- કેરળમાં સાક્ષરતા દર 100 ટકા કરવામાં તેમનું મહત્વનું યોગદાન
- 47 ગ્રામીણ પુસ્તકાલયો સાથે ત્રાવણકોર લાઇબ્રેરી એસોસિએશનની સ્થાપના
- 1975માં ગ્રંથશાળાને 'ક્રુપ્સકાયા પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવી
- 19 જૂન, 1995ના પનિકરે દુનિયાને અલવિદા કહ્યું
હૈદરાબાદ: પનિકરનો જન્મ 1 માર્ચ 1909ના નીલામપુરુર (કેરળ) ગોવિંદા પિલ્લઈ અને જાનકી અમ્માના ઘરે થયો હતો. 1990માં કેરળમાં સાક્ષરતા દર 100 ટકા કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. શિક્ષક તરીકે પનિકરે સમાજમાં સકારાત્મક બદલાવ કર્યા. તેમણે હંમેશાથી શિક્ષણના સ્તરને ઊંચુ લાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા.
યુનેસ્કોના પ્રતિષ્ઠિત 'ક્રુપ્સકાયા પુરસ્કાર'થી સન્માનિત
વર્ષ 1926માં પી.એન. પનિકરે પોતાના સદાનધર્મમ પુસ્તકાલયમાં એક શિક્ષક તરીકે કામ શરૂ કર્યું હતું. 1945માં પનિકરના નેતૃત્વમાં 47 ગ્રામીણ પુસ્તકાલયોની સાથે તિરુવિથમકૂર ગ્રંથશાળા સંઘમ (ત્રાવણકોર લાઇબ્રેરી એસોસિએશન)ની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે સંઘનો નારો હતો 'વાંચો અને આગળ વધો.' કેરળના ગઠન બાદ સંઘનું નામ બદલીને 'કેરળ ગ્રંથશાળા સંઘમ' કરી દેવામાં આવ્યું. આ અંતર્ગત સંઘે 6 હજારથી વધારે લાઇબ્રેરીઓને જોડી. તો શિક્ષણના ક્ષેત્રમાં પોતાના પ્રશંસનીય યોગદાન માટે 1975માં ગ્રંથશાળાને યુનેસ્કોથી પ્રતિષ્ઠિત 'ક્રુપ્સકાયા પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવી હતી. પનીકરે સંઘમમાં મહાસચિવનું પદ 32 વર્ષ સુધી શાનદાર રીતે સંભાળ્યું હતું.
ત્યારબાદ ભારતમાં સરકારે આ સંસ્થાને પોતાના અધિકાર ક્ષેત્રમાં સામેલ કરી લીધી, પછી આનું નામ બદલીને 'કેરળ રાજ્ય પુસ્તકાલય પરિષદ' (Kerala State Library Council) કરી દેવામાં આવ્યું. 19 જૂન, 1995ના પનિકરે દુનિયાને અલવિદા કહી દીધું.
પી.એન. પનિકર ફાઉન્ડેશન
કોરોના મહામારીની ભયાનક સ્થિતિના કારણે દેશમાં તમામ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થા બંધ છે. આવામાં પી.એન. પનિકર ફાઉન્ડેશને સરકારની સાથે મળીને ડિજિટલ રીડિંગની દિશામાં પ્રશંસનીય કામ કર્યું છે. આમાં બાળકો માટે ક્વીઝ, ઑપન આર્ટ, નિબંધ લેખન અને વિદ્યાર્થીઓ માટે ડિબેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફાઉન્ડેશન કોરોના કાળમાં શિક્ષકો અને પુસ્તકાલય અધ્યક્ષો માટે ક્વીઝનું પણ આયોજન કરશે.
રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ કરી પ્રશંસા
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફાઉન્ડેશનના પી.એન. પનિકર નેશનલ રીડિંગ મિશન દ્વારા શરૂ કરવામાં આવેલા રીડિંગ અને ડિજિટલ રીડિંગના સંદેશને ફેલાવનારી જમીની સ્તરની ગતિવિધિઓ અને અછૂત વર્ગો સુધી પહોંચાડનારી ચળવળ 'રીડ ઇન્ડિયા'ના નિર્માણ માટે અભિનંદન આપીને પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'રાષ્ટ્રીય વાંચન મિશન'ના 2022 સુધીમાં 'વાંચન અને ડિજિટલ વાંચન'ના સંદેશ સાથે દેશની 30 કરોડ વંચિત વસ્તી સુધી પહોંચવાની વાત કરી છે.
ગ્રામીણ લોકોમાં ઈ-વાંચનને લોકપ્રિય બનાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'નેશનલ રીડિંગ મિશન'ના 2022 સુધીમાં 'રીડિંગ અને ડિજિટલ રીડિંગ'ના સંદેશ સાથે દેશની 30 કરોડ વંચિત વસ્તી સુધી શિક્ષણ પહોંચાડવાની વાત કરી છે. પીએમ મોદીએ ફાઉન્ડેશનના કાર્યની પ્રશંસા કરી. ફાઉન્ડેશન 'જન વિજ્ઞાન વિકાસ યાત્રાઓ'નું આયોજન કરે છે, જેથી શિક્ષણ વંચિતો સુધી સરળતાથી પહોંચી શકે. પી.એન. પનિકર ફાઉન્ડેશન દેશની પ્રથમ સંસ્થા છે જેણે 2002માં ઈન્ટરનેટ સુવિધા સાથે ગ્રામીણ લોકોમાં ઈ-વાંચનને લોકપ્રિય બનાવ્યું હતું. આ પહેલથી 2010માં 25,000 ગ્રામીણ ઘરગથ્થુ ઈ-પુસ્તકાલયો સ્થાપવાનો માર્ગ મોકળો થયો.
અનેક શૈક્ષણિક ચળવળોના પિતા છે પનિકર
ઉલ્લેખનીય છે કે પનિકર ઘણા બિન-ઔપચારિક શૈક્ષણિક આંદોલનોમાં સામેલ છે, જેમ કે કેરળ એસોસિએશન ફોર નોન-ફોર્મલ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ (KANFED), 'ટોટલ લિટરસી 1986' જેવી સાક્ષરતા ઝુંબેશ અને 'કેરળ ગ્રંથશાળા સંગમ' (કેરળ સ્ટેટ લાઇબ્રેરી કાઉન્સિલ) જેવી સંસ્થાઓના પિતા પણ છે
1996માં 19 જૂન 'નેશનલ રીડિંગ ડે' જાહેર
આ વર્ષે 19 જૂનના દેશભરમાં 25માં 'નેશનલ રીડિંગ'ની ઉજવણી કરવામાં આવી. કેરળના પ્રખ્યાત શિક્ષક અને ભારતમાં પુસ્તકાલય ચળવળના પિતા પી.એન.પનિકરનું 19 જૂન 1995ના રોજ અવસાન થયું હતું. 1996માં 19 જૂનને 'નેશનલ રીડિંગ ડે' જાહેર કરવામાં આવ્યો.