ETV Bharat / bharat

Breaking: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કેન્ટીનનો કીડી અને ફૂગવાળો પફનો વીડિયો વાઇરલ - live news

હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ ઈસ્યુ,

author img

By

Published : Feb 16, 2023, 11:44 AM IST

Updated : Feb 16, 2023, 7:58 PM IST

19:53 February 16

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કેન્ટીનનો કીડી અને ફૂગવાળો પફનો વીડિયો વાઇરલ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કેન્ટીનનો વિદ્યાર્થીએ વીડિયો વાયરલ થયો છે. મુખ્ય બિલ્ડિંગ નજીક આવેલા પાર્લરમાં કીડી અને ફૂગવાળો પફનો વીડિયો વાઇરલ થયો છે.

19:52 February 16

ડાંગ જિલ્લાના સ્વરાજ આશ્રમમાં બાળકોનું યૌન શોષણ થતુ હોવાની ફરિયાદ

ડાંગ: જિલ્લાના સ્વરાજ આશ્રમમાં બાળકોનું યૌન શોષણ થતુ હોવાની ફરિયાદ નોંધાઈ. આહવા પોલીસમાં નનામી અરજી થતા પોલીસે તપાસ હાથ ધરી. અરજી મુજબ ડાંગ સ્વરાજ આશ્રમ શાળાનાં બાળકોનું એક શખ્સ દ્વારા યૌન શોષણ કરવામાં આવે છે. ટ્રસ્ટીનો દીકરો અમિત નાયક સ્વરાજ આશ્રમમાં ગેરકાયદેસર રીતે રહીને બાળકોને ભણાવે છે. અમિત નાયક વર્ગમાં બાળકોનાં શરીર સાથે ગંદા અડપલા કરતો હોવાની અરજી સામે આવી હતી.

19:50 February 16

અમરેલી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં વ્યાજ અને ખંડણીની 9 શખ્સો સામે ફરિયાદ

અમરેલી: પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં વ્યાજ અને ખંડણીની 9 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે પેસા આપી મૂળ રકમનું ઊંચું વ્યાજ અને બળજબરી ખંડણી માંગતા હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં આવેલ પેટા કંપની એ.જે.ઇલેક્ટ્રિકલ્સ કંપનીના કર્મચારીએ 10 વર્ષ પહેલાં આરોપીઓ પાસેથી ત્રણ ટકાએ 35 લાખ લીધા હતા. વ્યાજ પેટે આજદિન સુધીમાં રૂપિયા 1 કરોડ ત્રીસ લાખ ચાલીસ હજાર આરોપીઓએ લીધા હતા. ફરિયાદના આધારે 9 જેટલા લોકોની ધરપકડ કરાઈ.

17:24 February 16

ગુજરાત વિધાનસભા બનશે પેપર લેસ વિધાનસભા

ગાંધીનગર: કાર્યશાળાના સમાપનમાં અધ્યક્ષ શંકર ચૌધરી ની જાહેરાત - ગુજરાત વિધાનસભાને પેપર લેસ કરવું છે. ધારાસભ્યોની બેન્ચ પર ટેબ્લેટ અને તમામ પ્રકારની માહિતી ટેબ્લેટ પર આપવામાં આવશે. ધારાસભ્યોની ટ્રેનિંગ પણ જરૂર હોય તો આપીશું. બજેટ સત્ર બાદ ચોમાસા સત્રમાં પેપર લેસ વિધાનસભા લાગુ કરીશું.

