ETV Bharat / bharat

દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો કોઈ પ્લાન નથી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ - નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે, દેશભરમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર વચ્ચે પણ અમારો(સરકારનો) સ્પષ્ટ મત છે કે, સંપૂર્ણ લોકડાઉન લાદવામાં ન આવે. અમે અર્થવ્યવસ્થાને સંપૂર્ણ રીતે ઠપ્પ કરવા માંગતા નથી.

દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાનો કોઈ પ્લાન નથી

author img

By

Published : Apr 14, 2021, 1:09 PM IST

  • દેશભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે નાણાં પ્રધાનનું નિવેદન
  • કોરોના મહામારી વધવા છતા દેશમાં લોકડાઉન લાગૂ નહીં થાય
  • દેશમાં કોરોનાની સારવાર મેળવી રહેલા દર્દીઓનો આંકડો 1.36 કરોડ

નવી દિલ્હી: દેશમાં કાબૂ બહાર જઈ રહેલા કોરોનાના કેસ વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સ્પષ્પણે કહી દીધું છે કે, સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી અને મહામારી પર નિયંત્રણ મેળવવા માટે માત્ર સ્થાનિક સ્તરે જ નિયંત્રણના પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો: લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

વિશ્વ બેન્કના અધ્યક્ષ સાથે યોજી બેઠક

વિશ્વ બેન્ક સમૂહના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે ઓનલાઈન બેઠકમાં સીતારમણે ભારતને વિકાસ માટે વધુ લોન આપવાના વર્લ્ડ બેન્કના નિર્ણયને વખાણ્યો હતો. વિત્ત મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, બેઠકમાં નાણાં પ્રધાને ભારતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે લાગૂ કરાયેલી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની રણનીતિ તેમજ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ અંગે ચર્ચા કરી હતી. જ્યારે વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, માલપાસ અને નાણાં પ્રધાને વર્લ્ડ બેન્ક તથા ભારત વચ્ચે સિવિલ સેવાઓ, નાણાકીય ક્ષેત્રમાં સુધાર, જળ સંસાધન પ્રબંધન અને સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રો અંગે ચર્ચા પણ કરી હતી.

આ પણ વાંચો: રાજ્યના વેપારીઓએ કરી આંશિક લોકડાઉનની માગ

સ્થાનિક સ્તરે તમામ જરૂરી પગલા લેવાશે

નાણાં પ્રધાન સીતારમણે કહ્યું હતું કે, બીજી વખત સંક્રમણ વધ્યું હોવા છતા અમારો (સરકારનો) સ્પષ્ટ મત છે કે, દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન નહીં લાદવામાં આવે. અમે અર્થવ્યવસ્થાને સંપૂર્ણપણે ઠપ્પ થવા દેવા માંગતા નથી. લોકડાઉનની જગ્યાએ સ્થાનિક સ્તરે સંક્રમણને કાબૂમાં લેવા માટે તમામ જરૂરી પગલાઓ લેવામાં આવશે.

રિકવરી રેટ ઘટીને 89.51 ટકા પર પહોંચ્યો

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 1,61,736 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 1,36,89,453 પર પહોંચી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે સરેરાશ 95 ટકા સુધી રહેતો રિકવરી રેટ હાલમાં ઘટીને 89.51 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.