ETV Bharat / bharat

બિલ ગેટ્સને પાછળ છોડી, જાણો કોણ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ - બિલ ગેટ્સ

ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદી (Forbes Billionaires List) અનુસાર આ માહિતી આપવામાં આવી છે કે, ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને (Microsoft co-founder Bill Gates) પાછળ છોડી દીઘા છે. અદાણી ગ્રૂપના ચેરમેન અને સ્થાપક ગૌતમ શાંતિલાલ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

બિલ ગેટ્સને પાછળ છોડી, જાણો કોણ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

author img

By

Published : Jul 21, 2022, 4:59 PM IST

નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Indian businessman Gautam Adani) માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિઓની યાદી અનુસાર આ માહિતી આપવામાં આવી છે. 60 વર્ષીય બિઝનેસ ટાયકૂનની નેટવર્થ (Gautam Adani net worth 2022) ગુરુવારે વધીને 115.5 બિલિયન ડોલર થઈ, બિલ ગેટ્સ 104.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં નીચે આવી ગયા છે. તમને જણાવી દઈએ કે, 90 બિલિયન ડોલરની નેટવર્થ સાથે મુકેશ અંબાણી ઉપરોક્ત યાદીમાં દસમા સ્થાને છે.

આ પણ વાંચો: શ્રીલંકામાં નહીં યોજાઈ એશિયા કપ, UAE સહિત આ દેશોને મળી શકે છે હોસ્ટિંગ

બ્લૂમબર્ગનો તાજેતરનો અહેવાલ: ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક (Elon Musk), જેઓ હાલમાં ટ્વિટર ખરીદવાનો સોદો તોડ્યા પછી વિવાદમાં ફસાયેલા છે, તે 235.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં ટોચ પર છે. ગૌતમ અદાણી નાના કોમોડિટી બિઝનેસને બંદરો, ખાણો અને ગ્રીન એનર્જી સેક્ટરમાં ફેલાવીને મોટા સમૂહમાં પરિવર્તિત કરવા માટે પ્રખ્યાત છે. અદાણી ગ્રૂપના કેટલાક લિસ્ટેડ શેરો છેલ્લા બે વર્ષમાં 600 ટકાથી વધુ વધ્યા છે, જે ગ્રીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં તેમના આયોજનને પ્રોત્સાહન આપે છે. બ્લૂમબર્ગે તાજેતરમાં અહેવાલ આપ્યો હતો કે, PM મોદી 2.9 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને 2070 સુધીમાં ભારતને શૂન્ય-કાર્બન રાજ્ય બનાવવાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છે. બ્લૂમબર્ગે તાજેતરમાં આ અહેવાલ આપ્યો જ્યારે, તેણે ગૌતમ અદાણીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પાછળ છોડી દીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.