17:22 February 16

ભાજપ કાર્યકર્તાનો નગરસેવક પર હુમલાનો આક્ષેપ

ભાવનગર: ભાજપ કાર્યકર્તાનો નગરસેવક પર હુમલાનો આક્ષેપ કરાયો છે. ગેરકાયદેસર કામનો નગરસેવક પર આક્ષેપ કર્યો હતો. પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવી આક્ષેપો કરતો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં ભાજપ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

17:19 February 16

બારડોલીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કરે પરિણીતા પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ

બારડોલી: મઢી નજીક આવેલ સુરાલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કરે પરિણીતા પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. દવા લેવા માટે બોલાવી આરોગ્ય કેન્દ્રના રૂમમાં જ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

16:22 February 16

રાજકોટમાં આગામી ત્રણ વર્ષ સુધી જુના જંત્રી દર મુજબ મિલ્કત વેરો લેવાશે

રાજકોટ: મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. રાજકોટમાં આગામી ત્રણ વર્ષ સુધી જુના જંત્રી દર મુજબ મિલ્કત વેરો લેવાશે. અમદાવાદ મહાનગરપાલિકા પછી રાજકોટ મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

15:28 February 16

રાધનપુરના સાતુન ગામ ખાતે કેનાલમાં ગાબડું

પાટણ: રાધનપુર પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે. રાધનપુરના સાતુન ગામ ખાતે કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલની હલકી ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે. કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસી ગયા હતા. વધુ એક વખત ખેડૂત કફોડી સ્થિતિમાં મુકાયા છે.

15:26 February 16

પેપર લીક બાબતે કેબિનેટ બેઠકમાં નિર્ણય બાદ હવે ગૃહમાં બિલ રજૂ થશે

પેપર લીક બાબતે કેબિનેટ બેઠકમાં નિર્ણય બાદ હવે ગૃહમાં બિલ રજૂ થશે. પેપર લીક કરનારાને 10 વર્ષ ની કેદ અને 1 કરોડનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગત અઠવાડીયે ETV ભારતે ખાસ અહેવાલ રજૂ કર્યો હતો.

14:47 February 16

સુરતમાં 2009માં બંધાયેલી સોસાયટીની અચાનક હરાજીની નોટિસ

સુરત: શેખપુર વિસ્તારના 2009માં બંધાયેલી સોસાયટીની અચાનક હરાજીની નોટિસ આવી. સ્થાનિકોને 13 વર્ષે ખબર પડી કે તેમની જમીન પર લોન લીધેલી છે. 23 કરોડનું લોનનું લેણું નીકળતાં 4 માર્ચના રોજ હરાજીની નોટિસ આવી.

13:27 February 16

અમદાવાદથી ઈડર જતા વરરાજાની ગાડીનો અકસ્માત

સાબરકાંઠા: અમદાવાદથી ઈડર જતા વરરાજાની ગાડીનો અકસ્માત થયો હતો. ધનસુરાના દલપુર પાસે વરરાજાની ગાડીને અન્ય ગાડીએ ટક્કર ટક્કર મારતા વરરાજાની ગાડી પલટી મારી હતી. અકસ્માતને પગલેવરરાજા સહિત ત્રણનો ચમત્કારિક બચાવ થયો હતો.

13:24 February 16

વયો વૃદ્ધ માતાની સંપત્તિ પચાવી પાડતા સંતાન સામે ચુકાદો

રાજકોટ : વયો વૃદ્ધ માતા-પિતાની મિલ્કત પચાવી પાડતા સંતાનોની આંખ ખૂલતો ચુકાદો સામે આવ્યો છે. રાજકોટના ખંઢેરી ગામના રાઈબેન સોનારાએ પુત્ર સામે અરજી કરી હતી. જેને લઈને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીએ વિધવા વૃદ્ધાને મકાન અને 5 એકર જમીન પરત આપવાનું જણાવી 8 હજાર ભરણ પોષણ ચૂકવવા આદેશ કર્યો છે.

13:20 February 16

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે 'આદી મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ પ્રધાન અર્જુન મુંડા હાજર રહ્યા હતા. પીએમ મોદીએ સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઈવેન્ટમાં આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન, વાણિજ્ય અને પરંપરાગત કલા પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં આદિવાસી સમાજના વિકાસ અને વારસા વિશે ચર્ચા કરી હતી.

