ETV Bharat / bharat

Gold Price Hike: સોનાના ભાવે તોડ્યા રેકોર્ડ, 10 ગ્રામ દીઠ 1000નો ઉછાળો

ભારતમાં સોનાએ આજે જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રથમ વખત સોનાની કિંમત 10 ગ્રામના 60,000 રૂપિયાની સપાટીને વટાવી ગઈ હતી. સોનામાં વધી રહેલી ખરીદીને કારણે સોનું નવા ઐતિહાસિક રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યું જોવા મળ્યું છે.

author img

By

Published : Mar 20, 2023, 6:00 PM IST

Gold Price Hike
Gold Price Hike

અમદાવાદ: વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો અને બેંકિંગ કટોકટી પછી સોનામાં રોકાણ વધી રહ્યું છે. ભારતમાં સોનાએ કિંમતના મામલે તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. પ્રથમ વખત સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામના 60,000 રૂપિયાને પાર થઈ ગઈ છે.

સોનાના ભાવે તોડ્યા રેકોર્ડ: આજે સોનાના ભાવ રેકોર્ડબ્રેક ઊંચા સ્તરે હતા. MCX પર દિવસના ટ્રેડિંગ દરમિયાન સોનું પ્રતિ 10 ગ્રામના 60 હજારને પાર પહોંચી ગયું હતું. શેરબજાર અને અન્ય કોમોડિટીમાં રોકાણકારો તેમના રોકાણને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Gold Smuggling: મોબાઇલના ફ્લિપ કવરમાં 110 ગ્રામની કુલ 10 સોનાની બિસ્કટો મળી આવી

60,000ને પાર: MCX પર સોનું આજે સવારે 59 હજાર 418 રૂપિયા પર ખુલ્યું હતું. પરંતુ દિવસ આગળ જતાં સોનું 60,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. આજે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ આશરે રૂપિયા 1000નો વધારો જોવા મળી રહ્યો છે. માત્ર સોના જ નહીં પરંતુ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. હાલમાં ચાંદી રૂપિયા 69,100 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટમાં એક્સાઇઝ ડ્યુટીમાં વધારાની જાહેરાત, સોના-ચાંદીના દાગીના ખરીદવા થયા મોંઘા

સોનું સલામત રોકાણ: વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતા સોનામાં કરેલ રોકાણને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. અમેરિકામાં બોન્ડ રેટ અને ડૉલર ઇન્ડેક્સ પણ ઘટી રહ્યા છે. જ્યારે બીજી તરફ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દરો અંગે નિર્ણય લેવા જઈ રહી છે. જેમાં એક ક્વાર્ટર ટકા વ્યાજ દરમાં વધારો થાય તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં રોકાણકારો સિક્યોરિટીઝ માર્કેટમાંથી સોનું તેમને વેચીને બહાર નીકળી શકે છે અથવા સોનામાં તેમનું રોકાણ વધારી શકે છે. આ સંભાવનાઓને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આની અસર આવનારી લગ્ન સીઝન પર પડી શકે એમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.