- રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર
- 70 વર્ષમાં બનાવેલું વેચી રહ્યાં વેચી રહી છે સરકાર
- કોરોનામાં સરકારે કોઇને મદદ કરી નથી
ન્યૂઝ ડેસ્ક: કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ (NMP) સામે રાહુલ ગાંધીએ રોષ વ્યક્ત કર્યો છે. તેમએ જણાવ્યું હતું કે 70 વર્ષમાં દેશએ જે બનાવ્યું સરકાર તેને વેચવાનો પ્રયત્ન કરી રહી છે. રેલવેને ખાનગી હાથમાં સોંપવામાં આવી રહી છે. વડાપ્રધાન બધું જ વેચી દેશે. રાહુલે કહ્યું હતું કે રેલવેને ખાનગી હાથમાં સોંપાવામાં આવી રહી છે. ભાજપ પહેલાં આક્ષેપ કરી રહી હતી કે છેલ્લા 70 વર્ષોમાં કશું જ થયું નથી. ગઇકાલે જ નાણાંપ્રધાનએ દેશમાં જે છેલ્લા 70 વર્ષોમાં બન્યું છે. તેને વેચી દીધું. દેશના યુવાનો પાસેથી કેન્દ્ર દ્વારા રોજગાર આંચક્યો. કોરોનામાં કોઇ મદદ તો ન કરી પણ ખેડૂતો માટે 3 કાયદા બનાવ્યા.
ઉદ્યોગપતિઓને થઇ રહ્યો છે ફાયદો
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે મોદી સરકારે 1.6 લાખ કરોડના રોડવેજ વેચી નાંખ્યા, દેશની કરોડરજ્જુ સમાન રેલવે 1.5 લાખ કરોડમાં વેચી. ગેસ પાઇપ, પેટ્રોલિયમની પાઇપલાઇન, બીએસએનએલ અને એમટીએનએસ પણ કેન્દ્ર દ્વારા વેચી નાંખવામાં આવ્યા. વેરહાઉસ પણ કેન્દ્ર સરકાર વેચી રહી છે. રાહુલ ગાંધીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કેન્દ્ર સરકારે માઇનિંગ, 25 એરપોર્ટ, 9 પોર્ટ, 31 પ્રોજેક્ટ પણ વેચી રહી છે. નેશનલ સ્ટેડિયમ પણ વેચ્યું. આ બનાવવામાં 70 વર્ષ લાગ્યા હતાં. જે હવે 4 લોકોને વેચવામાં આવી રહ્યાં છે. આ જ હકિકત છે. ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.