12:06 February 16

અમદાવાદના નારણપુરામાં સ્થાનિકોએ વિરોધ કરતાં ડિમોલિશનની કામગીરી મોકૂફ

અમદાવાદ: નારણપુરામાં મહાનગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પગલે હાલ ડિમોલિશનની કાર્યવાહી મોકૂફ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ પરત ખેંચી લેવામાં આવ્યો છે.

12:00 February 16

સુરતમાં ગ્લેન્ડર રોગના 8માંથી 6 અશ્વોના સેમ્પલ પોઝિટીવ

સુરત: અશ્વોમાં ગ્લેન્ડર રોગના કેસ સામે આવી રહ્યા છે. 8માંથી 6 અશ્વોના સેમ્પલ પોઝિટીવ આવ્યા છે. 6 અશ્વોને મરસી કિલિંગ અપાયું. મહારાષ્ટ્ર બાદ સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર રોગ સામે આવ્યો છે.

11:58 February 16

મહીસાગરના બાલાસિનોરમાં વરઘોડાનો અકસ્માત, મહીસાગર: બાલાસિનોરમાં વરઘોડાનો અકસ્માત

મહીસાગર: બાલાસિનોરમાં ગત મોડી રાત્રિએ વરઘોડાનો અકસ્માત સર્જાયો હતો. કારે 20થી 25 લોકોને અડફેટે લીધા હતા. વરઘોડામાં સામેલ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 25 જેટલાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

11:55 February 16

પાકિસ્તાનમાં ટ્રેનમાં વિસ્ફોટ, 2 મુસાફરોના મોત

પાકિસ્તાનમાં એક ટ્રેનમાં વિસ્ફોટ થયો છે. પાકિસ્તાનના ARY ન્યૂઝ અનુસાર ક્વેટા જતી જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થતાં 2 મુસાફરોના મોત થયા છે અને અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

11:47 February 16

વિરમગામના MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ

ધ્રાંગધ્રા: વિરમગામના MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે. ધ્રાંગધ્રા કોર્ટે આચારસંહિતા ભંગ મામલે મુદત દરમ્યાન હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે.

11:47 February 16

હિંદુ સ્ટડિઝના કો-ઓર્ડિનેટરે વિદ્યાર્થી બની પરીક્ષા આપતા VNSGU ફરી વિવાદમાં

સુરત: હિંદુ સ્ટડિઝના કો-ઓર્ડિનેટરે વિદ્યાર્થી બની પરીક્ષા આપતા VNSGU ફરી વિવાદમાં આવી છે. બાલાજી રાજે પોતાના વિભાગના જ વિદ્યાર્થી બનીને સેમેસ્ટર-1ની પરીક્ષા આપી હતી. VNSGU ના નિયમોનું ભંગ થયું હોવાના આક્ષેપ કરાતાં યુનિવર્સિટીના કુલપતિએ આ મામલે તપાસ ચાલુ છે તેવું જણાવ્યું છે.

11:40 February 16

રાજકોટમાં મહિલા કંડકટરને આવ્યા ચક્કર

રાજકોટઃ શહેરમાં મનપા સંચાલન સિટી બસમાં મહિલા કંડકટરને ચક્કર આવ્યા. ચક્કર આવતા ડ્રાઇવર બસ અને મુસાફરો સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. હાલ મહિલા કંડકટરની સારવાર શરૂ કરવામાં આવી. બહુમાળી ચોક નજીક ઘંટેશ્વર એસ.આર.પી કૅમ્પથી કોઠારીયા ચોકડી રૂટ પર ઘટના બની.

11:38 February 16

Breaking: હાર્દિક પટેલ વિરૂદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ ઈસ્યુ

રાજકોટ: શહેરની ભાગોળે આવેલા રફાળા ગામમાં બે યુવાનોને બાંધીને માર મારવામાં આવ્યો. બેન્ડવાજા વગાડતા બે યુવાનોને 10 તોલા સોનું અને પાંચ લાખ રૂપિયા લઇ ગયાનું કહીને માર માર્યો. જો કે આ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

Last Updated : Feb 16, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.