- બન્ને બાળકોના મોતથી પરિવાર શોકમય થયો
- આ બન્ને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા
- પોલીસે દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી
ગાઝિયાબાદ : દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદની એક સોસાયટીમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે. નવમા ધોરણમાં ભણતા બે જોડિયા બાળકો 25 માં માળેથી પડી જતાં બન્નેના મોત (twins brother fell down and died) નિપજ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, બન્ને બાળકો બાલ્કનીમાં રમી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. જોડિયા બાળકો સત્યનારાયણ અને સૂર્યનારાયણનો પરિવાર 25 માં માળે રહે છે. આ બન્ને બાળકોની ઉંમર 14 વર્ષની આસપાસ છે અને બન્ને નવમાં ધોરણમાં ભણે છે.
બાળકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા
જણાવવામાં આવી રહ્યું છે કે, બાળકોની માતા અને બન્ને બાળકો મોડી રાત્રે ઘરમાં હતા. બાળકોના પિતા ચેન્નાઈમાં રહે છે અને ત્યાં કામ કરે છે. બાળકોએ તેમની માતાની નજરથી દુર જઈને કોઈ રીતે બાલ્કનીમાં રમવાનું શરૂ કર્યું. આ બાદ થોડી જ વારમાં આ ઘટના બની હતી. બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ઉઠી હતી.
પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ
હાલ પોલીસ દરેક પાસાથી તપાસ કરી રહી છે. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ પણ એકઠા કર્યા છે અને માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાઇ રાઇઝ બિલ્ડિંગમાં પહેલા પણ આવી ઘટના સામે આવી હતી. ઘણીવાર માતા-પિતાની નાની ભૂલને કારણે બાળકો પોતાનો જીવ ગુમાવે છે. આવા કિસ્સાઓમાંથી પાઠ શીખવાની જરૂર છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉંચી ઇમારતોમાં રહેતા લોકોએ બાલ્કનીને એવી રીતે ઢાંકી દેવી જોઈએ કે લોકોના પડવાના અકસ્માતો ઓછા થઈ શકે.
આ પણ વાંચો: