ETV Bharat / bharat

આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા આ રહ્યો કાયમી ઉપાય - ડાર્ક સર્કલથી છુટકારો

આંખોની નીચે કાળા સર્કલ (Get Rid Of Dark Circles) કોઇપણ પુરુષ કે સ્ત્રીને થઇ શકે છે. ડાર્ક સર્કલ થવાના અલગ અલગ કારણો હોઇ શકે છે. તેનું સૌથી મોટુ કારણ છે ઉજાગરા અને ઉંમરનુ વધવુ. અનિયમિત જીવનશૈલીના કારણે મોટાભાગના લોકોને ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. ચશ્મા પહેરવાથી, અપુરતી ઊંઘ, માનસિક ચિંતા તેમજ ખોરાકમાં પોષણનો (Dark Circle tips) અભાવ ડાર્ક સર્કલ વધારે છે. આ સમસ્યા (Dark Circle Remedy) જેટલી ઝડપથી થાય છે તેટલી જ ઝડપથી તેને મટાડી પણ શકાય છે.

Etv Bharatઆંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા આ રહ્યો કાયમી ઉપાય

author img

By

Published : Oct 4, 2022, 6:18 PM IST

ન્યૂઝ ડેસ્ક: આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ (Get Rid Of Dark Circles) દેખાય છે. જેના કારણે ચહેરો સુકાઈ ગયેલો દેખાય છે. ઘણી વખત છોકરીઓ અને છોકરાઓ આ ડાર્ક સર્કલ (Dark Circle Remedy) દૂર કરવા માટે મોંઘી ક્રીમનો સહારો લે છે. પણ તેનાથી પણ કોઈ ફરક પડતો નથી. જો મોંઘી ક્રિમ પણ ચહેરા પર દેખાતા ડાર્ક સર્કલને ઘટાડવામાં અસર નથી બતાવી રહી. તેથી તમારી દિનચર્યામાં બદલાવ લાવવાની જરૂર છે પૂરતી ઊંઘ ન લેવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. તો આવો જાણીએ કેવી રીતે રૂટીન બદલીને આ ડાર્ક સર્કલ (Dark Circle tips) દૂર કરી શકાય છે.

પાણી અને ઊંઘ: ક્યારેક પૂરતું પાણી ન પીવાથી પણ આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે દિવસમા 3 થી 4 લિટર પાણી પીઓ. શરીરને હાઇડ્રેટેડ રાખવાથી આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થાય છે. આંખનો થાક દૂર કરવા માટે 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘને ​​કારણે ત્વચા પણ તાજગી અનુભવે છે અને ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. તેથી હંમેશા પૂરતી ઊંઘ લો.

બટાકા: બટાકા પણ ડાર્ક સર્કલ દૂર કરવા માટે ઉપયોગી છે. કાચા બટાકાને છીણીને તેનો રસ કાઢીને એ રસને કોટન કે રૂની મદદથી આંખો બંધ કરીને તેના પર એ કોટન મુકી દેવું. આંખ અને તેની આસપાસનો ડાર્ક સર્કલનો પુરેપુરો ભાગ ઢંકાઇ જાય એ રીતે કોટન કે રૂ મૂકવું. અને 10 મિનીટ પછી આંખોને ઠંડા પાણીથી ધોઇ લેવી.

કાકડી: કાકડી વિશે આપણે બધા જાણીએ જ છીએ કે, તેના કટકાને આંખો પર મુકવાથી પણ ફાયદો થાય છે. કાકડીને અડધો કલાક ફ્રીઝમાં રાખીને ત્યાર બાદ એ ઠંડી કાકડીના ટુકડા આંખો પર મુકવાથી ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. 10 મિનીટ બાદ ફરી એ ટુકડા હટાવીને આંખોને ઠંડા પાણીએ ધોઇ લેવી. આ પ્રયોગ વાંરવાર કરવાથી આંખોની ગરમી અને આસપાસના ડાર્ક સર્કલ બંને દૂર થાય છે.

કસરત: જો તમે શરીરને ફિટ રાખવા માંગો છો, તો દિનચર્યામાં થોડી કસરતનો સમાવેશ કરો. તેનાથી મૂડ પણ સુધરે છે અને બીમારીઓ તેને ઘેરતી નથી. કસરત કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે અને ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર થાય છે. આ સાથે ત્વચાની ઢીલાપણુ પણ કસરતથી ખતમ થઈ જાય છે.

ટામેટાનો રસ: ટામેટા ડાર્ક સર્કલ દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે. તેનાથી ડાર્ક સર્કલતો દૂર થાય છે પણ સાથે સ્કીન સોફ્ટ બને છે. એક ટીસ્પૂન ટામેટાના રસમાં એક ટી સ્પૂન લીંબૂનો રસ મિક્ષ કરીને તમારી આંખની નીચેના ડાર્ક સર્કલ પર લગાવવો અને 10 મિનીટ બાદ તેને પાણીથી ધોઇ નાખવું. દિવસમાં બે વાર આ પ્રયોગ કરશો તો તમને 2 દિવસમાં ફર્ક દેખાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.