા વજુખાનામાં સ્થિત શિવલીંગને લઈને દરરોજ નવા નવા મુદ્દાઓ સામે આવે છે. કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ સંત સમુદાય તરફથી અહીં (Gyanvapi mosque) અભિષેક કરવાનું એલાન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિના શિષ્ય અવિમુક્તેશ્વર સરસ્વતિએ (Avimukeshwar Sarasvati) પરિસરમાં જઈ અભિષેક કરવા એલાન કર્યું છે. આ પછી તંત્રએ એમને અટકાવ્યા હતા. જેના કારણે તેઓ પોતાના મઠના દ્વાર ઉપર જ ધરણા પર બેસી ગયા છે. બે કલાકથી વધારે સમય પસાર થઈ ગયો છે. છતાં એમને ધરણા ખતમ થયા નથી. અનશન યથાવત રહ્યા છે.
![જ્ઞાનવાપી પર બબાલ: અભિષેક કરવાના એલાન બાદ અવિમુક્તેશ્વર સામે પોલીસ બંદોબસ્ત તૈનાત, મઠને ઘેરી લેવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15469164_674_15469164_1654321319252.png)
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટરમાં હિઝબુલ કમાન્ડર માર્યો ગયો, AK 47 થઇ બરામત
શું કહે છે મુનિ: અવિમુક્તેશ્વર સ્વામીનું એવું કહેવું છે કે, જ્યાં સુધી મને કોઈ રીતે પૂજા કરી લેવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અનશન યથાવત રહેશે. હું કોઈ અન્ન જળ પણ ગ્રહણ નહીં કરૂ. પૂજા પાઠના અધિકારને લઈને કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે અંગે હજું કોઈ સ્પષ્ટતા થઈ નથી. સૂર્યાસ્ત પહેલા સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતિએ તે શિવલીંગ હોવાના સંકેત આપ્યા હતા. એટલું જ નહીં એની પૂજા કરવા અંગે એલાન કર્યું. જે માટે તેમણે એક તસવીર પણ દેખાડી છે. આ તસવીર દેખાડતા તેમણે કહ્યું કે, પૂજન કર્યા બાદ પણ અનશન તો યથાવત જ રહેશે. જ્યારે શિવલીંગની પૂજાઓ અધિકાર મળશે ત્યારે જ અન્ન જળ ગ્રહણ કરશે.
કાયદાકીય પગલાં માટે તૈયાર: શિવલીંગની પૂજા કરી હોવાના વાવડ કોઈ અધિકારીઓ થકી આપીને આગળની સૂચના એમને આપવામાં આવશે. અવિમુક્તેશ્વર હવે આ મુદ્દે કાયદેસરના પગલાં લેવા પણ તૈયાર છે. કાયદાકીય તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ કેસમાં તેઓ કોર્ટના દ્વાર ખખડાવશે. એમના વકીલ પણ આવી ગયા છે અને વકીલ સાથે મળીને તેઓ એક અરજી તૈયાર કરી રહ્યા છે. આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. આ ઉપરાંત જ્ઞાન પરિસરમાં અભિષેક અને પૂજા કરવાનો પણ અધિકાર દેવામાં આવે. જો કાયદાના માધ્યમથી લડાઈ લડાતી હોય તો કાયદકીય માધ્યમથી જ આ યુદ્ધ લડાશે. આ અંગે ઝડપથી કોર્ટની પ્રક્રિયા પૂરી કરવા માટે પણ સૂચના અપાી છે. કારણ કે તેઓ અન્ન જળનો ત્યાગ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: હવે દિલ્હી મેટ્રોની મુસાફરી સુરક્ષીત નથી, ધોળે દિવસે છોકરીની છેડતી થતા ટ્વિટથી કરી ફરિયાદ
પોલીસ ફોર્સ તૈનાત: અવિમૂક્તેશ્વરે જ્ઞાનવાપીમાં પૂજાનું એલાન કર્યા બાદ એના મઠ પર સુરક્ષા વધારી દેવાઈ છે. એમના મઠની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત લાગુ કરાયો છે. તેઓ કોઈ કારણોસર બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુલ 71 લોકો સાથે બ્રાહ્મણો અને અનુષ્ઠાન માટે કેટલાક લોકોને ત્યાં જવા સંતસમાજે તૈયારી કરી છે. પણ પોલીસ એમને રોકી રહી છે. કોઈને પણ અંદર જવા માટેની મંજૂરી નથી.