ઝારખંડ(ગોડ્ડા): સાંસદ નિશિકાંત દુબે પોતાના નિવેદનને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે નિશિકાંત વડા પ્રધાન સંદર્ભે આપેલા પોતાના નિવેદનને લીધે ફરીથી ચર્ચામાં આવ્યા છે. તેમણે વડા પ્રધાનની સરખામણી શંકરાચાર્ય સાથે કરી દીધી છે.
અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર શંકરાચાર્યના વિરોધનું કારણ નિશિકાંત દુબેએ બ્રહ્મનિકલ ડિસઓર્ડર ગણાવ્યું છે. એક જનસભાને સંબોધન કરતી વખતે નિશિકાંતે કહ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે શંકરાચાર્યનો વિરોધ કરવા પાછળનું મુખ્ય કારણ બ્રહ્મનિકલ ડિસઓર્ડર છે.
નિશિકાંત દુબેએ વડા પ્રધાન મોદીની સરખામણી શંકરાચાર્ય સાથે કરી છે. તેમણે કહ્યું કે, શંકરાચાર્ય એકલ અને સંયમિત જીવન જીવે છે, વડા પ્રધાન મોદી પણ એકલ જીવન જીવી રહ્યા છે. વડા પ્રધાન એક તપસ્વી જીવે તેવું જીવન જીવી રહ્યા છે. વડા પ્રધાને 11 દિવસના ઉપવાસ રાખ્યા છે. આવનારા કેટલાક દિવસો સુધી તેઓ પલંગ પર પણ નથી સુવાના. નિશિકાંત દુબેએ કહ્યું કે, આપણે સૌએ બ્રહ્મનિકલ ડિસઓર્ડરમાંથી બહાર આવવું પડશે. તેમણે કહ્યું કે, અત્યારે વિચારોમાં પરિવર્તનનો સમય છે.
તેમણે સંથાલ અને ભગાલપુર વિસ્તારને પરિવર્તનની ભૂમિ ગણાવી. તેમણે કહ્યું કે, રામના એક બહેન હતા. જેમનું નામ શાંતા હતું. તેમણે માસીના ત્યાં લાલન પાલન માટે મોકલી દેવામાં આવ્યા હતા. અહીં તેમના લગ્ન શ્રૃંગી ઋષિ સાથે કરવામાં આવ્યા હતા. આ પરિવર્તનનું એક મોટું પ્રમાણ છે કારણ કે, એક બ્રાહ્મણ યુવક સાથે એક ક્ષત્રિય કન્યાના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
તેમજ મહાભારતમાં પણ પરિવર્તનનું એક મોટું ઉદાહરણ જોવા મળે છે. જેમાં સૂત પુત્ર કર્ણને અંગ પ્રદેશના રાજા તરીકે સ્વીકારવામાં આવે છે. તેટલું જ નહિ પરંતુ સદાકાળથી અંગની ધરતી પર કર્મના આધારે વ્યક્તિની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બને છે. આ સમયમાં આપણે વિચારવાની જરુર છે અને બ્રહ્મનિકલ ડિસઓર્ડરમાંથી બહાર આવવાની જરુર છે.